________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૪
પ્રત્યક્ષ જોવામાં આવે તો સમાઘાન સહેજે થાય અને ભય ટળે. સાહેબજીએ કીધું કે ચાલો, કંઈપણ તમોને બાઘ આવે તો તેનો વીમો અમે ઉતારીએ છીએ. આ પ્રમાણે
સાહેબજીએ ઘીરજ આપી છતાં ભયાકુલ ચિત્તે સાહેબજી સાથે ગયા. તે લોકોથી થોડે દૂર ઊભા રહ્યા. ત્યાં થઈને એક માણસ જતો હતો તેને પૂછ્યું કે આ શું છે? ત્યારે તે માણસે કહ્યું કે એક મુસલમાન ગુજરી ગયો છે. તેને કબ્રસ્તાનમાં લાવેલા છે. તેની સાથે અંધારું હોવાથી આ બધા મશાલચીઓ છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કેમ, જોયુંને? નહિ તો આમને આમ ભય પામત.
શ્રીમનું અદ્ભુત જ્યોતિષજ્ઞાન . . એક વખતે મારા કાકાને ત્યાં દીકરાનો જન્મ થયો. ઘડિયાળ ન હોવાથી કયા ટાઈમે જન્મ થયો તે ખબર નહોતી. છતાં મેં સાહેબજીને જન્મકુંડળી કરી આપવા જણાવ્યું. ત્યારે સાહેબજીએ આકાશના તારાઓ તરફ દ્રષ્ટિ કરી મને જણાવ્યું કે તમો જોઈ આવો કે તે ગર્ભિત બાઈ પાસે અમુક અમુક આટલી બાઈઓ બેઠેલી છે? તે ગર્ભિતબાઈનો ખાટલો અમૂક દિશા તરફ છે? તે સ્થાનકે દીવો અમુક જગા પર છે? જન્મ થયેલ દિકરાનું મસ્તક અમૂક દિશા તરફ છે? આટલી તપાસ કરીને આવો. તેથી હું તપાસ કરવા માટે ગયો અને ઉપર જણાવેલ સઘળી બાબતો પૂછી તો બધું એ જ પ્રમાણે હતું. સાહેબજીને મેં આવીને કહ્યું કે બધું એમ જ છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ઠીક તમો સવારે આવજો. સવારે હું સાહેબજીની પાસે ગયો ત્યારે મને કુંડળી કરી આપી હતી.
શ્રીમદ્ભા ઉત્તરથી ઊતરી ગયેલ જોગીનો મદ એક દિવસ રામદાસજી નામના જોગી ગામના અખાડામાં ઊતર્યા હતા. તેઓએ વાત સાંભળી હશે કે આ ગામમાં “રાયચંદભાઈ'નામના મહાત્મા છે અને ઘણા જ ચમત્કારિક છે. તેથી મારી દુકાન પર આવ્યા અને પૂછ્યું કે અત્રે “રાયચંદભાઈ” નામના પુરુષ છે કે? મારે મળવાની ઇચ્છા છે. મેં કીધું કે ચાલો. તે જોગીને હું સાહેબજી પાસે લઈ ગયો. સાહેબજી પોતે ગાદી પર બિરાજ્યા હતા. તે પરથી તુરત ઊભા થઈ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરી તે જોગીને ગાદી પર બેસાડ્યા અને પોતે એક પડખા પર બેઠા. તે જોગીએ સાહેબજીને કહ્યું કે મારે કેટલાક પ્રશ્નો પૂછવા ઇચ્છા છે. આપÉ સબ લોક મહાત્મા તરીકે માને છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “કાંઈ નહીં, ફરમાવો. યોગ્યતા પ્રમાણે ખુલાસો કરીશ.” પછી તે જોગીએ સાહેબજીને અમુક દર્શનવાલે જીવને કર્મનો કર્તા કહતે હૈ ઔર વેદ દર્શનવાલે આ પ્રમાણે કહતે હૈ. વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. સાહેબજીએ સર્વ હકીકત સાંભળી જણાવ્યું કે “હવે બીજું કાંઈપણ પૂછવાનું બાકી રહ્યું છે? હોય તો જણાવો. ત્યારે તે જોગીએ જણાવ્યું કે બીજાં નથી. પછી સાહેબજીએ તેમના પ્રથમ પ્રશ્નનો એવો ખુલાસો કર્યો હતો કે જેથી તેમનો તમામ મદ ગળી ગયો. એ પ્રમાણે અનુક્રમે સર્વે પ્રશ્નોનો ખુલાસો કર્યો. જેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા અને જોગીજી તુરત જ ગાદી પરથી ઊભા થઈ સાહેબજીના સન્મુખે બેઠા અને સાહેબજીને જણાવ્યું કે હું તો આપકા દાસ છું. આપકે સન્મુખ બેસવા લાયક છું. મારી ઘણી જ ભૂલ થઈ છે, મારાથી આપશ્રીકી અશાતના થઈ છે જેથી હું ક્ષમા માગું છું. એમ કહી એકદમ સાહેબજીના સન્મુખે ઊભા રહી વારંવાર સાષ્ટાંગ નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે સાહેબજીએ તેમ કરતાં અટકવા જણાવ્યું. પરંતુ જોગીજી ઘણા જ ઉત્સાહમાં અટક્યા નહીં. લગભગ ત્રણ કલાક બેઠા હતા. બાદ ફરીથી આવ્યા હતા ત્યારે એક કલાક સુધી બેઠા હતા.