________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
દરેક મુનિઓની દશા વિષે પણ જણાવ્યું હતું. તમે તેઓને “સહજાત્યસ્વરૂપ......... મંત્ર આપજો.
૧૦૪
33
ઓથો દિવસ
અહો! સદ્ગુરુની કૃપાવૃષ્ટિ અપૂર્વ છે
ચોથે દિવસે જે ગકમાં, જે સંપ્રદાયમાં દીક્ષિત થયેલા અને તેમાંજ મોક્ષમાર્ગ માનેલો તે ભાવો નિર્મૂળ કરવા માટે પરમગુરુએ કેસરીસિંહની માફક શૂરવીરપણાથી મતાગ્રહી ભાવ નષ્ટ કરે તેવી અલૌકિક વાણી ઘારા વરસાવી હતી. તે વખતે અમારા અંતઃકરણમાં તે ઉપદેશથી અજબ અસર થઈ હતી. પણ બીજા સાધુ મોહનલાલજી જેવાના મનમાં તે બોધ તે વખતે રુચેલો નહીં. કારણ કે અનાદિના મિથ્યાત્વના પર્યાય ગચ્છમતનો આગ્રહી ધર્મ માનેલો, આરાઘેલો, દૃઢ કરેલો તેથી એકાએક શી રીતે પરિવર્તન પામે? પરમકૃપાળુદેવે જણાવેલું કે સમ્યવિવેક આદિ ગુણો પણ તે ગચ્છવાસીમાં નથી, ઇત્યાદિ અસરકારક રીતે વિવેચન કર્યું હતું. તે કાળે જેને નહોતું સમજાયું, તેને પણ જેમજેમ કાળ જતો ગયો, તેમ તેમ તે ઉપદેશનું સ્મરણ કરતાં તે જ સાધુઓને પરમકૃપાળુદેવનું પ્રવચન અમૃતતુલ્યે પરિણમ્યું અને પોતાની ભુલો માલુમ પડી. અહો ! સદ્ગુરુની કૃપાદ્રષ્ટિ અપૂર્વ છે.
અમે જે બીજ વાવીએ તે કાળે કરીને ઊગશે જ
ઉપદેશ થયા પછી પોતે જણાવતા કે અમે જે આ બીજ વાવીએ છીએ, તે લાંબા કાળે પણ ઊગ્યા વિના રહેવાનાં નથી. કારણ કે આ સજીવન બીજ છે. તેના ઉપર ઈલાયચીનું દૃષ્ટાંત દઈને સમજાવ્યું હતું કે ઈલાયચીના બીજને ઊગતાં બહુ દિવસ લાગે છે, પણ ઊગવાનું તો ખરું જ. તે પ્રકારે અમારો બોઘ મુમુક્ષુજીવોને કાળે કરીને અંતરમાં અવશ્ય ઊગવાનો છે.
પાંચમો દિવસ
બ્રહ્મચર્યની રક્ષા માટે દેહને પણ જતો કરવાં
પાંચમે દિવસે બ્રહ્મચર્યની રક્ષા સંબંધી અપૂર્વ બોધ કરવામાં આવ્યો હતો. પરમકૃપાળુદેવે મુનિ દેવકરણજી સામે જોઈ પૂછ્યું કે મુનિને બ્રહ્મચર્યની રક્ષા માટે દેહ પાડી દેવાનું પણ કહેવામાં આવેલ છે, તે આત્મપાત ન કહેવાય? આ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શક્યું નહીં. પછી પરમપાળુદેવે પરમકૃપા કરી જણાવ્યું કે બ્રહ્મચર્ય એટલે આત્મા અને તેથી એ આત્માના રક્ષણાર્થે દેહને જતો કરવો પણ આત્માને રાખવો તે ભગવાનની આજ્ઞા છે. માટે એ આત્મઘાત નથી પણ આત્મરક્ષણ છે. એવા રૂપમાં ખુલાસો કરી જણાવ્યું કે પંચ મહાવ્રત છે, તેમાં ચોથા મહાવ્રત માટે અપવાદ નથી. કેમકે તે ક્રિયા રાગ વિના થવી સંભવતી નથી. જે ક્રિયા રાગ રહિત રહીને થઈ શકે તેમાં અપવાદ શ્રી ભગવાને કહ્યો છે. તે અપવાદે તે ક્રિયા મુનિ જરૂર પડ્યે કરે એવી આશા પણ આપી છે. એટલે પ્રાણાતિપાત વિરમણ આદિ મહાવ્રતોમાં અપવાદરૂપ વર્તન કારણસર ઉપદેશ્યું છે.
છઠ્ઠો દિવસ
ગૃહકુટુંબ બધું છોડવું માટે સાચા સાધુ બનો
છઠ્ઠા દિવસે વડવામાં પરમકૃપાળુદેવે અનંત દયા લાવી દેવકરણજી વગેરે મુનિઓને કહ્યું કે તમે