________________
શ્રીમદ્ અને લધુરાજ સ્વામી
મોહનલાલજી : હા, ગૃહવાસમાં પણ જ્ઞાની હોય એ વાત જિનાગમમાં સ્થળે સ્થળે છે.
૧૦૩
અમે આત્માને એક સમય પણ ભૂલતા નથી
વાતચીતના પ્રસંગમાં શ્રીમુખે જણાવ્યું કે અમે આત્માને એક સમય માત્ર પણ ભૂલતા નથી. આ સાંભળી મોહનલાલજીને ઘણા દિવસ સુઘી ખટક્યા કરેલું કે ખાવું, પીવું વગેરે ક્રિયા કરતાં આત્માને ન ભુલાય એ કેમ બનતું હશે? આ ક્ચન આશ્ચર્યરૂપ અને સત્પુરુષે કહેલું હોવાથી સત્યરૂપ લાગવા છતાં ઘણો વખત આશંકા રહી.
મુનિશ્રી લલ્લુજી મહારાજની આજ્ઞામાં તમારું કલ્યાણ
પછી મોહનલાલજીએ વિનંતી કરી કે મારે આત્મકલ્યાણ માટે કેમ વર્તવું? સ્મરણ શાનું કરવું? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે—મુનિશ્રી લલ્લુજી મહારાજ તમને જણાવશે અને તેઓની આજ્ઞામાં ચાલશો તો તમારું કલ્યાણ છે.
પરમકૃપાળુદેવ બેઠક ઉપર ન બેસતાં નીચે બેઠા
સાંજના વડતળે ઘણા માણસોનો સમૂહ શ્રવણાર્થે એકત્ર થયો હતો. બધા મુનિઓ તથા ખંભાતમાંથી મુમુક્ષુઓ ઉપરાંત બીજા ભાઈ બેનો આવ્યાં હતાં. શ્રી અંબાલાલભાઈએ બેઠક માટે બિછાવેલું હતું, પરંતુ તેના ઉપર નહીં બેસતાં પરમકૃપાળુદેવ નીચે બેસી ગયા.
જ્ઞાનીની આશાતના તે અનંતાનુબંધી કષાય
ખંભાતથી ઢુંઢીયા શ્રાવકો પણ આવેલા. તેમાંથી ગટોરભાઈએ મુહપત્તી સંબંધી કહ્યું કે શાસ્ત્રમાં મહુપત્તી ચાલી છે. (મુખ આર્ડ વસ્ત્ર રાખી બોલવાનું ફરમાન પરમકૃપાળુદેવે હાથમાં વસ્ત્ર રાખી બોલતાં જણાવ્યું કે દોરો ચાલ્યો નથી. (દોરાથી મુહપત્તી મોઢે બાંધવાનું વિધાન શાસ્ત્રમાં નથી) એમ જેટલી વાર તેણે ઉથલાવી ઉથલાવી તે પ્રશ્ન કર્યો તેટલી વાર તેની તે વાત પરમકૃપાળુદેવે પણ ઉત્તરમાં જણાવી. ગોરભાઈનું શરીર કાયના આવેશવડે ધ્રુજવા માંડ્યું. એટલે પરમકૃપાળુદેવે તેના તરફ બધાનું ઘ્યાન ખેંચી કહ્યું કે આ અનંતાનુબંધીનું સ્વરૂપ જુઓ. વળી જણાવ્યું કે એના વિષે તમે કાંઈ વિકલ્પો કરશો નહીં. તે માર્ગ ઉપર આવવાનો છે. તે જ સાલના ચાતુર્માસમાં દેવકરણજી મુનિના વ્યાખ્યાનમાં જ્ઞાનીની આશાતનાથી બંધાતા કર્મ અને પરિભ્રમણનું સ્વરૂપ સાંભળી, તે ભાઈએ ફરી સભા સમક્ષ પોતાથી થયેલી પરમકૃપાળુદેવની આશાતનાનો પશ્ચાત્તાપ કરી ક્ષમાપના માગી હતી.
મુનિશ્રી ચતુરલાલજીને આત્મકલ્યાણ અર્થે આપેલ સૂચન
મુનિ ચતુરલાલજીએ ઉપદેશ પૂર્ણ થઈ રહ્યા પછી, પોતાના આત્મકલ્યાણ અર્થે માર્ગ સૂચવવા વિનંતી કરી. આથી પરમકૃપાળુદેવે “મહાવ્યાઃ ધિરત્ન'એ શ્લોકનું સ્મન્ન કરવા, પાંચ નવકારવાળી (માળા) ફેરવવા અને નૃસિંાચાર્ય રચિત ગરબો ‘‘જય જય શ્રી સદ્ગુરુપદ'' મુખપાઠ કરવા આજ્ઞા કરી. અમારી દશા વિશેષ નિર્મળ ઊંચી હદ ઉપર છે
મને એકાંતમાં જણાવેલું કે છે મુનિ ! આત્મા ઊંચી દશા પર આવે એમ કર્તવ્ય છે. શ્રી સૌભાગ્યમાઈની દશા બહુ સા૨ી ઊંચી હદ ઉપર આવી છે અને અમારી દશા તેથી વિશેષ નિર્મળ ઊંચી હદ ઉપર છે. તેમજ