________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૯૦
મેં વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દ્રઢતાની મારી માગણી છે.”
આ પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય. પૂજ્યશ્રી થોડીવાર મૌન રહ્યા પછી બોલ્યા : “ઠીક છે.” પછી મારા જમણા પગનો અંગૂઠો તાણી કિંઈક ચિહ્નો શ્રીમદે તપાસી જોયા; પછી નીચે ઊતરી શ્રી અંબાલાલભાઈના મકાન તરફ ગયા. રસ્તે જતાં શ્રી અંબાલાલભાઈને વાત કરી કે આ પુરુષ સંસ્કારી છે. આ રેખાલક્ષણો ઘરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય” એમ શ્રી અંબાલાલભાઈ પાસેથી પછી સાંભળેલું.
જાણે પૂર્વભવના પિતા હો એટલો ભાવ આવે છે. બીજે દિવસે હું શ્રી અંબાલાલભાઈના મકાને તેઓશ્રીની પાસે ગયો. મને દેખી બીજા માણસો બેઠેલા હોવાથી પૂજ્યશ્રી અંદરના હૉલમાં પધાર્યા. હું પણ ત્યાં ગયો. અમે બેઠા. તેઓશ્રીએ સૂયગડાંગમાંથી થોડું વિવેચન કર્યું અને સત્ય ભાષા વિગેરે વિષે બોઘ કર્યો. પછી મને પૂછ્યું કે તમે અમને માન કેમ આપો છો? મેં કહ્યું–આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે. અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલો બઘો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.
અમે અનાદિકાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો. પૂજ્યશ્રીએ ફરી પૂછ્યું : તમે અમને શાથી ઓળખ્યા?
મેં કહ્યું : અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંથી જાણવામાં આવ્યું. અમે અનાદિકાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.”
જ્ઞાન અને ક્રિયા બન્ને કરવાનું કહે છે હું હમેશાં જતો. સાત દિવસ સુધી પૂજ્યશ્રી ખંભાત રહ્યા ત્યાં સુધી દરરોજ તેમના સમાગમ અર્થે શ્રી અંબાલાલભાઈને ઘેર જતો, ત્યારે હરખચંદજી મહારાજે મને પૂછ્યું કે શી વાતચીત થાય છે?
મેં કહ્યું : “જ્ઞાન અને ક્રિયા બન્ને કરવાનું કહે છે.” શ્રી હરખચંદજીએ કહ્યું: “પદ સવ વાત હતા થા, લવ કુછ નહીં વાતા'' હું પૂજ્યશ્રી પાસે જતો ત્યારે કહેતો કે હવે મારે કેમ કરવું? મને મૂંઝવણ થાય છે. પૂજ્યશ્રી : મિશ્રભાવ છે, બધું ઠેકાણે પડશે.
મોક્ષમાળામાં છે તે પ્રમાણે માર્ગ છે મેં પૂછ્યું : માર્ગ વિષે કોઈ પૂછે તો મારે શું કહેવું? આ મોક્ષમાળા છે તે પ્રમાણે માર્ગ છે? મારે એમ કહેવું કે કેમ?
પૂજ્યશ્રી : મોક્ષમાળામાં છે તે પ્રમાણે માર્ગ છે. પ્રીતમદાસનો કક્કો (કક્કા કર સરુનો સંગ, હૃદયકમળમાં લાગે રંગ) મોઢે કરજો. આ પ્રમાણે આજ્ઞા થવાથી તે હું કરતો અને શ્રી અંબાલાલભાઈની પેઠે મારા વિચારથી “મહાદેવ્યા: કુક્ષરત્ન' એ શ્લોકનું સ્મરણ જે જે પદાર્થો દેખું તેના વિષે કર્યા કરતો.
માનસિક બ્રહ્મચર્ય પાલન માટેનો ઉપાય બતાવ્યો એક દિવસે મેં કહ્યું કે “બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું. (એક દિવસ ઉપવાસ