________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૪૦ તેમણે કૃપાળુદેવને કહ્યું કે ચરોતરમાં ઘણા લોકો ઘર્મ પામે તેવા છે. તેથી નિવૃત્તિ અર્થે સંવત્ ૧૯૫૨ની સાલમાં પરમકૃપાળુદેવ કાવિઠે પધાર્યા હતા. તે વખતે કાવિઠામાં નીચે
દર્શાવેલ જગ્યાઓ ઉપર તેઓશ્રી અવારનવાર બિરાજતા. વીજળીને વડે દિવસે કૃપાળુદેવ બેસતા, ત્યાં બીજા ગામના લોકો પણ બોઘ સાંભળવા જતા.
બળાનપીર અને ઘોડાકોઠી આગળ પણ કૃપાળુદેવ બેસતા. દિવસે માળીકૂવે, જીવાભાઈ કાળીદાસના ખેતરમાં ચરા આગળ આંબા નીચે બેસતા. ચરામાં ભઈડવા ખેતર આગળ કૂવાની રેતીના ઢગલા ઉપર બેસતા. જીવાભાઈ ખોજાભાઈના ખેતર આગળ બેસતા. મનોરદા બાવાના લીંડીકુઈના ક્યારડા આગળ આંબા પાસે બેસતા. બ્રાહ્મણના ચાંલયા ખેતર આગળ આંબા નીચે બેસતા.
બારેયાએ છત્રી ઘરી તેના બદલામાં તેનું કરેલ કલ્યાણ ચિત્ર નંબર ૧ સં.૧૯૫૪ના ભાદરવા મહિનામાં કૃપાળુદેવ વાંજીઆના નાકે ધ્યાનમાં બેઠા હતા, તે વખતે વાલો નામે એક બારૈયો ખેતરમાં જતો હતો. તેણે તે પુરુષને દેખીને તેમના માથા ઉપર છત્રી ઘરી. તેનું કારણ તે વખતે વરસાદના છાંટા પડતા હતા. તે જોઈ સ્વાભાવિક તેને પ્રેમ ઊપજવાથી છત્રી ઘરી હતી. કૃપાળુદેવે તે બારૈયાને પૂછ્યું: તમે કેમ અમારી ઉપર છત્રી ઘરી? બારૈયો બોલ્યોઃ તમે તો અમારા શેઠના મહેમાન કહેવાઓ. મારે શેઠની જોડે લેણ-દેણનો સંબંઘ છે, એટલે તે શેઠના મહેમાન તે અમારા પણ મહેમાન કહેવાઓ. એટલે મેં સ્વાભાવિક છત્રી ઘરી છે. ત્યારે કૃપાળુદેવે કહ્યું તમોએ અમારી ઉપર પ્રેમ લાવીને છત્રી ઘરી તેથી અમો પણ તમોને કંઈ કહીએ છીએ, તે તમો જિંદગી સુધી પાળશો તો ઘણો લાભ થશે. બારૈયો બોલ્યો : બાપજી, તમો કહો. હું જિંદગી સુઘી પાળીશ. ત્યારે કૃપાળુદેવ બોલ્યા: તમો કોઈ જીવની હિંસા કરશો નહીં. જાણી જોઈને સાપ, વીંછી, જૂ, માંકણ, કીડી આદિ કોઈ જીવને મારશો નહીં તો તમો સુખી થશો. તે બારૈયો બોલ્યો : બાપજી, હું કોઈ જીવને જાણી જોઈને હવે નહીં મારું અને મારા છોકરાને પણ હું કહેતો જઈશ જેથી તે પણ નહીં મારે. તે બારૈયાએ આખી જિંદગી આ વ્રત પાળ્યું અને પોતાના છોકરાને પણ આ વાત કહી. આના ફળમાં તેઓ સુખી થયા અને પોતે શેઠના દેવામાંથી મુક્ત થઈ ગયો અને વળી ઊલટા શેઠને ત્યાં રૂ.૨૦૦૦/- તે બારૈયાના જમા રહ્યા. એવો મહિમા અહિંસા ઘર્મનો છે. તે બારૈયો આખી જિંદગી સુધી કૃપાળુદેવના ગુણ ગાતો અને બીજાઓને પણ કહેતો કે શેઠના મહેમાનના કહેવાથી હું ઘણો સુખી થયો છું.
કૃપાળુ દેવની કૃપાએ આચરણ સુઘરવાથી ચોરોમાંથી નામ રદ તે બારૈયાનું નામ સરકારના ચોપડામાં ચોરોમાં દાખલ કર્યું હતું. તેથી તેને દરરોજ સાંજે ચોરામાં હાજરી આપવા દોઢ ગાઉ ખેતરમાંથી આવવું પડતું હતું. પણ તેની હવે સારી ચાલ ચલગતથી ગામના પાંચ આગેવાનોએ જઈને તેનું નામ હાજરીમાંથી કમી કરાવ્યું હતું. તે પ્રભાવને લીધે તે કૃપાળુદેવના બહુ જ ગુણગ્રામ કરતો હતો.
શ્રીમદ્જી ખુલ્લા ડીલે ધ્યાનમાં અને મચ્છરો તેમના ડીલ ઉપર ચિત્ર નંબર ૨ ઝવેરશેઠે કૃપાળુદેવની તહેનાત માટે એક માણસ રાખેલ હતો. જે કૃપાળુદેવ મેડી ઉપર ઊતરેલા તે મેડીની નીચે ઓટલી ઉપર સૂઈ રહેતો. ક્યારેક તે રાત્રિમાં જોતો તો શ્રીમદ્જી મેડી પર હોય નહીં એટલે