________________
શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર
શ્રીમદ્ શાંતિસ્થળોની શોધમાં હતા અને ઈડરમાં શાંતિનાં ઘણાં સ્થળો હોવાનું ડૉ. પ્રાણજીવનદાસે તેમને જણાવેલું તેથી સંવત્ ૧૯૫૩ના વૈશાખ-જેઠમાં શ્રીમદ્ દશેક દિવસ માટે પ્રથમ ઈડર આવેલા. તે વખતે કિલ્લા ઉપર શાંતિનાથ ભગવાનના દર્શન કરવા ગયેલા અને ભુરાબાવાનું આસન, રણમલની ચોકી, કરનાથ મહાદેવનું સ્થળ, મહાકાળેશ્વરની ગુફા, ચંદનગુફા, ઘનેશ્વરની ટેકરી વગેરે જોવા ગયેલા.
૩૭૫
શ્રીમદ્ભુ એકાંત સ્થળોમાં બેસી વાંચતા-વિચારતા
સંવત્ ૧૯૫૫ના માગસરમાં તેઓશ્રી બીજીવાર પધાર્યા ત્યારે લગભગ દોઢ મહિનો રહ્યા હતા. તે વખતે દિગંબર ભંડારમાંથી ‘દ્રવ્યસંગ્રહ’ની પ્રત તથા ‘દશ યતિ લક્ષણ ધર્મ'ની પ્રત લઈ આવેલા. મધ્યાહ્ને ગઢ ઉપર દેવદર્શન કર્યા બાદ તેઓ દશ યતિ ધર્મ વગેરે અમાઈ ટૂંક રૂઠી રાણીનું માળિયું કહેવાય છે, ત્યાં જઈ એકાંતમાં બેસી વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઊતરતા અને જંગલમાં પથ્થર પર બેસીને ‘ઉત્તરાધ્યયન’, ‘સૂયગડાંગ’, ‘દશવૈકાલિક’ વગેરેના મૂળ સૂત્રોનો મુખપાઠ સ્વાઘ્યાય કરતા. પછી નીચે આવી હાલ જ્યાં ડુંગર પાસે શહેરમાં કુંડ છે, ત્યાં ઇસ્પિતાલ હતી અને પાસે જ ડૉ. પ્રાણજીવનદાસનો બંગલો હતો ત્યાં સાંજે જમતા હતા. જ્યારે ડુંગર ઉપર જવાનું ન હોય ત્યારે બંગલાની પાછળ નજીકમાં ચંદનગુફા છે ત્યાં બેસીને વિચારતા હતા.
શ્રીમદ્ભુના દર્શન સમાગમ અર્થે મુનિઓ ઈડર પધાર્યા
શિયાળામાં તેઓશ્રીની હાજરી દરમ્યાન મુનિશ્રી લલ્લુજી, શ્રી દેવકરણજી, શ્રી મોહનલાલજી, શ્રી લખમીચંદજી વગેરે સાત મુનિઓ અત્રે તેમના દર્શન–સમાગમ અર્થે પધાર્યા હતા અને અઠવાડિયું રોકાયા હતા. શ્રી લલ્લુજી આદિ ત્રણ મુનિઓનો ઉતારો પ્રથમ ઉપાશ્રયમાં અને પછીથી વકીલ વીરચંદ ઉદેચંદને ત્યાં હતો. શ્રી દેવકરણજી આદિ ચાર મુનિઓ પાછળથી આવેલા, તેઓ રામદ્વારામાં ઊતર્યા હતા. પ્રાંતિજના રણછોડલાલ નામે સરકારી નોકરીમાં હતા, તેઓએ મુનિઓના ઉતારાની તજવીજ કરી હતી. આંબા નીચે મુનિઓને શ્રીમદ્ભુનો આગમ ઉપદેશ
મુનિઓને શ્રીમદ્ભુનો મેળાપ સાંજે ચાર વાગ્યે થતો હતો. ઘણી વખત બરવાઈની ટેકરી (ઘંટીયા પહાડ) જતાં રસ્તામાં ઘરા પાસે મોટો આંબો હતો ત્યાં મુનિઓને શ્રીમદ્ભુ આગમના સૂત્રોનો ઉપદેશ આપતા હતા. તથા દ્રવ્યસંગ્રહ આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા ભલામણ કરતા હતા.
ડુંગરો અને ગુફાઓ બતાવવા શ્રીમદ્ભુ સાથે મને મોકલતાં
ડૉ. પ્રાણજીવનદાસને ત્યાં હું પ્રથમથી જતો હતો. તેઓ ડુંગરાઓ તથા ગુફાઓ બતાવવા શ્રીમદ્ભુની સાથે મને મોકલતા હતા. એમ પરિચય થવાથી તેઓ જ્યારે આવે ત્યારે ઘણી વખત સાથે જવાનું બનતું. તેઓશ્રી મારી પાસે સ્તવન વગેરે ગવરાવતા. સંવત્ ૧૯૫૩માં મારી ઉંમર પંદર વર્ષની હતી. મુનિઓને ઉપદેશ કરતા તે મારા સાંભળવામાં આવતો હતો. તે વખતે હિંમતનગર છેલ્લું સ્ટેશન હતું.
ગુફાઓ અને ટેકરીઓ ઉપર બેસી ગાથાઓનો રણકાર
શ્રીમદ્ભુ ત્રીજી વખત ઈડર તે જ સાલના વૈશાખ વદમાં પધાર્યા હતા. તે વખતે અત્રે બાર દિવસ રહેલા ને જાદે જાદે સ્થળે ગુફાઓમાં, ઘંટીયા પથ્થર ઉપરની ટેકરીએ જ્યાં અનુકૂળ પડે ત્યાં જઈ એકાંતમાં