________________
૧૯૭
શ્રીમદ્ અને છોટાલાલ માણેકચંદ એટલે સંવત્ ૧૯૪૬ના આસો વદમાં પરમકૃપાળુદેવ પઘારવાના છે એવા ખબર / આવ્યા. ત્યારે ખંભાત સુઘી રેલ્વે નહોતી. જેથી આણંદ સ્ટેશને ઊતર્યા. તે વખતે તે અત્રેથી અંબાલાલભાઈ, સુંદરલાલ તથા નગીનદાસ વગેરે ભાઈઓ આણંદ સ્ટેશને સામાં ગયા હતા. કૃપાળુદેવ મોરબી તરફથી આણંદ પઘાર્યા અને સાંજના આશરે પાંચેક વાગે અંબાલાલભાઈના મકાનમાં પઘાર્યા. તે વખતે હું અંબાલાલભાઈના મકાને ગયો. કૃપાળુદેવ ડેલામાંથી જતાં વચલા હૉલમાં બિરાજ્યા હતા. ત્યાં લાલચંદભાઈ તથા બીજા ભાઈઓ બેઠા હતા.
માત્ર લલાટ જોઈ જન્મતિથિ વગેરે કહી દીધું હું જેવો ગયો અને કૃપાળુદેવના દર્શન કરીને ઊભો રહ્યો કે પરમકૃપાળુદેવે કીધું કે “તમોને જોયા છે” મેં પૂછ્યું આપે મને ક્યાં આગળ જોયેલો? ક્યારે જોયેલો? તે વખતે સાહેબજી મૌન રહ્યા. તે ઉપરથી એમ સમજાય છે કે પૂર્વભવમાં જોયો હશે. પછી હું ત્યાં બેઠો.
હવે લાલચંદભાઈના મુખ સામું પરમકૃપાળુદેવે જોઈને કહ્યું કે “તમારો જન્મ સંવત્ મહીનો ને આ તિથિમાં છે.” તે ટાઈમ ફક્ત મુખ જોઈને કહ્યો હતો. અને તે જ પ્રમાણે બરાબર તેમના જન્માક્ષર હતા. તેમને આશ્ચર્ય લાગ્યું કે માત્ર લલાટ ઉપર દ્રષ્ટિ કરીને તુર્ત જ જન્મતિથિ વિગેરે કહી દીધું. કેટલીક વખત સુધી પરમકૃપાળુદેવ બેસી રહ્યા. પછી અંદરના હૉલમાં પઘાર્યા હતા.
પરમકૃપાળુદેવ અમર બની ગયા બીજે દિવસે સવારના આઠ વાગ્યાના સુમારે હું અંબાલાલભાઈના મકાને ગયો ત્યારે સાહેબજી હિંચકા પર બિરાજ્યા હતા, અને નીચે મુજબના ઉચ્ચાર વારંવાર કરતા હતા.
“અબ હમ અમર ભયે ન મરેંગે.”
“કમઠ દલન જિન બંદત બનારસી.” - મને વિમલજિનનું સ્તવન બોલવાની આજ્ઞા કરી સાહેબજી પૂર્વ મુખે બેઠા હતા અને હું તેમના સન્મુખ બેઠો હતો. અને બીજા મુમુક્ષુઓ આજુબાજુએ બેઠા હતા. મને શ્રી વિમલજિનનું સ્તવન બોલવાની આજ્ઞા કરી. મેં આનંદઘન ચોવીસીમાંથી તે સ્તવન કાઢીને વાંચ્યું હતું. પરમકૃપાળુદેવે ફરમાવ્યું કે આ સ્તવનનો અર્થ કરો. મેં પહેલા ચરણનો અર્થ વિમલ એટલે મળરહિત એવા પ્રભુનું વિગેરે કીધું હતું. ત્યાંથી થોડા વખત પછી હું ઊડ્યો હતો.
પરમકૃપાળુદેવની બુદ્ધિથી બઘા ઘણા જ આશ્ચર્ય પામ્યા બીજે દિવસે હું સાહેબજી પાસે અંબાલાલભાઈના મકાને ગયો. ત્યાં સાહેબજીનો ઉપદેશ સાંભળી આશ્ચર્યચકિત થતો હતો. બાર વાગ્યા પછી અંબાલાલભાઈના આગ્રહથી સાહેબજી તથા હું વિગેરે મુમુક્ષુભાઈઓ સ્થાનકવાસીના ઉપાશ્રયે પૂ.મુનિશ્રી (પ્રભુશ્રી)ની જિજ્ઞાસાથી ગયેલા.
તેમની સમક્ષ કેટલાંક સિદ્ધાંતોના અનુપમ અર્થ સાહેબજીએ કીઘા હતા. તેથી તેઓ અને તેમના શિષ્યોએ આનંદ પામી ઉગાર કાઢેલા કે અહો!આ ઘણા જ બુદ્ધિશાળી છે. તેમના આગ્રહથી સાહેબજીએ અષ્ટાવઘાન કર્યા હતા. પરમેશ્વરજીની સ્તુતિ અને કવિતા અષ્ટાવઘાનની વચમાં રચાઈ હતી. તેથી બઘા ઘણા જ આશ્ચર્ય પામ્યા.