________________
૧૦૫
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી ગૃહ, કુટુંબ, પરિવાર તેમજ પંચની સાક્ષીએ પરીણિત સ્ત્રી એ સર્વ પર નિર્મોહી થઈ નીકળ્યા છો, તો તમે સાચા સાધુઓ બનો. આત્મામાં સારા પ્રગટ કરો. એમ કહી પરમગુરુએ છ પદ સ્પષ્ટ કરી આપ્યાં (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મનો કર્તા છે (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે.
એવા અલૌકિક છ પદ આપ ક્યાંથી લાવ્યા? હે મુનિઓ આ છ પદનો વારંવાર વિચાર કરજો. છ પદ શ્રવણ કરી દેવકરણજી મુનિ બોલ્યા કે આવાં અલૌકિક અને કદી નહીં સાંભળેલા એવાં આ છ પદ આપ ક્યાંથી લાવ્યા? આવી અપૂર્વવાત અમે તો કદી સાંભળી નહોતી. આપના શ્રીમુખેથી પ્રથમ શ્રવણ કરીએ છીએ. આ ષસ્થાનક ઉપર પરમકૃપાળુદેવે વિચાર કરવા વિશેષ ભલામણ કરી હતી.
નિષ્કારણ કરુણા સિંધુ કૃપાળુ દેવ વળી કહેલું કે વડવા જે આટલા કાળ રોકાવું થયું છે તે તમારે માટે જ થયું છે. આવી અમાપ કૃપાદ્રષ્ટિ જાણી અમને બધાને મનમાં એમ થયું કે અહો! આ પુરુષ કેવા દયાળુ છે, નિષ્કારણ કરુણાસિંધુ અમારા ઉપર કરુણા લાવી માત્ર અમારા આત્મકલ્યાણ માટે અહીં રહ્યા. તે ઉપકાર વારંવાર યાદ આવતાં તે દયાળુનાથની અનંતદયા સમજાય છે અને અમારો ડૂબતાનો ઉદ્ધાર કરનાર આ પુરુષ છે એવી સુપ્રતીતિ ક્રૂરે છે.
આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રતીતિ થશે મુનિઓને સંબોથી પુનઃ કહ્યું કે તમને (અમારી) આ વેષે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે, કારણ કે તમારો ત્યાગીનો વેષ છે અને અમારી પાસે તેવું કાંઈ ન દેખાય. પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રતીતિનું કારણ થશે.
રતન જેવા સાધુ હતા પણ શ્રદ્ધા બગડી ગઈ આવી રીતે પરમકૃપાળુદેવના સમાગમમાં વધારે આવવાથી, ખંભાતના શ્રાવક શ્રાવિકાઓ અમારા પ્રત્યે વિષમ દ્રષ્ટિ ઘરાવતા હતા. શ્રાવક-અગ્રેસરો કહે કે મોતીનું પાણી ઊતરી ગયું. શ્રાવિકાઓ રસ્તે જતાં વાતો કરે કે અરે! રતન જેવા સાધુ હતા પણ એમની શ્રદ્ધા બગડી ગઈ. સંસારીને પગે લાગવું, એમની પાસે જઈ બોઘ સાંભળવો, આ બધું મુનિને ઘટે નહીં.
લોકોની નિંદાથી સત્ય શું? તેનો વિચાર થશે. આવી વાતો પરમકૃપાળુદેવના જાણવામાં આવ્યાથી અમને કહ્યું કે આથી તમને વિશેષ પ્રતીતિનું કારણ થશે. કેમકે આ બઘાના કહેવા ઉપરથી તમને યથાર્થ વિચાર કરવાનો અવકાશ મળશે. માટે એ લોકો તમારા ઉપકારી છે.
મોક્ષમાળાની રચના સમયે શ્રી રામ જેવો વૈરાગ્ય શ્રી વડવાના સમાગમમાં પ્રસંગોચિત્ત પરમગુરુએ જણાવેલું કે જ્યારે નાની ઉંમરે અમે મોક્ષમાળા રચી ત્યારે અમને શ્રી રામના જેવો વૈરાગ્ય યોગવાસિષ્ઠ રામાયણના “વૈરાગ્ય પ્રકરણમાં વર્ણવેલો છે, તેવો વૈરાગ્ય અમને તે વખતે વર્તતો હતો. તે અરસામાં અમે જૈન આગમ માત્ર સવા વર્ષમાં અવલોકી