________________
૮૯
શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો, સ્વામી શ્રી લઘુરાજ મહારાજને / 3
થયેલ પરિચયનો સાર (પૂ.શ્રી બ્રહ્મચારીજીના હસ્તાક્ષરમાં, ડાયરી નંબર ૧૧માંથી ઉદ્ભૂત)
“महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजम् ।
राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् ॥" શ્રીમદ્ રાજચંદ્ર સર્વ આગમના જ્ઞાતા છે અને ઉત્તમ પુરુષ છે સંવત્ ૧૯૪૬ની સાલમાં (દિવાળી લગભગ) હું અને મારા તે વખતના ગુરુ શ્રી હરખચંદજી બન્ને ખંભાતના ઉપાશ્રયમાં હતા. તે અવસરે શ્રી અંબાલાલભાઈ તથા ત્રિભોવનભાઈ બન્ને પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવના માહાભ્યની વાત કરતા હતા, તેઓશ્રીના પત્ર વાંચતા હતા. તે વખતે અમે શ્રી અંબાલાલભાઈને પૂછ્યું કે તે પુરુષ કેવા છે? કોણ છે? ત્યારે તે કહે કે એ પુરુષ સર્વ આગમના જ્ઞાતા છે, અને ઉત્તમ પુરુષ છે. અમે કહ્યું કે અમને તે પુરુષનો મેળાપ કરાવશો? ત્યારે તેમણે હા કહી. અને કહ્યું કે– પોતે અત્રે પઘારવાના છે. પઘારશે ત્યારે તેમને તેડી અમે અહીં આવીશું. થોડા દિવસો પછી પૂજ્યશ્રી પરમકૃપાળુદેવ ખંભાત પઘાર્યા, ત્યારે શ્રી અંબાલાલભાઈ અને તેમના પિતાશ્રી લાલચંદભાઈ તેઓશ્રીને સાથે લઈ ઉપાશ્રયમાં પઘાર્યા.
ઉપાશ્રયમાં અષ્ટાવધાન કરી બતાવ્યા આ વખતે મારા ગુરુ આદિ મુનિઓ તથા હું ઉપાશ્રયમાં હતા. પૂજ્યશ્રીને જોતાં જ મને તે જ ક્ષણે તે ઉત્તમ પુરુષ હોવાનો ભાસ થયો. તેઓશ્રી બિરાજ્યા પછી અમારા ગુરુ તથા લાલચંદભાઈએ આગ્રહ કરવાથી અષ્ટાવઘાન ત્યાં કરી બતાવ્યાં. તેઓશ્રીની વિદ્વતા મને તેમજ મારા તે વખતના ગુરુને બહુ જણાઈ. અલ્પ સમય બેઠા પછી શ્રી અંબાલાલભાઈ સાથે તેઓશ્રી શ્રી અંબાલાલભાઈના ઘેર સિધાવ્યા.
મેં ઉમંગથી અટક્યા વગર નમસ્કાર કર્યા બીજા દિવસે પુનઃ ઉપાશ્રયમાં તેઓશ્રીનું આગમન થયું. ત્યારે તે વખતના અમારા ગુરુ હરખચંદજીને તેઓશ્રીએ પૂછ્યું કે આ કાળમાં ક્ષાયિક સમ્યકત્વ હોય કે નહીં? ત્યારે હરખચંદજી મહારાજે ના કહી; તેથી પૂજ્યશ્રીએ પ્રશ્ન કર્યો કે—કોઈ શાસ્ત્રમાં છે? હરખચંદજીએ કહ્યું કે દશમા ઠાણાંગમાં ક્ષાયિક સમકિત ન હોવા વિષે છે. ઠાણાંગ તપાસતાં એ વાત મળી નહીં. પૂજ્યશ્રી બોલ્યા કે–ઠાણાંગમાં નથી, અન્ય ગ્રંથમાં હશે. પછી પોતે ઠાણાંગમાંથી થોડા પાઠો બોલતા હતાં અને તેનો અર્થ એવો ખૂબી ભરેલો કરતા હતા કે તે સાંભળતા શાંતિ ઊપજતી. પછી દશમા ઠાણાંગનો ભાવ વાંચી સંભળાવ્યો હતો, તે સાંભળતા જ મને તો તેઓશ્રીના વિષે ચમત્કાર ઊપજ્યો હતો. પછી મેં પૂજ્યશ્રીને ઉપર મેડે પઘારવા વિનંતી કરી. તેથી ઉપર પઘાર્યા, અને હું પણ મારા ગુરુની આજ્ઞા લઈને ઉપર ગયો અને નમસ્કાર કર્યા. તેઓશ્રીએ નમસ્કાર નિવારણ કરવા છતાં મેં ઉમંગથી ઉત્તમ પુરુષ જાણીને અટક્યા વગર નમસ્કાર કર્યા.
સમકિત અને બ્રહ્મચર્ય વૃઢતાની મારી માંગણી પૂજ્યશ્રીએ પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે?”