________________
૧૧૩
શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી
સંપૂર્ણ, સ્પષ્ટ બાળ જીવો સમજે એવા સરળ અર્થ અને અપૂર્વ રહસ્ય સહિત સમજાવ્યા. તે વખતે બીજા માણસો ઘણા હતા. સર્વ આવી અલૌકિક વાણી સાંભળી પ્રફુલ્લિત થયા હતા.
જ્ઞાની વિના કોઈ કાળે ભૂમિ હોતી નથી. એક વખતે ઉપદેશમાં આવ્યું હતું કે જ્ઞાની વિના કોઈ કાળે ભૂમિ હોતી નથી. અને તે ઉપર પોતાનું દ્રષ્ટાંત દીધું હતું કે જે સાલમાં મહાત્મા ચિદાનંદજીનો દેહાંત થયો એ જ સાલમાં અમારા દેહનો જન્મ થયો છે. એટલે જ્ઞાનીનું પૃથ્વી ઉપર હોવાપણું છે.
મહાવીર ભગવાનનું શાસન સમ્યકત્વના આધારે ચાલશે શ્રી મહાવીર સ્વામીનું શાસન પાંચમા આરાના અંત સુધી ચાલશે તે સત્વને આશ્રયે ચાલશે. આમ એક વખત કહેવામાં આવેલું.
“સુંદર વિલાસ’ અને ‘કર્મગ્રંથ' વિષે પોતાનો અનુભવ જણાવ્યો એક દિવસ પોતે ઉપાશ્રયમાં પઘારેલા તે વખતે બાજોઠ ઉપર “સુંદર વિલાસ’ અને ‘કર્મગ્રંથ' એ બે પુસ્તકો પડેલા હતા. તેના ઉપર કૃપાળુદેવની દ્રષ્ટિ ગઈ અને પૂછ્યું કે કયાં પુસ્તકો છે? ત્યારે અમે કહ્યું કે “સુંદર વિલાસ’ અને ‘કર્મગ્રંથ છે. ત્યારે તેમણે કહ્યું કે “સુંદર વિલાસ' ગ્રંથ ઘણો સુંદર છે, પણ તેમાં જે કંઈ ભૂલ છે તે અમે જાણીએ છીએ. ‘કર્મગ્રંથ વિષે જણાવ્યું કે “કર્મગ્રંથ'માં જે જે પ્રકૃતિઓ સંબંધી બંઘ, ઉદય, ઉદીરણા, સત્તા આદિ જે જે ગુણસ્થાનનું વર્ણન છે, તે તે પ્રકૃતિઓ અને અનુભવ વેદનથી જોઈ છે. આ ઉપરાંત કર્મગ્રંથનું વિશેષ સ્વરૂપ સમજાવવા અર્થે વિવેચન કર્યું હતું.
કર્મ પ્રકૃતિઓનું સૂક્ષ્મ નિરૂપણ જેવું જૈનદર્શનમાં છે તેવું કોઈ દર્શનમાં નથી
અમદાવાદવાળા ગોપાલ પાનાચંદ તથા લખમીચંદ ખેમચંદને પરમકૃપાળુદેવે પૂછ્યું કે જૈનદર્શનમાં અન્ય દર્શન કરતાં વિશિષ્ટતા શી છે? ગોપાળભાઈ નિરુત્તર રહ્યા, બીજાં કોઈ બોલી શક્યું નહીં. ત્યારે પરમગુરુએ જણાવ્યું કે કર્મ-પ્રકૃતિઓનાં સ્વરૂપ, બંઘ અને મોક્ષની વ્યાખ્યા વિષે જૈનદર્શનમાં જે સૂક્ષ્મ નિરૂપણ છે, તેવું આબેહૂબ અને યથાર્થ નિરૂપણ બીજા કોઈ દર્શનમાં નથી. કર્મના સ્વરૂપનું નિરૂપણ નિગ્રંથ દર્શનમાં છે એવું અન્ય દર્શનમાં નથી.
અભિમાન ક્ષીણ થયું અને કૃપાળુ દેવ પ્રત્યે સદ્ગુરુપણાનો ભાવ થયો ગોપાળભાઈને શાસ્ત્ર અભિનિવેશ અને કુળાગ્રહ વિશેષ હોવાથી, તેઓને ઉદ્દેશીને કેસરીસિંહની માફક બળવાન વાણીથી શાસ્ત્રના અનેક પ્રકારના પ્રશ્નો તેને પૂછ્યા. તેમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર ગોપાળભાઈ આપી શક્યા નહીં. અને અભિમાન ક્ષીણ થયું. પરમગુરુના પાદાબુજમાં શીર્ષ નમાવી પડ્યા અને કપાળદેવ પ્રત્યે સદગુરુપણાનો ભાવ થયો. તે વિદાય થયા ત્યારે કહેવામાં આવ્યું કે પરમકૃપાળુદેવ તરફ ફરી તમને સમાગમ અર્થે આવવા ઇચ્છા થાય તો આજ્ઞા મગાવીને આવશો.
પહેલી મિત્રા દ્રષ્ટિ અને ઉત્તરાધ્યયનની ચોવીસ ગાથાઓનો અર્થ સમજાવ્યો
થોડા દિવસ પછી પરમકૃપાળુદેવ ગામ બહારના બંગલામાં પઘાર્યા હતા. થોડો વખત ત્યાં જ સ્થિતિ કરી હતી. એક દિવસે અમે ત્યાં ગયા ત્યારે પોતે “યોગદ્રષ્ટિ સમુચ્ચય' નામનો શ્રી યશોવિજયજી રચિત ગ્રંથ વાંચતા હતા. તેમાંથી પહેલી દ્રષ્ટિ મિત્રાનો અર્થ કરી અમને સ્પષ્ટ રીતે સમજાવ્યો હતો. તેમજ