________________
૩૭૯
(
શ્રીમદ્ અને હેમચંદભાઈ માસ્તર મોક્ષની ઇચ્છા હોય તો ઘનાદિની લાલચમાં લપટાવું નહીં / મને નાનપણથી મોક્ષની ઇચ્છા હતી. દેવગતિની ઇચ્છા થતી નહીં. એક દિવસે તેમને મેં એ વિષે પૂછેલું ત્યારે તેમણે કહેલું કે દ્રષ્ટાંત તરીકે સમજો કે અમદાવાદ મોક્ષ છે. કોઈને ઈડરથી અમદાવાદ જવું હોય તો ઈડર અને અમદાવાદ વચ્ચેના ગામો રસ્તામાં આવે, પણ જેને અમદાવાદ જવું છે તે વચ્ચેના ગામ ઉપર ધ્યાન આપતો નથી. તેમ મોક્ષે જતાં રિદ્ધિ સિદ્ધિઓ તો આવે પણ તેમાં તે લપટાતો નથી. તેમ કહી મને જણાવ્યું કે–ઘનાદિની લાલચમાં લપટાવું નહીં.
મોક્ષના સુખનું વર્ણન શ્રીમદ્જીએ અભુત કર્યું મોક્ષનું સુખ કેવું હશે? તે બાબત મેં ઘણી વખત તેમને પૂછેલ પણ કંઈ જવાબ મળેલ નહીં. પણ એક દિવસે તે સંબંઘી શ્રીમદ્જીએ બોલવાનું શરૂ કર્યું અને એક ઘારા સવા કલાક તેનું વર્ણન કર્યું. આ સાંભળી મને જે આનંદ થયેલો તેનો વચનમાં ખ્યાલ આપી શકતો નથી, પણ એટલું કહું છું કે આવો આનંદ જિંદગીમાં ફરીથી મેં અનુભવ્યો નથી. આજે પણ જ્યારે આ પ્રસંગની સ્મૃતિ આવે છે ત્યારે આનંદ અનુભવાય છે પણ શબ્દોમાં તે દર્શાવી શકતો નથી.
“ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ' ગુરુ વિના જ્ઞાન હોય નહીં. તે ઉપરથી મને વીતેલી એક હકીકત કહું. મને યોગનો શોખ હતો. તેથી યોગીઓને મળતો. મને દમનો રોગ હતો. તેથી રોગ મટાડવા માટે મેં હઠયોગનો અભ્યાસ કર્યો પણ તે માત્ર સ્વાર્થ માટે. એક વખતે યોગી પાસે સાંભળી ગયો કે સૂર્ય સામે જોવાનું “ત્રાટક” કરવાથી રાત્રે પણ સોયનું નાકું દેખાય તેવું આંખનું તેજ વધે છે. તેથી સૂર્ય સામે જોવાનો પ્રયોગ પોતાની મેળે શરૂ કર્યો. પણ તેનું પરિણામ એ આવ્યું કે આંખે દેખાવાનું સમૂળગું બંઘ થઈ ગયું. ઘણા ડૉક્ટરની સલાહ લીધી પણ કોઈ કંઈ ઉપાય બતાવી શક્યું નહીં. બઘાએ કહ્યું કે આંખમાં કંઈ નથી. થોડા માસ પછી જે યોગી પાસેથી ત્રાટકનું સાંભળેલું તે યોગી ઈડર આવ્યા. તેને બધી હકીક્ત કહી. ત્યારે તેમણે પૂછ્યું કે કેટલા વાગે સૂરજ સામું જોતા હતા? મેં કહ્યું કે મારા મનમાં એમ થયું કે હું તેજ સૂરજ સામે જોઉં જેથી વઘારે તેજ આવે, તેથી હું બપોરે ૧૨ વાગે જોતો હતો. યોગીએ કહ્યું કે તે જ ભૂલ થઈ છે. સૂર્યની સામે સવારે વહેલા જોવું જોઈએ.
મને તે પછી થયું કે અનુભવી ગુરુની મદદ વિના કોઈ પ્રયોગ કરવો નહીં. પછી યોગીએ મને ચંદ્રમા સામું જોવાનું કહ્યું. તે મેં છ મહિના સુધી કર્યું. તેથી એક આંખે દેખાવા લાગ્યું પણ બીજી આંખ સુઘરી નહીં.
શ્રીમદ્જીની આજ્ઞામાં કલ્યાણ માન્યું શ્રીમદ્જીએ મારા હઠયોગની પરીક્ષા પણ કરેલ. તેમની સલાહથી તે હઠયોગમાં જતા અટકી, તેમના કહ્યા પ્રમાણે વર્તવાનો લક્ષ રાખ્યો. શ્રીમદ્જીએ મને “જ્ઞાનાર્ણવ ભણવાની ભલામણ કરી હતી.
શ્રીમદ્જી પાંચ વાગે પહાડમાંથી આવે છે મુનિશ્રી લલ્લુજી (પ્રભુશ્રીજી) ઈડર આવ્યા ત્યારે પહેલા મને મળ્યા, કારણ અપાસરાની ચાવી મારી