________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૬૬
સમાગમનો લાભ લીધો હતો. પર્યુષણ શ્રી રાળજ કૃપાળુદેવના સમક્ષ અમે કર્યા હતા અને ત્યાં અદ્ભુત ચમત્કારી વ્યાખ્યા થતી હતી, અને અમારો આત્મા અતી પ્રસન્ન થતો
હતો. તે વખતે પૂ.ઘોરીભાઈ બાપુજી સાથે હતા. શ્રી આનંદઘનજી ચોવીશીના પદોનો અર્થ કહેતા હતા અને અપૂર્વ વચનો નીકળતા હતા. શ્રી ખંભાતવાળા પૂ.અંબાલાલભાઈ, ત્રિભોવનભાઈ, કિલાભાઈ વગેરે મુમુક્ષુભાઈઓ હતા.
વસો, આણંદ, નડિયાદમાં દર્શન લાભ સં.૧૯૫૪ની સાલમાં પરમકૃપાળુદેવ શ્રી કાવિઠે પઘાર્યા હતાં ત્યારે હું વેપાર માટે ગામ ગયો હતો. ત્યારપછી શ્રી વસોમાં દર્શનનો લાભ થયો હતો. ત્યારપછી શ્રી આણંદ સ્ટેશન પર પ્રેમચંદ રાયચંદની ઘર્મશાળામાં પઘાર્યા ત્યારે દર્શનનો લાભ લીધો હતો. ત્યારપછી શ્રી નડિયાદ સં.૧૯૫૨ની સાલમાં દિન ૮ થી ૧૦ એમ બે વખત મળી દર્શનનો લાભ લીધો હતો.
ત્યાગ વૈરાગ્યનો વિશેષ બોઘ ત્યાગવૈરાગ્ય વિષે વિશેષ વ્યાખ્યા ચાલતી હતી અને શ્રી પરમકૃપાળુદેવને વિશેષ ત્યાગ-વૈરાગ્ય હતો. અમારે કંદમૂળ સર્વથા ત્યાગ અને લીલોતરીનો પાંચ પરબીનો નિયમ અને તેની પણ ગણતરી હતી. છતાં તેઓશ્રી ઉપકારાર્થે ત્યાગ-વૈરાગ્યનો વિશેષ બોધ આપતા હતા.
સં.૧૯૬૯ના વૈશાખ વદી ૭, શ્રી કાવિઠા
શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈ
ભાદરણ પૂ.શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈ શ્રી ભાદરણવાળા જણાવે છે કે
પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રતીતિના કારણો સંવત્ ૧૯૫૨ની સાલમાં મોક્ષમાળા વાંચવાથી પરમકૃપાળુદેવ વિષે ભાવના જન્મી અને તે પુરુષને મળવાની જિજ્ઞાસા ઊપજી; તેમજ પૂજ્યશ્રી અંબાલાલભાઈ પાસે સારી પેઠે વાત સાંભળવાથી વિશેષ પ્રતીતિ થઈ.
સંવત્ ૧૯૫રમાં ચોમાસામાં કાવિઠામાં પરમકૃપાળુદેવ પઘારેલ, તે વખતે પૂ.સોભાગભાઈ લલ્લુભાઈ તથા પૂ.ડુંગરશી ગોસળિયા સાથે હતા. દિન દશ સ્થિરતા કરેલ. મને આજ્ઞા કરવાથી શ્રી આનંદઘનજી કૃત શાંતિનાથ ભગવાનનું સ્તવન વખતોવખત બોલતો હતો.
તમાકુ સુંઘવાની ટેવ પણ કાઢી નાખવી મારે રાત્રિભોજનનો ત્યાગ હતો, બ્રહ્મચર્ય ઉપાસતો. પણ તમાકુ સુંઘવાની ટેવ હતી. તે માટે કૃપા કરી આજ્ઞા કરેલ કે થોડે થોડે તે પણ કાઢી નાખવી. તે વખતે દર્શન ગામોઠના તળાવની પાસે વડ તળે થયા હતા. પૂ.ઝવેરભાઈ સાથે હતા.
પરમકૃપાળુદેવે ઉપદેશમાં જણાવ્યું કે