________________
શ્રીમદ્ અને સોમચંદ
આવો વૈરાગ્ય તો સાધુઓમાં પણ નથી
થોડા સમય પછી શ્રી ત્રિભોવનભાઈ તથા તેમની સાથે અત્રેના રહીશ શ્રી પોપટલાલભાઈ પણ પઘાર્યા. અને હું સમાગમ અર્થે શ્રી નગીનભાઈના ઘેર ગયો. તેમની શાંતિ અને વૈરાગ્યમય દશા જોઈને મને ખરેખર આશ્ચર્ય થયું. અને મનમાં થયું કે આવો વૈરાગ્ય તો સાઘુઓમાં પણ જોવામાં આવતો નથી. પછી શ્રી પોપટભાઈની વ્યવહારકુશળતા તથા પરમકૃપાળુ જ્ઞાની ભગવંતની દશા સંબંઘીની વાતો તથા તેમનો વૈરાગ્ય દ૨૨ોજ અમને વધારે અસરકારક થતો ગયો.
૩૧૩
અમુક વખત પછી એક ભાઈ તરફથી એવા ખબર મળ્યા કે શ્રી પરમકૃપાળુદેવ અમદાવાદ પઘારવાના છે, પણ તેની પાકી ખબર મળી નથી. પછી શ્રી પરમકૃપાળુદેવ જે મેડા ઉપર પથાર્યા હતા ત્યાં શેઠશ્રી જેસીંગભાઈ ઊજમશીને ખબર મળવાથી ત્યાં ગયા હતા.
પરમકૃપાળુદેવના મુખારવિંદ ઉપર પરમ ઉદાસીનભાવ
શ્રી પરમકૃપાળુદેવ હઠીભાઈની વાડી સામે નગરશેઠના બંગલામાં ઊતર્યા છે. તેવા ખબર મળતાં જ હું તથા નકરાભાઈ ત્યાં ગયા. શ્રી નગીનભાઈ તો ત્યાં જ હતા. અમે ત્રણે જણાએ શ્રી કૃપાળુદેવના દર્શનની ભાવના શ્રી પોપટલાલભાઈને જણાવી. તેઓશ્રીએ કોઈ ભાઈ પાસેથી ૨જા મંગાવી અને દર્શન કરવા માટે અમને મેડા ઉપર લઈ ગયા. તે વખતે પરમકૃપાળુદેવ એક ખાટલામાં બિરાજેલ હતા. દર્શન કરીને અમે ત્રણ જણ લાઈનબંધ બે હાથ જોડી સામા ઊભા રહ્યા. તે વખતે તેઓશ્રીની મુદ્રા જાણે સાક્ષાત્ સજીવન પ્રતિમા બિરાજમાન હોય એમ લાગતું હતું. તેમના મુખારવિંદ ઉપર સ્પષ્ટ પરમ ઉદાસીનભાવ હતો. આ પ્રથમ દર્શનના પ્રતાપે મારી અંતરવાસના ઘણી ઉપશમરૂપ થવાનો મને આશ્ચર્યકારક અનુભવ થયો હતો. પછી અમોએ સાષ્ટાંગ નમસ્કાર કરીને વિનયપૂર્વક પૂછ્યું—સાહેબ, અમે શું વાંચીએ ? તેઓશ્રીએ જણાવ્યું કે—શાંતસુધા૨સ, અધ્યાત્મ કલ્પદ્રુમ, બાર ભાવનાઓ વગેરે. જેથી અમે આજ્ઞા મુજબ દ૨૨ોજ વાંચતા હતા. તેમજ દ૨૨ોજ શ્રી પોપટભાઈનો સમાગમ કરતા હતા. તે દહાડે હું ત્યાં ૧૧ થી ૧૨ વાગ્યા સુધી રહ્યો હતો. પરમકૃપાળુદેવ હમણાં ઓરડામાંથી બહાર આવશે અને કોઈ વાતચીત કરશે તેવું જાણવામાં આવતા હું ત્યાં રોકાયો હતો.
તમારા ગુરુ ક્રુગુરુ હતા
તેટલામાં શાંતિસાગરજીના આશ્રિત ગણાતા દસેક ભાઈઓ કંઈ પ્રશ્ન પૂછવા આવ્યા. તેમાંના ભાઈઓએ એમ જણાવ્યું કે—અમે સામાયિક કરતા નથી, પ્રતિક્રમણ કરતા નથી, પૂજા કરતા નથી; કાંઈ કરતા નથી. અને તે મકાનમાં વાંચવાનું કરીએ છીએ. મને સ્મૃતિમાં છે કે તે વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું કે—અમે મધ્યસ્થતાથી કહીએ છીએ કે તમારા ગુરુ કુગુરુ હતા. આ પૂ.શ્રી ચતુરભાઈ પરષોત્તમદાસ તથા બીજા ભાઈઓએ શાંતિથી સાંભળ્યું હતું.
સત્પુરુષના પ્રભાવે મરકી નાબુદ થાય
તે વખતે ઘાંચીની પોળમાં જિનાલયમાં પ્લેગ નિમિત્તે મહોત્સવ ચાલતો હતો. તે નિમિત્તે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેવા સત્પુરુષો ક્યાં છે કે જેમના ચરણકમળ પખાળીને જળનો છંટકાવ થાય તો મરકી નાબૂદ થાય? એમ અમોને શ્રી પોપટલાલભાઈએ જણાવ્યું હતું.