________________
૧૧૫
શ્રીમદ્દ અને લઘુરાજ સ્વામી
ચરામાં બીજો દિવસ
ઘર્મ, ચિંતવ્યા વગર જ ફળ આપે ચરામાં રસ્તે જતાં પરમકૃપાળુદેવ બોલ્યા કે ઘર્મ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે. ત્યારે મેં પૂછ્યું કે અચિંત્ય ચિંતામણિ એટલે શું? ત્યારે પરમગુરુએ જણાવ્યું કે ચિંતામણિ રત્ન છે, એ ચિંતવ્યા પછી ફળ આપે છે. ચિંતવવા જેટલો તેમાં પરિશ્રમ છે અને ઘર્મ અચિંત્ય એટલે તેમાં ચિંતવવા જેટલો પણ શ્રમ નથી, એવું અચિંત્ય ફળ આપે છે. પોતાના ખાવામાંથી લીલોતરીની કમી કરીને ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે
આટલી વાત કરતામાં એક રાયણનું વૃક્ષ આવ્યું ત્યાં પરમકૃપાળુ સહિત અમે સાધુઓ બેઠા. એક મુમુક્ષુભાઈ સાથે હતા. પરમકૃપાળુ બોલ્યા કે ભગવાન રાયણ તળે બહુવાર સમવસર્યા છે. આ રાયણ ઘણા વર્ષની જૂની છે. રાયણનું વૃક્ષ ઘણા વર્ષો પર્યત રહી શકે છે. નજીકમાંથી એક રસ્તો નીકળતો હતો,
ત્યાંથી એક માળી પુષ્પો લઈને જતો હતો. તેણે પરમકૃપાળુ ઉપર સ્વાભાવિક પ્રેમ આવવાથી, પુષ્પો તેઓશ્રીના આગળ મૂક્યાં. આ વખતે મુમુક્ષુભાઈએ એક આનો તે માળીને આપ્યો. પછી પરમકૃપાળુએ તે પુષ્પોમાંથી એક પુષ્પ લઈ કહ્યું કે જે શ્રાવકે સર્વથા લીલોતરી ખાવાનો ત્યાગ કર્યો હોય તે ભગવાનને પુષ્પ ચડાવી શકે નહીં; પણ જેણે લીલોતરીનો ત્યાગ કર્યો નથી એ પોતાના ખાવામાંથી લીલોતરી કમી કરી ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે અને મુનિને પુષ્પ ચડાવવાનો સર્વથા ત્યાગ હોય છે. તેમજ પુષ્પ ચડાવવા મુનિ ઉપદેશ પણ આપી શકે નહીં. એવું પૂર્વાચાર્યો કહી ગયા છે.
ધ્યાન અને સ્વરૂપ સિદ્ધિ માટે પ્રતિમાની જરૂર પુષ્ય સંબંધી આ ખુલાસો કર્યા પછી પ્રતિમા સંબંધી પોતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ જે ઘણા વિદ્વાન હતા, તેઓ એક વખત વનમાં વિહાર કરીને જતા હતા, ત્યાં એક જિન દેરાસર આવ્યું; તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તો સામે જિન પ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયો. શાંત એવી જિન પ્રતિમા સત્ય છે, એવું તેમના મનમાં થયું.
જિનકલ્પી ઉગ્ર વિહારી હોય અહીં મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રમાં એમ કહેવામાં આવેલ છે કે જિનકલ્પીનો વિર કલ્પમાં આવ્યા પછી મોક્ષ થાય છે, તે શી રીતે?
ત્યારે પોતે હસીને બોલ્યા કે સ્થવિર કલ્પીઓ જિનકલ્પી ઉપર દાઝે બળ્યા તેથી બોલ્યા કે તમે વિર કલ્પી થશો ત્યારે તમારો મોક્ષ છે. આમ આનંદપૂર્વક જવાબ આપ્યો, ત્યારપછી ચરામાંથી સૌ પોતપોતાને સ્થાને પધાર્યા.
ચરામાં ત્રીજો દિવસ
સ્તવનનો અલૌકિક અર્થ કૃપાળદેવે સમજાવ્યો ત્રીજે દિવસે બપોરના એ જ ચરામાં અને એ જ રાયણના વૃક્ષ નીચે ગયા, આ વખતે કૃપાળુદેવ અને અમે મુનિઓ જ માત્ર ગયા હતા. પરંતુ પાછળથી મુમુક્ષભાઈઓ અને કેટલાક બેનો ત્યાં દર્શનસમાગમ માટે આવેલા. સૌ બેઠા પછી ભાદરણવાળા ઘોરીભાઈને મલ્લિનાથનું સ્તવન આનંદઘનજી