________________
શ્રીમદ્ અને છગનભાઈ નાનજીભાઈ
કે સુખશાતા પૂછી છે. અને તમારે આવવું હોય તો પધારો, એમની શરીર પ્રકૃતિ નરમ છે માટે સૂતા છે. પછી જઈને તેમ કહ્યું. તે સાંભળીને તેમણે કહ્યું કે હું આવીશ. પછી તે આવ્યાને ઊભા રહ્યા. સાહેબજીએ બેઠા થઈને વાતચીત કરી તેમાં નવતત્ત્વ કે અધ્યાત્મ સંબંધી વાતો કરી હતી.
૩૪૭
અંતરનાદથી સ્થિરતા અને સ્વરૂપનો લક્ષ થાય
એક દિવસ બાપજીને મેં પૂછ્યું કે જે આ નાદ છે તે શી રીતે ? ત્યારે કહ્યું કે તે દેહની અંદર છે, તે નાદથી સ્થિરતા અને સ્વરૂપનો લક્ષ થાય. વળી મને કહે કે તમે આ સેવા કરો છો તે શું જાણીને? ત્યારે મેં કહ્યું કે સાચા જ્ઞાની જાણીને કરીએ છીએ.
ભક્તિનો ભાવ મુખ્ય છે, ફૂલ નહીં
એક દિવસ બાપજીને મેં પૂછ્યું—આકડાના ફૂલે પૂજન કર્યું હોય તો કેમ? બીજાનો જોગ ન હોય તો, ત્યારે કહ્યું કે તેની ભક્તિનું તે સ્વરૂપ છે, તે સારું છે.
તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ
એક નાગલપર ગામના સલાટ મોતીભાઈ જે વઢવાણ કેમ્પમાં આવીને રહ્યા હતા તેમણે કહ્યું કે ચાલો તમારી સાથે આવું, મને રાયચંદભાઈ શાનીના દર્શન કરાવજો. ત્યારે મેં કીધું કે તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો, દર્શન કરાવીશું. પછી એ આવે એટલે હું બાપજી પાસે તેડી જતો. પણ આ મોતીભાઈ બાપજીને પગે લાગે ત્યારે બાપજી તેને બે હાથ ઊંચા કરીને ના પાડે. ત્યારે આ ભાઈ બોલ્યા કે સાહેબજી, હું તો પગે લાગું પણ તમે મને શી રીતે ના પાડો છો? બાપજીએ કહ્યું કે હું ય માણસ અને તમો પણ માણસ છો તેથી. ત્યારે મોતીભાઈ બોલ્યા કે ના સાહેબ, એમ ન કરવુ. તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ. ત્યારે કૃપાળુદેવે કહ્યું તમો શાથી કહો છો? ત્યારે તેઓએ કહ્યું કે એ હું જાણું છું કે તમો જ્ઞાની છો. માટે હવેથી સાહેબજી એમ ન કરશો.
ઘણી ન થયું તેથી ધર્માદામાં આપ્યું
બેન નાથીબેનને નદીમાં કોકરવું જડ્યું હતું તે કૃપાળુદેવને આપ્યું. કૃપાળુદેવે મારા જેવા પાસે કાંપમાં કહેવરાવ્યું. માસ એક સુધી કોઈ ઘણી ન થયું. પછી પ્રાણજીવનદાસને કહ્યું કે થર્માદા આપી દેજો. ભણેલ કરતાં ભક્તિવાળાનો વેળાસર મોક્ષ
કૃપાળુદેવે એકવાર કહ્યું હતું—છગન, હવે નવી મા નહીં કરીએ. વળી અમારી સમીપ આવેલા છે અને આવશે તેને સિદ્ધિ થાશે. વળી ભણેલ કરતાં ભક્તિવાળાનો વેળાસર મોક્ષ છે.
એકાંતે વ્યવહાર નહીં અને એકાંતે નિશ્ચય નહીં પણ બન્ને સાથ રહેલ'
સંવત્ ૧૯૫૬ના ભાદરવા સુદ ૧ ને આશરે બાપજી કાંપમાં લીંબડી દરબારના ઉતા૨ે બિરાજ્યા હતા. હું વીરમગામથી તેમના દર્શનાર્થે ગયો હતો. મારી મેળે કમાડ ઉઘાડ્યું ત્યારે કૃપાનાથે કહ્યું કે આવ. પછી તો ત્યાં પણ કોઈને અંદર આવવા વિષે કૃપાનાથને પૂછું અને તેમની મરજી ભાળું તો આવવાની હા કહું અને કમાડ ઉઘાડું મૂકું. એ પર્યુષણના દિવસો હતા. ત્યાં સાયલાના લહેરાભાઈ વગેરે બીજા ૮-૧૦ જણ હતા. તેમાંના કોઈએ કૃપાનાથને પૂછ્યું કે તમારી તો એક નિશ્ચયનય ઉપરથી વાત સાંભળી છે. ત્યારે મને