________________
૩૭૬
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો WE ની વિચાર કરતા હતા. અને દ્રવ્યસંગ્રહની ગાથાઓ “ મુક્મદ મા રજ્જ” વગેરે બોલતા હતા. - ડૉ. પ્રાણજીવનદાસ શ્રીમદ્જીની સારવારમાં છેવટ સુઘી રહ્યા
એ રીતે શ્રીમદ્ ડૉ. પ્રાણજીવનદાસને ત્યાં ઈડર ત્રણ વખત પઘાર્યા હતા. ત્યારે મને તેઓશ્રીના પરિચયનો લાભ મળ્યો હતો. ડૉ. પ્રાણજીવનદાસે સંવત્ ૧૯૫૬માં ઈડરની સર્વિસ છોડી શ્રીજીની પ્રેરણાથી રંગૂન જઈ ઝવેરાતની પેઢી શરૂ કરી હતી. પછી સંવત્ ૧૯૫૭માં પાછા આવી શ્રીમદ્જીની સારવારમાં છેવટ સુધી રહ્યા હતા.
શ્રીમદ્જીની રમણતા આત્મામાં હું શ્રીમદ્જી સાથે ફરતો પણ તેમની કંઈ ઓળખાણ પડેલી નહીં, છતાં તેઓ ઘણા અભ્યાસી છે એમ થયેલ અને ૧૯૫૫માં મારી ઉંમર સત્તર વર્ષની હતી ત્યારે મને લાગેલ કે શ્રીમદ્જીની રમણતા આત્મામાં છે. તેઓશ્રીએ ગામ દેરાસર સંબંધી માહિતી પૂછી ત્યારે હું તેમને ચિંતામણિ દેરાસરમાં લઈ ગયો. પ્રતિમા સંબંધી મેં પૂછ્યું ત્યારે શ્રીમદ્જીએ ટુંકાણમાં કહ્યું સારી છે.
શ્રીમજી પત્થરની પ્રતિમા સમાન સવા કલાક ધ્યાનમાં ઊભા રહ્યા પછી ગઢ ઉપરના દેરાસરમાં ગયા. દેરાસરમાં ખંડેર જેવા ખાડા હતા. ગભારામાં અંઘારું ઘણું હતું. શ્રીમદ્જી દર્શન કરી ધ્યાન ઘરી ઊભા રહ્યા. મેં ઘારેલું કે થોડીવારમાં તેઓ બેસી જશે કે બહાર નીકળશે, પણ શ્રીમદ્જી તો જાણે પત્થરની પ્રતિમા હોય તેની માફક લગભગ સવા કલાક ઊભા રહ્યા. તેમનો શ્વાસ ચાલે છે કે નહીં તે પણ જોનારને ખબર ન પડે તેવી રીતે ઊભા રહેલ. હું તો થોડીવાર થઈ એટલે થાક લાગવાથી બેસી ગયેલ. આ પછી શ્રીમદ્જીએ કોઈ સારી બેસવા જેવી જગ્યા હોય તે માટે પૂછ્યું ત્યારે હું પાછળના બારણેથી ગુફામાં લઈ ગયો.
શ્રીમદ્જી ધ્યાન કરવા ગુફામાં પઘારતા ગુફામાં જવા માટે રસ્તો હતો નહીં. મોટા પથ્થર કૂદીને જવાનું હતું. શ્રીમદ્જી તો ફુલની માફક કૂદી ગયા. મને થયું કે જરૂર પડ્યે શ્રીમદ્જીમાં હલકું ભારે શરીર કરવાની શક્તિ છે. ગુફામાં પેસતાં ઓટલો છે. શ્રીમદ્જી જ્યારે કાંઈ વાંચવાનું હોય ત્યારે અવારનવાર આ ઓટલા ઉપર બિરાજતા અને ધ્યાન કરવું હોય ત્યારે એક બીજી ગુફા છે ત્યાં પઘારતા હતા. પહેલાં ગુફાનું બારણું મોટું હતું. વાઘ પણ અંદર પેસી જતો. હવે તેનું બારણું નાનું કરેલ છે.
“અબ હમ અમર ભયે ન મરેંગે' એ પદ પાંચવાર ગવડાવ્યું શ્રીમદ્જીએ મને કંઈ પદ ગાવાનું કહ્યું. ત્યારે બીજી ગુફામાં મેં અબ હમ અમર ભયે ન મરેંગે એ પદ ગાયું. આ પદ શ્રીમદ્જીએ મારી પાસે જુદા જુદા પ્રસંગે પાંચ વખત ગવડાવ્યું હતું. સવારે ગઢ ઉપર આવેલા અને બાર વાગ્યા સુધી ત્યાં રહેલ. તેથી મને વિકલ્પ થયો કે મોડું થયું છે અને મારા માતુશ્રી જમવા માટે ફિકર કરતા હશે. તે વિકલ્પ શ્રીમદ્જીને જણાવ્યો ત્યારે તેમણે ઈશારાથી કહ્યું કે કાંઈ ફીકર કરવી નહીં. શ્રીમદ્જી જ્યારે ચાલતા ત્યારે સપાટાબંઘ ચાલતા હતા.
શ્રીમદ્જી ત્રણ વાગ્યા સુઘી બોલતા નહીં શ્રીમદ્જી સવારે બહાર નીકળે ત્યારે શાસ્ત્રની પ્રત સાથે રાખતા તથા સૂયગડાંગ સૂત્ર કે ઉત્તરાધ્યયન