________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૧૮
હતા–એક શ્રી સોભાગભાઈ અને બીજા શ્રી ડુંગરશીભાઈ ગોશાળીયા હતા. તેઓ અમને સંસારત્યાગ કરવાનું જણાવતા હતા કે તમો સંસારત્યાગ કરો છો કે નહીં? નહીં તો અમે
તમોને હેરાન હેરાન કરી નાખીશું. ત્યારે સોભાગભાઈ એમ બોલ્યા કે આપણા પરમ ઉપકારી છે માટે તેમને એવું કહેવાય નહીં, માટે મા, કેમ કરીએ? ત્યારે માતાજીએ જણાવ્યું કે ભાઈ, તમને સુખ થાય તેમ કરો.
મહાપુરુષના મળમાં પણ મહાન સુગંધ એક દિવસ વઢવાણ કેમ્પમાં બપોરે ત્રણના સુમારે કૃપાળુદેવના હૉલમાં ગયો અને સેવાચાકરી કરતો હતો. તેવામાં પોતે જણાવ્યું કે સંડાસ જવું છે. તેથી મેં ટબ વગેરે ગોઠવી દીધું. પોતે બેઠા અને હું બાજુમાં ઊભો હતો. સંડાસથી પરવારી પોતે ખુરશીમાં બેઠા. પછી તે ટબ મેં લીધું. ઝાડો પાતળો પણ તેમાંથી ઘણી જ સુગંઘ આવતી હતી. મને ભ્રાંતિ થઈ કે જરૂર કોઈ ઊંચા પ્રકારના અત્તરની બાટલી પડી લાગે છે. અને તેથી આટલી બધી સુગંઘ મહેંકે છે. પાઠવવાની જગ્યાએ મેં ટબ પાઠવ્યું તો પણ ત્યાં ચારે બાજુથી સારી એવી સુગંધી આવતી હતી. તે વાત મેં પરમકૃપાળુદેવને કરી તથા ભાઈશ્રીને કરી. શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેમ જ છે.
તમારે તો પોપટભાઈ પરમ આઘાર છે આમ બે-ત્રણ દિવસ રહી ત્યાંથી નીકળતી વખતે અમે શ્રી પરમકૃપાળુદેવને નમસ્કાર કરી રજા માંગી. અમારાથી સહેજ એમ સરલભાવે બોલાયું કે સાહેબ, અમને કાંઈ આધાર? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારે તો પોપટભાઈ પરમ આઘાર છે, મોક્ષમાર્ગ ચઢવાને વરેડારૂપ છે. પછી તેઓશ્રીને સાષ્ટાંગ નમસ્કાર કરી, ચરણ-શરણ લઈ બન્ને ભાઈ (હું અને નગીનભાઈ) ત્યાંથી નીકળી અમદાવાદ આવ્યા. થોડા દિવસ પછી પોપટભાઈ તથા પૂંજાભાઈ અમદાવાદ પધાર્યા, તેમનો સમાગમ દરરોજ કરતા.
પરમકૃપાળુદેવ આગાખાનના બંગલે પધાર્યા એકદા શ્રી પરમકૃપાળુદેવ સં.૧૯૫૭ના કાર્તિક વદી ૩-૪ના રોજ અમદાવાદ પઘારશે એમ વઢવાણ કેમ્પથી તાર આવ્યો. તુરત જ શ્રી પોપટભાઈના કહેવાથી હું તથા શ્રી પુંજાભાઈ અત્રે રાયપુર ભાઉની પોળમાં એકભાઈને મળવા ગયા. એલિસ બ્રિીજ રોડ નદી તટ ઉપર આગાખાનનો બંગલો ખાલી છે અને તે ભાઈ ભાડે આપે છે એમ જાણ્યું. તેથી તેમને મળી નદી તટ ઉપરના આ બંગલાનો મેડો તથા નીચેનો ભાગ ભાડે રાખી લીધો. અને જોઈતો સરસામાન પહોંચાડી દીઘો. વદી ૩-૪ના દિવસે સવારમાં આવતી ગાડીમાં પરમકૃપાળુદેવ પઘાર્યા અને સ્ટેશનથી બારોબાર આગાખાનના બંગલે પઘાર્યા.
પરમકૃપાળુદેવના ચરણતળે કીનખાબના રેજા પાથર્યા ચિત્ર નંબર ૧ પૂ.શ્રી પોપટલાલભાઈએ શેઠ પૂંજાભાઈ હીરાચંદની દુકાનેથી કીનખાબના રેજાની ગાંસડી મંગાવી તે તાકાના રેજા બંગલાના ઝાંપેથી માંડી પગથિયા તથા સીડી ઉપર હૉલ સુધી પાથરી દીઘા, તેના ઉપર શ્રી પરમકૃપાળુદેવ ચરણકમળ મૂતાં સૂતાં ઉપર પહોંચી બિરાજ્યા. તે દિવસે પૂ.ઉગરીબહેન સાંજે પાંચ વાગ્યા સુધી બંગલેથી ઘેર ગયા નહીં. તે બીના કૃપાળુદેવે જાણી એટલે ઉગરીબહેનને શિખામણ આપી ઘેર વિદાય કર્યા. ત્યાં જોઈતી ચીજવસ્તુ લાવવાનું કામ મને સોંપાયું હતું તેથી દરરોજ સવારે જોઈતી