________________
૩૧૬
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો આખી રાત પરમકૃપાળુ દેવનું સ્મરણ રહ્યું રાત પડી. આજની રાત આપણે અહીં જ રહીશું. પણ શ્રી નગીનભાઈએ જણાવ્યું કે
ઘેર ઘણો ક્લેશ થશે, તેથી ઘેર જવું ઠીક છે. મેં તેમનું કહેવું માન્યું નહીં. શ્રી ઠાકરશીભાઈ લહેરાભાઈ લીમડીવાળા મળ્યા, તેઓએ પણ ઘેર જવાની સલાહ આપી. એટલે રાત્રે નવ વાગે જેમ કોઈ પરાણે ઘેર ખેંચી જતા હોય તે માફક ઘેર ગયો. રાત આખી પરમકૃપાળુદેવના સ્મરણમાં પૂરી થઈ.
પરમકૃપાળુદેવનો આખી રાત સતત બોઘ ચાલ્યો સવારે પાંચ વાગતાં મેં શ્રી નગીનભાઈને ઈશારો કરતાં તેઓ નીચે આવ્યા અને અમે બન્ને એકઠા થયા. મારા પિતાજીના ભયથી અમે અવળો રસ્તો લીધો. સીઘા જઈએ અને અમારી પાછળ આવે તો અમને પાછા લઈ જાય. તે ભયે અમે ડહેલામાં થઈને ગયા. પ્રાતઃ કાળે હઠીભાઈની વાડીએ આવી પહોંચ્યા. પાણી ગાળવા, લોટા વગેરે માંજવાનું કામ કરવા જતો હતો ત્યાં જ શ્રી કુંવરજીભાઈ આવ્યા અને જણાવ્યું કે હમણાં રહેવા દો, થોડા વખત પછી કરજો. મેં કહ્યું કે કેમ ભાઈ, વહાણું (પ્રભાત) તો વાવા આવ્યું છે. તેમણે જણાવ્યું કે કૃપાળુદેવ હમણાં જ સૂઈ ગયા છે, અત્યાર સુધી સતતુ બોઘ ચાલતો હતો. આ જાણીને મને તો એવી અરેરાટી પેદા થઈ કે મેં મારો આવો અમૂલ્ય અવસર ગુમાવ્યો. હવે એ અવસર પાછો ક્યાંથી આવે એમ અંતઃકરણમાં ઘણો ખેદ થયો. તે જ વખતે શ્રી પોપટભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું કે સોમાભાઈ, તું રાત્રે ક્યાં હતો? તને તો પરમકૃપાળુદેવે સંભાર્યો હતો. તે વખતે આ અમૂલ્ય અવસર ગુમાવ્યાનો મને ઘણો જ ખેદ થયો.
પરમકૃપાળુદેવને એકલા મળવાની પ્રબળ ઇચ્છા થોડીવારમાં શ્રી સોભાગભાઈના પત્ની તથા તેમના દીકરા શ્રી મણિભાઈ બન્ને જણા પરમકૃપાળુદેવ જ્યાં બિરાજ્યા હતા ત્યાં આવ્યા. નમસ્કાર કરીને તેમની સમીપ બેઠા. શ્રી મણિભાઈને મણિ કહી સંબોઘતા હતા. હવે કેમ છે? ઠીક છે ને? તે હું બારણામાંથી સાંભળતો હતો. પહેલેથી મારી એક ઇચ્છા પ્રબળ હતી કે શ્રી પરમકૃપાળુદેવને હું એકલો મળું. પણ શી રીતે મળી શકાય? એમ વિચાર્યા કરતો હતો. તેવામાં શ્રી મણિભાઈ અને તેમના માતુશ્રી બન્ને બહાર નીકળ્યા, તેવો જ હું અંદર પેસી ગયો.
મુમુક્ષુએ સાત વ્યસનનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તેઓશ્રીની નજીક જઈને સવિનય નમસ્કાર કરી હાથ જોડી મેં વિનંતી કરી. ત્યારે પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે સાત વ્યસન જરૂર ત્યાગ કરવા જોઈએ. તેમાં ઉત્તમ કુળને લીધે પાંચ વ્યસનનો ત્યાગ તો સહેજે પળાય છે, પણ પરસ્ત્રી અને ચોરી એ બે વ્યસન ત્યાગવા કઠણ છે. ઉપયોગ રાખે જરૂર ત્યાગ થઈ શકે છે.
પછી મારી ભૂલ મેં પરમકૃપાળુદેવ સમક્ષ નિવેદન કરી, ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે અમુક તારીખે અમુક માસ સુધી એકાસણા કરવા અને શ્રી પોપટભાઈ જણાવે તેમ વર્તવું. પછી હું શ્રી પરમકૃપાળુદેવને રડતાં ચક્ષુએ સાષ્ટાંગ નમસ્કાર કરી બહાર નીકળ્યો, અને ત્યાંના કામકાજમાં લાગી ગયો. તે દિવસે સાંજે ચાર વાગ્યાની ગાડીમાં શ્રી પરમકૃપાળુદેવ વિરમગામ પઘારવાના હતા એવી ખબર મળી. ત્યારે હું ઘેર જમવા ગયો હતો. પાછો અઢી વાગે સીઘો હઠીભાઈની વાડીએ પહોંચી ગયો. શ્રી પરમકૃપાળુદેવ, શ્રી