________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
સાહેબજીની અદ્ભુત વીતરાગદશાના દર્શન કર્યાં
સાહેબજી પ્રથમ ખંભાત પધાર્યા ત્યારે એક અઠવાડિયું રહ્યા હતા. ત્યારપછી મારું તથા ત્રિભોવનભાઈનું મુંબઈ જવાનું થયું ત્યારે રેવાશંકરભાઈની પેઢી નાગદેવી સ્ટ્રીટમાં હતી. ત્યાં અમો બન્ને કૃપાળુદેવના દર્શન અર્થે ગયા હતા. ત્યારથી અમોએ રેવાશંકરભાઈ સાથે આડતનું કામ શરૂ કર્યું. અમો સાહેબજીના દર્શન કરી બેઠા. તેમની અત્યંત શાંત અને ગંભીર મુખમુદ્રાનું અવલોકન કર્યું. હજી સુધી તે થોડી થોડી સ્મૃતિમાં આવે છે કે તે અદ્ભુત વીતરાગદશા હતી.
એક ભવ સત્પુરુષને અર્પણ કરો તો બેડો પાર
એક દિવસે સાયંકાળ પછી ઉત્તર બાજુના ઓરડામાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં હું અને ત્રિભોવનભાઈ બન્ને તેઓશ્રીની સમીપ બેઠા હતા ત્યારે અમને કહ્યું કે “જો આ એક ભવ સત્પુરુષને અર્પણ કરી દ્યો તો અનંતભવનું સાટું વળી જાય.' મેં કહ્યું—જી, સાહેબજી. તે વખતે મારા અંતઃકરણમાં અદ્ભુત વૈરાગ્ય થઈ આવ્યો હતો. કેટલાંક વિકલ્પો મંદ પડ્યા હતા. મને સ્મૃતિમાં છે કે થોડા વખત સુધી ચિત્ત ઉપશાંત થઈ ગયું હતું. અવ્યક્તભાવે દેહ અને આત્માનું ભિન્ન સ્વરૂપ ભાસ્યું હતું. પછી મેં કૃપાળુદેવને જણાવ્યું કે મારી વૃત્તિ આ પ્રમાણે ઉપશાંત થઈ હતી. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે : ‘‘જો તે સ્થિતિ ઘણો વખત રહી હોત તો શ્રેય હતું.”
૧૯૮
મતાગ્રહ તથા દુરાગ્રહ દૂર કરવાનો ઉપદેશ
સંવત્ ૧૯૪૭ના પર્યુષણ વખતે પરમકૃપાળુદેવ ખંભાત નજીક ત્રણ ગાઉ દૂર ૨ાળજ ગામે પધાર્યા હતા. ત્યાં મતાગ્રહ અને દુરાગ્રહ સંબંઘી વાસનાઓ નિવૃત્ત કરવા વિષે ઉપદેશ કરતા હતા. તે વાસનાઓ અમોને કેટલેક અંશે નિવૃત્ત થઈ હતી.
આત્માના આઠ રુચક પ્રદેશ ખુલ્લા
સં.૧૯૪૯ ફરી સમાગમ મુંબઈમાં થયો ત્યારે શ્રી લલ્લુજી મુનિ, શ્રી દેવકરણજી મુનિ તથા ડૉ.પ્રાણજીવનદાસ પણ ત્યાં હતા. ત્યારે રેવાશંકર જગજીવનની પેઢી ભૂલેશ્વરના નાકા પર ચોકી પાસે હતી. તે વખતે સિદ્ધાંતોના કૃપાળુદેવ એવા અર્થ નિરૂપણ કરતા કે જે અપૂર્વ હતા. આઠ રુચક પ્રદેશ સંબંઘી વાત થઈ હતી. કૃપાળુદેવે જણાવ્યું, “આત્મા અસંખ્ય પ્રદેશી છે. તે અવરાયેલ છે તો પણ આઠ પ્રદેશ ખુલ્લા છે. પણ અમુક જ આઠ પ્રદેશ ખુલ્લા છે તેમ નહીં, અસંખ્યાત પ્રદેશમાં બઘો મળી આઠ પ્રદેશ જેટલો અવકાશ છે. જેમ ફાનસ પર રંગીન કાચ હોય તેની પાર થઈ આવતા અજવાળાનું માપ અમુક કેંડલ પાવર કે વાંચી શકાય તેટલું જણાવીએ છીએ તેમ.’’ વગેરે ઘણો બોધ થયો હતો; પણ હાલ મારી સ્મૃતિમાં નથી.
પૂછવા ઘારીને આવેલા સર્વનું ઉપદેશમાં જ સમાધાન
સં.૧૯૪૯ના આસો માસમાં ૫૨મકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે મારા મકાનમાં ૧૮ દિવસની સ્થિરતા કરી હતી. સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૉલમાં લોકો ભરાઈ જતા જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહોતી. તેથી ઘણા લોકો મકાનની બહાર નીચે ઊભા ઊભા ઉપદેશ સાંભળતા હતા. પૂછવા ઘારીને આવેલા સર્વનું સમાઘાન