________________
૩૭૭
શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર સૂત્રની ગાથાઓ બોલતા અથવા ધ્યાનમાં રહેતા કે વિચારતા હતા. તે વખતે કોઈની સાથે બોલતા નહીં. બપોરના ત્રણ વાગ્યા પછી બોલતા અને ગામમાં આવ્યા પછી મુદ્દલ બોલતા નહીં. તે વખતે ગામની બહાર ઝાડી ઘણી હતી, અત્યારે એવું કંઈ નથી.
શ્રીમદ્જીએ દૈવી ભાષામાં યોગી સાથે વાત કરી શ્રીમદ્જી સાથે હું એક દિવસે ભૂરા બાવાની ગુફામાં ગયો. તે વખતે એક યોગી ત્યાં રહેતા હતા. શ્રીમદ્જી પથ્થર પર બિરાજ્યા પણ યોગીએ સામું જોયું નહીં. પોણા કલાક પછી તેમના સામું જોયું. પછી શ્રીમદ્જીએ દૈવી ભાષામાં તેમની સાથે કંઈ વાત કરી. ત્યાંથી નીકળ્યા પછી મેં પૂછ્યું ત્યારે તેમણે કહ્યું છોકરાંઓને સમજ પડે તેમ નથી.
દિગંબરી સાધુઓની છત્રી નજીક આવેલ ગુફા મહાકાલેશ્વરની ગુફામાં શ્રીમદ્જી ગયેલા ત્યારે મેં નિરંજન નાથ મોંહે કૈસે મિલોને' એ પદ તેમને બોલી સંભળાવ્યું હતું. મહાકાલેશ્વરની ગુફામાં આજે ઘણો ફેરફાર થયેલ છે. આ ગુફા જ્યાં દિગંબરી સાઘુઓની છત્રી છે તેની નજીકમાં આવેલ છે.
શ્રીમદ્જી ત્રણ વાગે પહાડોમાંથી આવી પાણી પીતા શ્રીમદ્જી સવારે ૧૦ વાગે જમી લેતા. જમીને ઘરની બહાર નીકળી જતા હતા. શ્રી સૌભાગ્યભાઈના ભાણેજ ઠાકરશીભાઈ જેરાભાઈને શ્રીમદ્જીએ કહી રાખેલ તેથી તેઓ ત્રણ વાગે આંબા આગળ પાણી લઈને આવી જતા હતા. શ્રીમજી આ સમયે પહાડોમાંથી આવતા હતા.
આ પુસ્તક વાંચી જવાનું નથી પણ વિચારવાનું છે મને શ્રીમદ્જીએ એક વખત દશ લક્ષણ ઘર્મનું પુસ્તક આપેલું. તેના સાત પાના હતા. તે મેં ઊભા ઊભા વાંચી લીઘા અને તે પુસ્તક પાછું આપ્યું ત્યારે શ્રીમદ્જીએ મને હસતાં કહ્યું–વાંચી લાવ્યા? આ પુસ્તક વાંચી જવાનું નથી પણ વિચારવાનું છે. શ્રીમદ્જીને મેં પહેલી વખત આજે હસતા જોયા.
શ્રીમદ્જી કડકડાટ સૂત્રો બોલે મારા કરતાં વર્ધમાન નામના વકીલ ૧૦ વર્ષ ઉંમરે મોટા હતા. શ્રીમજી કોઈની સાથે વાત કરતા નહીં. કોઈને મળતા નહીં. તેથી વર્ધમાન વકીલ મારી પાસે માહિતી મેળવતા. મેં વર્ધમાન વકીલને કહેલું કે શ્રીમદ્જી તો કડકડાટ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે બોલે છે. તેથી વકીલને સમાગમની ઘણી ઇચ્છા થઈ અને પાછળ પાછળ જવા લાગ્યા. વકીલ શ્રીમદને પ્રશ્ન કરતા પણ તેઓશ્રી કંઈ જવાબ આપતા નહીં. વકીલે જાણ્યું કે મને દશ લક્ષણ ઘર્મનું પુસ્તક આપ્યું છે તેને માટે તેમણે માગણી કરી પણ શ્રીમદ્ જીએ તે આપ્યું નહીં.
ગમે તે કાળે મોહ, માન જાય તો મોક્ષ હથેળીમાં એક દિવસ વકીલે પ્રશ્ન કરેલો કે “આ કાળમાં મોક્ષ હોય?” શ્રીમદ્જીએ જવાબ આપેલો કે “મોહ, માન જાય તો મોક્ષ થાય. ગમે તે કાળે પણ જો આ જાય તો મોક્ષ હથેળીમાં છે.”
જીવ માત્ર ચોવીસે કલાક આહાર લે છે. આ વાત યોગીઓના અનુભવની શ્રીમદ્જી ઘણો થોડો આહાર લેતા. મેં પૂછેલું કે આટલો થોડો આહાર લેવાથી કેમ જીવી શકાય?