________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
પાસે રહેતી હતી તેથી મુનિશ્રીએ શ્રીમદ્ભુ સંબંધી હકીકત પૂછી ત્યારે મેં કહ્યું કે તેમના સંબંધી કોઈને વાત કરવાની ના કહી છે. તેથી મેં ગામમાં પણ કોઈને કંઈ જણાવ્યું નથી. પણ મુનિશ્રીના પ્રેમભર્યા આગ્રહથી મેં શ્રીમદ્ભુને રહેવાનું મકાન દૂરથી દેખાડ્યું અને કહ્યું કે તેઓ બહારથી સાંજે પાંચ વાગે આવે છે. ત્યાં સુધી પહાડમાં જ રહે છે.
૩૮૦
મુનિશ્રી લલ્લુજીએ શ્રીમદ્જીના દર્શન સાથે ઘણા જ નમસ્કાર કર્યા મુનિશ્રીએ તો તેમના દર્શન કરવાની સાથે ઘણા નમસ્કાર કર્યા. મને આ દેખાવ જોઈ ઘણી નવાઈ લાગેલ કે મુનિશ્રી સાધુના વેશમાં અને શ્રીમદ્ભુ ગૃહસ્થ વેશમાં. મેં શ્રીમદ્ભુને આ બાબત પૂછેલ ત્યારે તેમણે જણાવ્યું કે મુનિ ભોળા છે તેથી તેમ કરે છે; પણ નમસ્કાર વિગેરે જે કરે છે તે અમને ગમતુ નથી. મુનિશ્રીને શ્રીમદ્ભુની માહિતી મારી પાસેથી મળતી
મેં મુનિશ્રીને ઉપાશ્રયમાં ઉતારો આપેલો તેનું કારણ તેઓ જૈન હતા. બાકી તો સ્થાનકવાસી સાધુ કેવા હોય તેની પણ મને ખબર ન હતી. ગામમાં એક જ સ્થાનકવાસીનું ઘર હતું. મુનિશ્રી મારી સાથે બહુ વહાલપ રાખતા. કારણ શ્રીમદ્ભુ સંબંધી કાંઈ પણ માહિતી જોઈતી હોય તો તે મારી પાસેથી જ મળે તેમ હતું માટે. મને શ્રીમદ્ભુએ ના પાડેલ માટે ગામમાં કોઈને વાત કરેલ નહીં તેથી તેઓ સંબંધી ગામમાં કોઈ કંઈ જાણતું નહોતું.
‘કક્કા કર સદ્ગુરુનો સંગ, હૃદય કમળમાં લાગે રંગ'
શ્રીમદ્ભુજીએ મુનિશ્રીને પૂછ્યું કે કક્કો તમને યાદ છે? મુનિશ્રી પાસે પુસ્તક હતું નહીં. પણ મારી પાસે તે કાવ્યનું પુસ્તક હતું તેથી મેં લાવી આપ્યું. કક્કા સંબંધી મને એવું માહાત્મ્ય રહી ગયું કે તે સંબંઘી હું ઘણાને પૂછતો. એકવાર બહુ જ્ઞાનની વાત કરતા એવા સાધુને મેં પૂછ્યું કે તમે કક્કો ભણ્યા છો કે નહીં? સાધુને આ વાત સાંભળી કંઈ ખોટું લાગ્યું. પણ પછી જ્યારે મેં તેમને કક્કો વાંચી સંભળાવ્યો ત્યારે તે સમજી ગયા અને તેમનું લક્ષ ફરી ગયું.
શ્રીમદ્ભુએ મુનિઓને ‘દ્રવ્યસંગ્રહ'ના અર્થ સંભળાવ્યા
શ્રીમદ્ભુએ મુનિશ્રીના આવતાં પહેલાં મને ‘દ્રવ્યસંગ્રહ' ભણવા કહેલ. પછી મુનિશ્રી ઈડર આવ્યા ત્યારે તેમને દ્રવ્યસંગ્રહના અર્થ કહી સંભળાવ્યા હતા.
શ્રીમદ્ભુએ જે કહ્યું તે મારે મંત્રરૂપ છે
મેં કહ્યું મન ચાર ગણું ઉછળે છે. ત્યારે તેમણે શ્રી આનંદઘનજીકૃત શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન જણાવી કહ્યું, તેની ઉપર વિચાર કરજો. મેં કહ્યું શું કરવું? તેમણે રસ્તો બતાવ્યો, પ્રયોગો બતાવ્યા અને કહ્યું ઉતાવળ ન કરો, ધીરે ધીરે આનંદ મળશે. શ્રીમદ્ભુએ મને જે કંઈ કહ્યું તે મારે મંત્રરૂપ છે. શ્રીમદ્ભુના વચનો ઠેઠ મોક્ષે પહોંચાડે એવા છે
હું કોઈ મહાત્મા પાસે જતો નથી. મેં શ્રીમદ્ભુની એવી શ્રદ્ધા પકડી છે કે તેઓએ મંત્રરૂપી જે વચનો કહ્યાં છે, તે ઠેઠ મોક્ષે પહોંચાડે તેમ છે. મને લાગતું હતું કે શ્રીમદ્ભુ સિંહ પુરુષ છે. એમના પ્રભાવથી ભાવ ફરી શકતા, સંકલ્પ બદલાઈ જતા. તેમની આંખમાં ચમત્કારીપણું હતુ. શુદ્ધ પરમાણુનો પ્રવાહ નીકળતો. બધાનું મૂળ બ્રહ્મચર્ય અને તેની સાધના માટે શ્રીમદ્ભુ લક્ષ કરાવતા.