________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૧૪
“ઉત્તરાધ્યયનસૂત્ર'ના બત્રીસમાં અધ્યયનની ગાથાઓ પહેલેથી ચોવીસ સુધી બોલી તેનો અર્થ અદ્ભુત અને અનુપમ સમજાવ્યો હતો. પછી અમે ત્યાંથી ઉપાશ્રયમાં આવ્યા. દૂરથી અવળા અક્ષરો ઉકેલી અર્થ બરાબર સમજાવતા હતા
એક પ્રસંગે ફરી ત્યાં ગયા ત્યારે લહેરાભાઈને ‘કર્મગ્રંથ’ વંચાવતા હતા. તેમાં ખૂબી એ હતી કે લહેરાભાઈથી પરમકૃપાળુદેવ ઘણા દૂર હતા અને લહેરાભાઈના હાથમાં પુસ્તક હતું છતાં પોતે તેટલે દૂર રહીને અવળા અક્ષરો ઉકેલી લહેરાભાઈને અર્થ બરાબર સમજાવતા હતા.
ચરામાં પહેલો દિવસ
પરમકૃપાળુદેવની કૃપાએ અદ્ભુત વૈરાગ્યમય વાતાવરણ
વસોથી એક માઈલના અંતર પર આવેલા ચરામાં એક દિવસ પરમકૃપાળુદેવ મુમુક્ષુવર્ગ સહિત પધાર્યા. અમે પણ તેઓશ્રીની સાથે હતા. ત્યાં ગયા પછી ઘોરીભાઈ પાસે “ભરતેશ્વર ભૂપતિ ભયો વૈરાગી''એ સજ્ઝાય ત્રણ વખત ગવરાવી. આનંદઘનજીકૃત ચોવીશીમાંથી ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથનું સ્તવન વારંવાર બોલાવ્યું. તે વખતના અમાપ આનંદનું આલેખન શી રીતે થાય? કારણકે પરમગુરુના યોગબળથી, આવાં વૈરાગ્યવૃદ્ધિ કરનારાં કાવ્યો જ્યારે તેમની સમા ગવરાવવામાં આવતા, ત્યારે ચોપાસ વૈરાગ્યમય વાતાવરણ છવાઈ રહેતું. સ્તવન બોલી રહ્યા પછી ઘોરીભાઈએ પ્રશ્ન કર્યો કે જૈનદર્શન સર્વોત્તમ આપણે માનીએ તે શી રીતે ?
સાચો વૈધ સર્વજ્ઞદેવ બાકીના પાંચ
વૈદ્યો
પ્રત્યુત્તરમાં કૃપાળુદેવે જાાવ્યું કે— વૈદ્યો છે, તેમાં એક ધન્વંતરી નામે સાચો વૈદ્ય છે, તે સત્ય નિદાન અને ચિકિત્સા કરી, દરદીને દરદથી મુક્ત કરે છે. આથી જગતમાં પ્રત્યેક સ્થળે તેની ખ્યાતિ પ્રસરી, તે જોઈ પાંચ ફુટ (માયાવી) વૈદ્યો પણ પોતે પોતાની દુકાનો ખોલી, ઘંઘો ચલાવ્યો અને લોકોને સસ્તી દવા મળવાથી તેના તરફ વળ્યા, તેમાં સાચા વૈધની દવા જેટલા અંશે દરદીને આપે, તેટલા અંશે દરદીને લાભ થાય. પણ પોતાની કાલ્પનિક દવાનો દરદી ઉપર ઉપયોગ કરે ત્યારે રોગની વૃદ્ધિ થાય. એમ કહી તેનો ઉપનય દ્દર્શન ઉપર લીઘો કે સાચો વૈદ્ય તે સર્વજ્ઞ વીતરાગદેવ છે અને બાકીના પાંચ વૈદ્યો છે તે સાચી દવા તરીકે દવા, બ્રહ્મચર્ય આદિ તેની પાસે છે તે સાચા (વીતરાગ) વૈદ્યની છે, તેથી તેના પ્રમાણમાં દરદીને લાભ થાય છે.
કુદ
સદ્ગુરુ સત્ય સ્વરૂપ સમજાવે, ક્રુગુરુ અવળું સમજાવી દુર્ગતિએ પહોંચાડે
દર્શનનું સત્ય સ્વરૂપ સમજાવનાર સદ્ગુરુ જોઈએ. કુગુરુ હોય તો જીવને અવળું સમજાવે. તે સંબંધી પોતે કહ્યું કે સદ્ગુરુ હોય તે જીવને મોક્ષમાર્ગ પર લાવે, અને કુગુરુ જીવનું જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઘન લૂંટી લઈ દુર્ગતિએ પહોંચાડે છે. તે ઉપર દૃષ્ટાંત :—
સદ્ગુરુ સાચા હોય તો કર્મ અવશ્ય ભાગે
બહાદુર વળાવો લઈ જાન જતી હતી તેને હિજડા ચોર લૂંટારા બની પચ્ચીસનું ટોળું લૂંટવા આવ્યું. ત્યાં તે વળાવે હોંકારો કર્યો કે ‘“અબે સાલે હિજ', ત્યાં તો બધું ટોળું ભાગી ગયું. તેમ સદ્ગુરુ સાચા હોય તો કર્મ ભાગી જાય છે.