________________
શ્રીમદ્ અને સોમચંદ
ગયા હતા. અમે બન્ને જણ નગરશેઠને વંડે ગયા. ત્યાં બાલજીભાઈએ અમને બોલાવી પૂછ્યું કે કેમ આવવું થયું છે? અમે મકાન વિષેની વાત કરી. તે વખતે રા.રા.શ્રી જેસંગભાઈ શેઠ તથા મોટા શેઠ મયાભાઈ શેઠ પણ હાજર હતા. તેમણે પૂછ્યું કે શું છે બાલજીભાઈ? ત્યારે બાલજીભાઈએ જણાવ્યું કે કાલ સવારે શતાવધાની શ્રી રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) અમદાવાદ પઘારવાના છે, તેઓને બે-ત્રણ દિવસ હઠીભાઈની વાડીનો મેડો જોઈએ છે, તે ખાલી છે. તે માટે આ બે ભાઈઓ આવ્યા છે.
૩૧૫
તરત જ મોટા શેઠ મયાભાઈ શેઠે જેસંગભાઈશેઠને જણાવ્યું કે ચિઠ્ઠી લખી આપો. જેથી તેમને બધી સગવડ મળે. શેઠશ્રી જેસંગભાઈએ તરત જ ચિઠ્ઠી લખી આપી. તે લઈ અમે પૂ.પોપટભાઈ પાસે ગયા. ભાઈશ્રીએ ચિઠ્ઠી મને આપી અને ત્યાં જઈ સાફસૂફી કરી જે જોઈએ તે સરસામાન ભેગો કરવા જણાવ્યું. હું તથા નગીનભાઈ બન્ને જણાએ જઈને પહેરાવાળાને ચિઠ્ઠી આપી અને તરત જ મેડો ઉઘાડી આપ્યો. અમે ખાટલો, ગોદડાં, પાણીના વાસણ વગેરે બધું ગોઠવી દીધું.
આ કોઈ મહાત્મા છે, જુઓ તેમની ચાલ
સવારમાં સ્ટેશન ઉપર ગયા. મુંબઈની મેલગાડી આવી. તરત જ સેકન્ડ ક્લાસમાંથી કાઠિયાવાડી પોશાકમાં શ્રી પરમકૃપાળુદેવ બહાર પધાર્યા. થોડું ચાલ્યા ત્યાં તો કોઈ યુરોપિયન મોટા હોદ્દાવાળા જેવા લાગતા સાહેબ અને તેમની સાથે એક ભાઈ હતા. તેમને તેઓએ જણાવ્યું કે, “આ કોઈ મહાત્મા છે, જુઓ તેમની ચાલ, જરૂર મહાપુરુષ છે.''
૫૨મકૃપાળુદેવ હઠીભાઈની વાડીએ પધાર્યા
અમે બધા પછી ઝાંપેથી બહાર નીકળ્યા. ત્યાંથી ગાડીમાં શ્રી પરમકૃપાળુદેવ, શ્રી પોપટલાલભાઈ, શ્રી અંબાલાલભાઈ તથા શ્રી ગુલાબચંદ, નગીનદાસની પેઢીવાળા શ્રી મંગળદાસભાઈ એમ ચાર જણા હઠીભાઈની વાડીએ પધાર્યા. હું, શ્રી નગીનભાઈ તથા શ્રી ઉગરીબહેન ગાડીમાં છીપાપોલથી સરસામાન લઈ હઠીભાઈની વાડીએ ગયા. ગાડીમાંથી ઊતરી ઉપર જઈ શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરી બહાર બેઠા. શ્રી પોપટભાઈએ તથા શ્રી પુંજાભાઈએ પરમકૃપાળુદેવ માટે જમવા વગેરેની સગવડ કરી હતી તે પ્રમાણે જમાડ્યા.
અમે બી વાવીએ છીએ, તેને ખોતરશો નહીં
હું બપોરે ઘેર ગયો. સાંજે પાંચ વાગે વાડીએ પાછો આવ્યો ત્યારે શ્રી પરમકૃપાળુદેવ, બીજા ભાઈઓ, તથા શ્રી નગીનભાઈ વગેરે શાહીબાગ ભણી ફરવા ગયા હતા. ત્યાં શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે અમે બી વાવીએ છીએ તે ઊગી નીકળશે. તેને ખોતરશો નહીં. પોતે તથા બઘા ભાઈઓ ફરીને પાછા પધાર્યા. તે વખતે હું ઓટલા ઉપર બેઠો હતો. જોતાં જ ઊભો થઈ ગયો. હાથ જોડી નમસ્કાર કર્યા. તે વખતે દિવસ-સૂર્ય આથમ્યો ન હતો. પોતે ઉપર પઘાર્યા તે સમયે દેવસાના પાડામાં રહેતા શ્રી પોપટભાઈ ઠાભાઈ તથા લાલઢબુવાળા મોહનલાલભાઈ અને બીજા કેટલાંક ભાઈઓ ત્યાં આવ્યા હતા. શ્રી પરમકૃપાળુદેવને નગરશેઠને ત્યાં પધારવાની વિનંતી કરી. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું કે શું કરીએ, આ લૂગડાં નડે છે, શરીર નબળું છે વગેરે સ્પષ્ટતા કરી. આથી બે ભાઈઓ સંતોષ પામી ચાલ્યા ગયા.