________________
શ્રીમદ્ અને સોમચંદ
પોપટભાઈ વગેરે મુરબ્બીઓ સ્ટેશને પહોંચી ગયા હતા. તે જાણી તુરત જ હું સ્ટેશને ગયો. ટ્રેન આવી ગઈ હતી. પરમકૃપાળુદેવ સેકન્ડ ક્લાસમાં બિરાજ્યા હતા. તેમને સવિનય નમસ્કાર કરી બધા ભાઈઓની જોડે ઊભો રહ્યો. પરમકૃપાળુદેવે મને બોલાવી કહ્યું કે “પોપટભાઈ કહે તેમ કરજો.’’
૩૧૭
કૃપાળુદેવને સાષ્ટાંગ નમસ્કાર કરી સુખશાતા પૂછી
શ્રી પોપટભાઈનો રોજ સમાગમ થતો હતો. તેવા વખતમાં શ્રી પોપટભાઈ તથા શ્રી પુંજાભાઈ બન્ને વઢવાણ કેમ્પ લીમડી દરબારને ઉતારે શ્રી પરમકૃપાળુદેવ હતા ત્યાં ગયા. હું તથા શ્રી નગીનભાઈ પણ વઢવાણ ગયા. ત્યાં શ્રી પોપટભાઈ, શ્રી પુંજાભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી ઉગરીબહેન વગેરે પરમકૃપાળુદેવની સેવામાં હાજર હતા. અમે રાત્રે અગિયાર વાગ્યે ઉતારે પહોંચ્યા. ત્યારે શ્રી પોપટભાઈએ શ્રી છગનકાકાને જણાવ્યું કે આ બે ભાઈઓને શ્રી પરમકૃપાળુદેવના દર્શન કરાવો. અમે બન્ને તેમની પાછળ કૃપાળુદેવ જે ઓરડામાં બિરાજ્યા હતા ત્યાં ગયા. કૃપાળુદેવ એક આસન ઉપર બિરાજ્યા હતા. ત્યાં અમો સાષ્ટાંગ નમસ્કાર કરી સુખશાતા પૂછી તેઓશ્રીની નજીક બેઠા.
ત્યારે કૃપાળુદેવે પૂછ્યું—તમને આ શરીર કેમ લાગે છે?
મેં કહ્યું—બહુ નરમ.
કૃપાળુદેવે પૂછ્યું—અમદાવાદ હતું તેવું? મેં કહ્યું—તેથીયે વધુ નરમ લાગે છે.
કૃપાળુદેવે પૂછ્યું—વનમાલીભાઈ જેવું તો નહીં ને?
મેં કહ્યું—સાહેબ, મને તો તેથીય નરમ લાગે છે.
પછી અમારી પાસે મોક્ષમાળાનું પદ ‘શુભ શીતળતામય છાંય રહી’ બોલાવ્યું. એ રીતે થોડો વખત વિનયભક્તિ કરી. પછી પોતે જણાવ્યું કે પાંચ નવકારવાળી ગણીને પોપટભાઈ પાસે સૂઈ રહો.
આ શરીર વજ્રઋષભનારાચ સંઘયણ છે, તેથી ગભરાવું નહીં
સવારે વહેલો ઊઠીને તેઓશ્રીના દર્શને હૉલમાં ગયો. ત્યારે પોતે મને જણાવ્યું કે સૂતા સૂતા ઘોતિયું પહેરાવીશ? મેં કહ્યું—હાજી. પોતે એક શેત્રંજી ઉપર સૂતેલા હતા. મેં તેઓશ્રીને તે જ સ્થિતિમાં ઘોતિયું પહેરાવ્યું. તે પછી અમે નાહીધોઈ પરવારી તેઓશ્રીની સેવામાં દાખલ થઈ ગયા. તાપ ઘણો હતો જેથી હું પંખા નાખતો હતો તથા શરીર પંપાળતો હતો. મને જણાવ્યું કે ખૂબ ભાર દઈને દબાવો. મારા મનમાં એમ થાય કે આવી માંદગીનું શરીર તેથી ઘીમે ઘીમે પંપાળીએ. પરંતુ તેવા શરીર ઉપર ચઢીને દબાવવાની પોતે મને આજ્ઞા કરી, અને જણાવ્યું કે આ શરીર વજઋષભનારાચ સંઘયણ છે, તેથી તમારે ગભરાવું નહીં. તેમ સેવા કરતાં કરતાં અમુક ટાઈમ થયો. પછી પોતે શ્રી છગનકાકાને બોલાવીને કહ્યું કે આમને જમવા બેસાડી દો. પછી અમે બઘા ભાઈઓ સાથે જમવા બેસી ગયા.
ભાઈ તમને સુખ થાય તેમ કરો
એક સમયે બધા ભાઈઓ તથા કુટુંબ આદિ બઘા કૃપાળુદેવના રૂમમાં બેઠા હતા. ત્યારે પરમકૃપાળુદેવે માતુશ્રીને ઉદ્દેશીને કહ્યું કે—‘મા, આજે રાત્રે દેવદુંદુભિના નાદ થતા હતા, અને બે દેવો મારી પાસે આવ્યા