________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૧૪ જળકાયના જીવોને દુ:ખ ન થાય તેની કાળજી સાડા અગિયાર વાગ્યા શ્રી પોપટભાઈએ જમવાનું આમંત્રણ કર્યું. પોતે ઊઠીને
ચોકડી પાસે ઊભા. હું પોતે પાણીવતી કૃપાળુદેવના હાથ ઘોવરાવતો હતો. તે વખતે જાણે અપકાયના જીવને કોઈ પ્રકારે દુઃખ ન થાય તેમ યત્નાપૂર્વક હાથ ઘોતા હતા. જાણે પાણી હાથને અડે છે કે નહીં? હું બરાબર જોઈ રહ્યો હતો. શ્રી પોપટભાઈને બતાવ્યું. તેઓ પણ આશ્ચર્ય પામ્યા.
થોડો વખત છે, ચેતો ઘના સુથારની પોળના રહીશ ગોપાળદાસ પણ ત્યાં હાજર હતા. ગોપાળદાસને ઉદ્દેશીને પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ ગોપાળદાસ? ગોપાળદાસે કહ્યું–હા, સાહેબ. . પરમકૃપાળુદેવે કહ્યું–હવે શું કરો છો? થોડો વખત છે, ચેતો. પછી હું ઘેર ગયો.
ફેરી ફરતાં પરમકૃપાળુદેવનું જ સ્મરણ ચાલ્યા કર્યું ત્યાંથી મારા પિતાશ્રીની સાથે ગાંસડી લઈ ફેરી કરવા ગયો. પિતાજીની સાથે ફરી ફરતાં ફરતાં પણ મને તો પરમકૃપાળુદેવનું જ સ્મરણ ચાલ્યા કરતું હતું. બે કલાક ફેરી ફર્યા પછી પિતાજીની સાથે ઘેર આવ્યો. ગાંસડી પોટલાં મૂકી મારી બા વગેરેને જણાવીને હું તો નગરશેઠના બંગલે ગયો. ત્યાં તે સમયે પૂ.ઉગરીબહેન તથા બે ભાઈઓ હતા. મેં ઉગરીબહેનને જણાવ્યું કે બહેન, કૃપાળુદેવ ક્યાં પધાર્યા છે? કહો, તો ત્યાં જઈ પહોંચે. બહેને કહ્યું કે આજ્ઞા નથી, જેથી ત્યાં બેસી રહ્યો. .
શ્રી પરમકૃપાળુદેવ ક્યારનાય પહોંચી ગયા ચાર વાગ્યા પછી શ્રી લલ્લુજીસ્વામી, શ્રી દેવકરણજી, શ્રી લક્ષ્મીચંદજી, શ્રી ચતુરલાલજી, શ્રી નરસિંહરખજી, શ્રી મોહનલાલજી વગેરે મુનિરાજો દિલ્લી દરવાજેથી શ્રી માણેકલાલ અમૃતલાલના બંગલે (ઉતારે) જતા હતા. રસ્તામાં તેઓના દર્શન કર્યા અને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે હમણાં પરમકૃપાળુદેવ આવશે. તે પછી થોડે વખતે સીગરામ ગાડી આવી તેમાંથી શ્રી પરમકૃપાળુદેવ, શ્રી અંબાલાલભાઈ, શ્રી પોપટલાલભાઈ તથા શ્રી કુંવરજીભાઈ ઊતર્યા. મેં એમના દર્શન કર્યા. તેઓશ્રી બારીમાં થઈ પગથિયા ચઢતા હતા અને હું બરાબર તેઓશ્રીની પાછળ ચાલતો હતો. મેં ઊંચું જોયું તો શ્રી કૃપાળુદેવ ક્યારના ત્યાં પહોંચીને બેઠેલા અને હું તો હજી પગથિયામાં જ હતો. મને આશ્ચર્ય થયું.
કાલે સવારે શતાવઘાની શ્રીમદ્ રાજચંદ્ર અમદાવાદ પઘારવાના છે એકવાર ઘરમપુરથી શ્રી રણછોડભાઈનો શ્રી પુંજાભાઈ હીરાચંદ ઉપર તાર આવ્યો કે કાલે સવારે પરમકૃપાળુદેવ અમદાવાદ પઘારશે. હું ત્યાં હતો. ભાઈ શ્રી પોપટલાલભાઈએ મને જણાવ્યું કે કોઈ બંગલો દિલ્લી દરવાજા બહાર તપાસ કરી આવો, અને સારો મળતો હોય તો ભાડે રાખી લો. હું નીકળ્યો અને હઠીભાઈની વાડીમાં મકાન શોઘતો હતો ત્યાં તેના પહેરાવાળાએ મને જણાવ્યું કે દરવાજા ઉપરનો મેડો ખાલી છે, તમે શેઠજીને ત્યાં જાઓ, તો મળી શકશે. પછી હું કેમ્પ તથા શાહીબાગ બઘા બંગલાઓ જોઈ આવ્યો પણ બીજો બંદોબસ્ત થયો નહીં. ઉપરની હકીકત મેં ભાઈશ્રીને જણાવી. તેઓએ પૂંજાભાઈને બોલાવી મને તથા પૂંજાભાઈને ઉપરના કામ માટે ઝવેરીવાડ નીશાપોળમાં બાલજીભાઈને ત્યાં મોકલ્યા. બાલજીભાઈ તે વખતે નગરશેઠ મણિભાઈ એકાદ-બે દિવસમાં ગુજરી ગયેલા, તેથી ત્રણ વાગે ત્યાં બેસવા