________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૭૮
ત્યારે તેમણે જણાવ્યું કે જીવ માત્ર જમવા બેસે ત્યારે જ આહાર લે છે તેવું નથી; ચોવીસે કલાક આહાર લે છે. આ વાત યોગીઓના અનુભવની છે.
કમાન તૂટવાથી ચાવી ઊતરી જાય તેમ આયુષ્ય કર્મ પૂરું થાય. એક ભીલને મારી નાખવાનો પ્રસંગ બનેલ. ત્યારે મેં શ્રીમદ્જીને પૂછેલું કે શું આનું આયુષ્ય ઓછું થયું હશે? ત્યારે જવાબમાં કહ્યું કે ઘડિયાળની ચાવી ચોવીસ કલાકની આપી હોય પણ કમાન તૂટવાથી ચોવીસ કલાકની ક્રિયા થોડા સમયમાં જ થઈ જાય છે, તેમ આયુષ્યનું પણ છે.
આત્માના પ્રદેશોને લુંછાયને નીકળેલી વાણી અસર કરે મને જાતે અનુભવ છે કે શ્રીમદ્જી બોલતા ત્યારે તેમના વચનોની અદ્ભુત અસર થતી. શ્રીમદ્જીની વાત કરતા મને ઘણો ઉલ્લાસ આવે છે. તેમનો સંકલ્પ કરતાં સટુરુષનો પર્યાય પ્રત્યક્ષ થાય છે.
શ્રીમદ્જીના મુખમાંથી “ભગવાન મહાવીર' નામ ઉચ્ચારણ તે અમૃત સમાન
શ્રીમદ્જી જ્યારે “ભગવાન મહાવીરનું નામ ઉચ્ચારતા ત્યારે ઘણા જ મધુર સ્વરે તે ઉચ્ચારણ કરતા. તે વખતે જાણે તેમની આંખમાંથી અમૃતનો રસ વહેતો હોય તેમ લાગતું.
શ્રીમદ્જીએ કહ્યું-તારે હાથે ઉદ્ધાર થશે. ગઢ ઉપરના દેરાસરથી બહાર નીકળતાં શ્રીમદ્જીએ ત્રણ વખત પીઠ થાબડીને મને કહ્યું કે “તારે હાથે ઉદ્ધાર થશે મારી પાસે કાંઈ પૈસા હતા નહીં તેથી તેમણે શું કહેવાનું હતું તે હું બરાબર સમજેલ નહીં. પણ તે આજે સમજાય છે; કારણ તેઓ પઘારેલા ત્યારે દેરાસરમાં ખાડા હતા, અંદર મોટા ઝાડ ઊગેલ હતા. વાવ આગળ વડ હતો. ત્યાં ઘણી વખત વાઘ બેસી રહેતો. પૂજા કરવા માટે નીચેથી પૂજારી ઉપર જતો ત્યારે વાઘ બેઠેલ હોય તો પૂજારી પૂજા કર્યા વિના નીચે ઊતરી જતો.
મૂળનાયકજી જેમ હતા તેમ જ છે કેટલાંક વર્ષ પછી મને લોકોએ દેરાસર સુધારવા માટે પૈસા આપ્યા અને તે બધું કામ મારા હાથે થયું. આજે ભવ્ય દેરાસર થયેલ છે. બે લાખ ઉપર સુઘી રકમ ખર્ચાઈ ગઈ છે. આ સંબંઘી લેખ દરવાજામાં પેસતાં મૂકેલ છે. દેરાસરની હાલની સ્થિતિ જોઈને મને શ્રીમદ્જીએ કહેલ કે “તારા હાથે ઉદ્ધાર થશે” તેનો અર્થ આજે સ્પષ્ટ સમજાય છે. દેરાસરમાં કંઈક ફેરફાર કરેલ છે. પણ મૂળ નાયકજી જેમ હતા તેમ જ છે. તેમાં કંઈ ફેરફાર કર્યો નથી. કારણ આ બાબત અભિપ્રાય લેવા માટે પાટણવાળા હિંમત વિજયને બઘાએ બોલાવેલા. તેમણે કહેલું કે મૂળ નાયકજીને ફેરવશો નહીં, નહીં તો તીર્થ વિચ્છેદ જશે. તેથી મૂળનાયકજી જેમ હતા તેમ જ છે.
રીંછનો ઉપદ્રવ ભયંકર હોય છે શ્રીમદ્જી સાથે ગઢ ઉપર દેરાસર જતો ત્યારે મને આઘો ઊભો રાખી, જોઈને પછી આવવાનું કહેતા. આ વખતે રીંછનો પણ ઉપદ્રવ હતો.
રીંછનો ઉપદ્રવ ભયંકર હોય છે. તે ઘૂંક ઉડાડે છે. કોઈનું મરણ રીંછથી થયું હોય તો તે બહુ ત્રાસદાયક હોય છે. એક વખત ભૂરા બાવાની ગુફાએ જતાં રણમલની ચોકી આગળ એક રીંછનો પ્રસંગ બનેલો. તે વખતે શ્રીમદ્જીએ મને ઊભો રાખેલ અને રીંછ ગયા પછી આવવાનું જણાવેલ.