________________
૧૩
શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ
સાહેબજીએ મને જણાવ્યું કે મોરબી ચાલો. મેં કીધું; હજુ બરાબર શક્તિ આવી નથી. ત્યારે સાહેબજીએ મને જણાવ્યું કે કાંઈ હરક્ત નહીં આવે, ચાલો. પછી હું સાહેબજીની સાથે મોરબી ગયો હતો. અને સારી પેઠે મને આરામ થયો હતો.
શ્રીમદ્ભા ખુલાસાથી શાંતિ એક પ્રસંગે એમના વહીવટદાર શ્રી લક્ષ્મીચંદ લવજી સાથે મારે બોલાચાલી થતાં તેણે મારી પાસે લેણી થતી બંદરની જકાતની રકમ રૂા.૭૦૦/-ના આશરે ચોવીસ કલાકમાં ભરી દેવા હુકમ કર્યો. અથવા ન ભરું તો કાયદા પ્રમાણે મારી સામે પગલાં ભરવા જણાવ્યું. મારી પાસે તે વખતે તેટલી રકમ હાજર નહોતી. તેમજ પરગામથી મંગાવીને ભરી દેવા જેટલો વખત નહોતો. તેથી ભયભીત થઈ હું શ્રીમદ્ પાસે ખુલાસો કરવાની અભિલાષાએ ગયો. શ્રીમદે મારા બોલવા અગાઉ જ મને જણાવી દીધું કે આજે તમોને અવેજની (રકમની) ઘણી જરૂર જણાય છે. તેથી મને તેઓશ્રીની જ્ઞાનશક્તિનો અચંબો થયો. અને ત્યારબાદ જે બનેલ હકીકત હતી તે તેઓશ્રી પાસે વિદિત કરી. તેઓશ્રીએ જણાવ્યું કે રાજકોટ તિજોરી ઉપરની હુંડી અથવા ચેક આપવાથી તે કાર્ય પતવું જ જોઈએ, છતાં તે વહીવટદાર ન માને તો પછી ડરવા જેવું નથી. મેં વહીવટદારને હૂંડી લેવા કહ્યું તેણે હા પાડી, જેથી શ્રીમદ્ પાસેથી રાજકોટવાળા શેઠ કરસનજી મૂલચંદની હૂંડી લખાવી મેં વહીવટદારને આપી. જે તેણે કબૂલ રાખી.
સત્ય હશે તે જ કહેવાશે એક વખતે મુંબઈ તથા મોરબીવાળા ઢંઢકપંથના શેઠીયા લોકોએ સાહેબજી સાથે ખાનગીમાં વાતચીત કરી જણાવ્યું હતું કે તમો અમારો માર્ગ દીપાવો; તમે કહો તે પ્રમાણે અમો તમને સારી રીતે માનપાન આપીએ વગેરે ઘણા પ્રકારથી લાલચ બતાવી વાત કરી ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જે સત્ય હશે તે જ કહેવાશે; અમોને કંઈ મતભેદ કે કોઈપર રાગદ્વેષ નથી. તમે જે લાલસાઓ બતાવી તેને અમે તુચ્છ ગણીએ છીએ.
આ પુરુષ ઘર્મને દીપાવી શકે મોરબીમાં જેઠમલજી નામના ઢુંઢીયાપંથના એક સાધુ હતા. તેઓ વિદ્વાન ગણાતા હતા. તેમણે એકવાર સાહેબજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે પ્રશ્નોના સાહેબજીએ એવા ખુલાસા કર્યા કે જેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા અને વિચારવા લાગ્યા કે આ પુરુષ આપણી સાથે રહે તો ઘણો જ આનંદ થાય, અને ઘર્મને દીપાવી શકે. તેથી થોડા દિવસ પછી ફરીથી સાહેબજી પાસે આવ્યા અને જણાવ્યું કે તમો આ ઢંઢકપંથને દીપાવો. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે સત્ય વસ્તુ હશે એ જ અમારાથી કહેવાશે.
અજ્ઞાનના કારણે જીવ ભયભીત એક વખતે સાહેબજી તથા મૂલજીભાઈ ભાટીયા ફરવા માટે ગયા હતા. સ્મશાન ભૂમિકાથી કેટલેક દૂર ઊભા રહ્યા હતા. ત્યાં સ્મશાન તરફ એક માણસ હાથમાં સળગતી મશાલ લઈને જતો હતો, તે જોવામાં આવ્યું. થોડીવાર પછી બે દેખાયા, ચાર દેખાયા, છ દેખાયા, દશ દેખાયા, વીશ દેખાયા અનુક્રમે એમ જતાં જોવામાં આવ્યા. એ જોઈ ભાઈ મૂલજીભાઈ ભય પામ્યા. ત્યારે સાહેબજીએ મૂલજીભાઈને જણાવ્યું કે ચાલો, આપણે તેની તપાસ કરીએ. અમારા જાણવામાં છે પણ તમારું ચિત્ત ભયાકુલ છે, જેથી