________________
૨૬૫
શ્રીમદ્ અને રતનચંદભાઈ
આવેલ. તેમણે વેદ ના પ્રશ્નો પૂછવા શરૂ કરેલા અને શ્રી કૃપાળુદેવ તેના ઉત્તર આપતા હતા. વખતોવખત જૈન દર્શનને ઉપરને ઉપર રાખતા અને અમોને કહેતા કે ઉપયોગ રાખજો, તેમ ઘણી વાર જણાવેલ. પછી તે અધિકારીઓ ઘણો વખત થયેથી અને રાત પડવાથી તેઓ ગયા હતા.
રસોડામાં મુમુક્ષુઓ માટે સાદો ખોરાક બનાવવો
એક વખત જમવાને માટે ગળપણવાળી બાસુંદી બનાવેલી. તે વખતે પોતે જમ્યા. રસોડામાં તે પ્રમાણે કરેલ પણ પોતે ના પાડેલ. જમતી વખતે કહેલ કે આવો પદાર્થ કરશો નહીં અને રસોડામાં મુમુક્ષુ માટે સાદો ખોરાક કરવો, તે પ્રમાણે અમો જમશું. અને તેથી ફારફેર અમો જમશું નહીં. અને બન્ને સરખો ખોરાક લઈશું – મુમુક્ષુથી જુદો ખોરાક લેવાય નહીં.
પરમકૃપાળુદેવના દર્શનથી આનંદ ઉલ્લાસ
સ્વાભાવિક શ્રી પરમકૃપાળુદેવના દર્શન થતાં જે રોમાંચિત ઉલ્લાસ આનંદ આવતો તે અનહદ હતો. તેથી આત્મા ઊછળી જતો હતો.
બીજી વખત પધારેલ તે ફક્ત કરુણાથી પધાર્યા હતા. અત્યંત કરુણા હતી.
૫૨મકૃપાળુદેવની કૃપાએ ગાય ત્રણ-ચાર વાર દૂધ આપતી
એક વખત દૂધની અડચણને લીધે પરમકૃપાળુદેવ પધાર્યા પછી એક ભેંશ રૂા.૧૨૫/–ને આશરેની લીધેલી. તે શ્રી પરમકૃપાળુદેવની ભક્તિમાં દૂધ ત્રણ-ચાર વખત દોહવા દેતી. તે શ્રી પરમકૃપાળુદેવ માટે દૂધ રાખતા, બાકી મુમુક્ષુભાઈઓમાં વપરાતું હતું.
શ્રી રતનચંદભાઈ લાઘાજી
કાવિઠા
પૂજ્યશ્રી રતનચંદભાઈ લાઘાજી શ્રી કાવિઠાવાળા ઉંમર વર્ષ ૫૬ના આશરે.
વિવિધ ગ્રંથો વાંચવાની આજ્ઞા
પ્રથમ દર્શન સં.૧૯૫૨ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ શ્રી કાવિઠા પધાર્યા ત્યારે થયાં છે. અને તે વખતે અમારા ઘેર પધાર્યા હતા. એકાદ-બે વખત અમારે ત્યાં જમેલ તે બરાબર યાદ આવે છે. અને મકાન ઉપર પધારતા તે વખતે ઘણીવાર પાણી પીવાનું બનતું, તે વખતે દસ દિવસનો સમાગમ લાભ થયો છે. અને તેઓશ્રીના બોધથી ત્યાગ-વૈરાગ્યતાનો અમને લાભ થયો હતો. શ્રી હુકમ મુનિના પુસ્તકો વાંચવા આશા અમારે માટે કરી હતી, તે સિવાય યોગવાસિષ્ઠના બે પ્રકરણ, પંચીકરણ, મોહમુદ્ગર, સુંદરવિલાસની આજ્ઞા કરી હતી. આ સત્પુરુષ જ એમ અમારા આત્મામાં તેમની વાણીથી છાપ પડી હતી. પૂ.ઝવેરભાઈની દીકરી બેન મણિને સમ્યક્ત્વ છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું.
રાળજમાં અદ્ભુત ચમત્કારી વ્યાખ્યા
અહીંથી શ્રી રાળજ પધાર્યા હતા અને પછવાડેથી અમો ગયા હતા, અને ત્યાં ૧૦ દિવસનો