________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૩૮ આત્માની કર્મરહિત દશા એ જ ઈશ્વરનું રૂપ બીજો પ્રશ્ન સંદેશરના જીજીભાઈએ એવો પૂછ્યું કે મહારાજ, ઈશ્વરનું રૂપ કેવું?
તથા કોને કહેવાય? કૃપાળુદેવે અત્યંત વિવરો (વિવરણ) કરીને દર્શાવ્યું. આઠ કર્મના ઉદયભાવે જીવ વર્તમાનમાં વર્તે છે, માટે એટલો નિશ્ચય કરવો કે જીવનો શિવ બને છે. જેમ પાષાણમાંથી શુદ્ધ સોનું નીકળે તેમ કર્મરહિત દશા તે ઈશ્વરનું રૂપ છે.
હું પામર હૃદયમાં શું ઘારી શકું? વરસાદની ઘારાની પેઠે, દરેક પ્રશ્નનું સ્વરૂપ સ્થૂલવૃષ્ટિએ દર્શાય તેમ કહેતા હતા. આશરે કલાક દોઢ કલાક સુધી બોઘ ચાલ્યો હતો.
જ્ઞાનીપુરુષના બોઘ ઉપર વિષમભાવ તે અનંતાનુબંધી કષાય ત્યારપછી ત્રીજો પ્રશ્ન સુણાવવાળા ઉમેદભાઈએ એવો પૂછ્યું કે હે કૃપાળુદેવ! અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ શું હશે? તે દર્શાવો. કૃપાળુદેવે કહ્યું કે જ્યાં જ્ઞાની પુરુષો મોક્ષમાર્ગ દર્શાવતા હોય ત્યાં કુલાગ્રહી, મતાગ્રહી જીવોને, દર્શન મોહનીય કર્મના ઉદયથી મતાગ્રહી એવા કુગુરુઓનો દર્શાવેલો બોઘ તેમના હૃદયમાં ઘર કરેલો હોવાથી જ્ઞાનીપુરુષના સન્માર્ગપ્રેરક બોઘ ઉપર વિષમભાવ થાય અને જે કષાયરૂપે આત્મા વર્તે તે કષાયનું નામ અનંતાનુબંધી કષાય કહેવાય. આવી રીતે ઘણું સ્વરૂપ દર્શાવ્યું હતું.
કૃપાળુદેવની પાસે ‘ઉત્તરાધ્યયન સૂત્ર' હતું. તથા બીજા એક પુસ્તકનું અવલોકન કરતા હતા. તેમાંથી એક મુનિ પાસે વિઘાઘરે આવી પોતાને પ્રગટેલા વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું અને યથાર્થ મોહનો ક્ષય કેમ થાય તેનો હે મુનિ! બોઘ કરો એમ પૂછેલ તે વિષે અમને વાંચી સંભળાવ્યું હતું.
જ્ઞાનીપુરુષની ક્રિયા અંતરંગ પ્રેમભાવથી નહીં માટે અબંઘ બીજે દિવસે સવારે કૃપાળુનાથે એવો પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાની પુરુષો આહાર કરે છે, લૂગડાં પહેરે છે, સૂવે છે આદિ ક્રિયાથી કર્મના બંઘ લાગે કે નહીં? કેમકે રાગ વિના વસ્તુ પકડાય નહીં, ને રાગ હોય ત્યાં કર્મબંઘ સંભવે જ. પછી ઉત્તર આપ્યો કે પૂર્વના ઉદયભાવે આહારાદિ ક્રિયા કરે છે, અંતરંગ પ્રેમભાવથી નહીં.
પછી કૃપાળુદેવે એનું વિશેષ કારણ દર્શાવ્યું કે જેમ ગાડીનો ડબ્બો ચાલતી ગાડીના વેગથી, આંકડો કાઢી નાખીએ તો જેમ પા માઈલ સુધી તે બળથી જાય છે. પછી એની મેળે ઊભો રહે છે, તેમ જ્ઞાની પુરુષોની ક્રિયા પૂર્વ કર્મના જોરે કરી ખાવું (આહાર) વગેરે જે થાય છે, તે અબંઘ છે.
જીવનો મોટામાં મોટો શત્રુ પ્રમાદ છે. પછી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું બત્રીસમું પ્રમાદ અધ્યયનનું યથાર્થ સ્વરૂપ વાંચી દર્શાવ્યું હતું. કૃપાળુદેવે કહ્યું તમારે આનંદઘન ચોવીશી મુખપાઠ કરી વિચારવી. તથા પ્રકરણ રત્નાકર બીજા ભાગમાં છપાયેલો શાંતસુધારસ' ગ્રંથ વિચારવો. “મોક્ષમાર્ગ પ્રકાશ' ગ્રંથ મુનિ પાસે સાંભળવો. હું પામર શું લખી શકું? બીજો ઉપદેશ ઘણો ચાલ્યો હતો.
કારખાના વગેરેનો જીવતા ત્યાગ ન કરે તો મર્યા પછી પણ પાપ લાગે
ત્યાં ઉપદેશ વખતે પરમકૃપાળુદેવે પ્રશ્ન મૂક્યો કે “એક માણસે હિંસા થાય તેવું કારખાનું બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી કારખાનું બનાવ્યું.” બીજે દિવસે સવારે કારખાનું શરૂ કરવાનું હતું. પણ