________________
૨૩૯
શ્રીમદ્ અને કાવિઠાના સંસ્મરણો રાત્રે જ તે માણસ ઓચિંતો ખૂબ માંદો પડ્યો. તેને લાગ્યું કે “મારી જીંદગી જીવલેણ છે' તેથી પેલું ઘાતકી કારખાનું બંઘ કરવાનો રાત્રે વિચાર નક્કી કરી લીઘો. આ પાપ ) ઉત્પાદક કારખાનું મારે જોઈએ નહીં. એમ વિચારી તે માણસ રાત્રે મરી ગયો. પરમકૃપાળુદેવે કહ્યું–મુનદાસ! આ હિંસક કારખાનું તો ચાલુ રહ્યું, તો પેલા માણસને આ કારખાનાનું પાપ લાગશે કે કેમ? મેં કહ્યું–સાહેબજી મને આ બાબતમાં કંઈ સમજણ ન પડે.” ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે “કારખાનું ચાલે તોય મરનાર માણસને પાપ લાગે નહીં. કારણ કે તેણે તેમાંથી વિરતિ કરી લીધી. પચ્ચખાણ થઈ ગયું. વિરતી કર્યા વિના મરી જાય તો આ કારખાનું જ્યાં સુધી ચાલે અને પાપ થાય ત્યાં સુધી આ મરનાર જ્યાં જ્યાં અવતાર ઘરે ત્યાં ત્યાં પાપનો બંઘ થાય. પણ આણે તો વિરતિ કરી એટલે પાછળના જે માણસો કારખાનું ચલાવે તેને પાપ લાગે, મરનારને ન લાગે.
કૃપાળુદેવ સાથે મુનદાસને પણ દીક્ષા લેવાના ભાવ એકવાર શ્રી કાવિઠામાં મુનદાસને કૃપાળુદેવે પૂછેલું કે “અમે સંન્યાસી થઈએ તો અમને વાંદવા આવો કે? ત્યારે મુનદાસે તુરત કહ્યું કે અમે તો આપની સાથે જ હોઈએ ને. અમને એવો ભાવ છે કે મહિનામાં પાંચ દિવસ દર્શન થાય તો સારું.” આ પ્રસંગ પરથી લાગે છે કે કૃપાળુદેવ દીક્ષા લે તો તેઓશ્રી સાથે મુનદાસને પણ દીક્ષા લેવાના ભાવ હતા.
અહો રાજચંદ્ર દેવ....” કાવ્યના રથનાર ભક્ત મુનદાસે “અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ ૩૭ લીટીનું ભક્તિપૂર્ણ કાવ્ય રચીને પરમકૃપાળુદેવને ચરણે ઘર્યું. પરમકૃપાળુદેવે આ કાવ્ય જોયું અને તેને મંજુરીની મહોર મારી અને છપાવવાની આજ્ઞા પણ આપી.
કાવિઠાના સંસ્મરણો કૃપાળુ દેવનો પ્રત્યક્ષ સમાગમ થયો ત્યારે ખાત્રી થઈ એક બાપુ ભગત કરીને ભાલ પ્રદેશમાં આવેલ ચલોડા ગામના કોઈ ભગત હતા. તેમના સમાગમથી ભાદરણ ગામના ઘોરીભાઈ બાપુજી તથા કાવિઠાના શેઠ ઝવેરચંદ ભગવાનદાસ તથા રતનચંદ લાઘાજી તથા સંદેશરના પટેલ જીજીભાઈ કુબેરદાસ વિગેરે મુમુક્ષુઓ ભક્તિમાં રંગાયેલા પણ મૂળ તે હુકમ મુનિની આસ્થાવાળા હતા. અને તે હુકમ મુનિ ઘણે ભાગે સુરત રહેતા. તેમના દર્શન કરવા આ લોકો સુરત પણ જતા. પછી શેઠ ઝવેરચંદના જમાઈ તથા તેમની દીકરી મણિબહેન મુંબઈથી કૃપાળુદેવનો સમાગમ કરીને શેઠને મળવા કાવિઠે આવ્યા ત્યારે તેમણે કૃપાળુદેવ સંબંધીની બધી વાત કરી કે આ કાળમાં કેવળી જેવા પુરુષ મુંબઈમાં એક નાની ઉંમરના છે. તે વાત સાંભળી શેઠ તથા ઘોરી ભગતને ઘણું આશ્ચર્ય લાગ્યું કે આ કાળમાં આવું તે વળી હોય? પણ જ્યારે સંવત્ ૧૯૫રમાં કૃપાળુદેવનો પ્રત્યક્ષ સમાગમ કાવિઠામાં તેમને થયો ત્યારે સારું લાગ્યું.
પરમકૃપાળુદેવ કાવિઠામાં પધારી જીવોનું કરેલ કલ્યાણ આ સમાગમનું મૂળ કારણ ઝવેરચંદ ભગવાનદાસના દીકરી મણિબહેન તથા તેમના જમાઈ હતા.