________________
૨૫૭
શ્રીમદ્ અને વ્રજભાઈ ભાઈનું ખેતર હતું. તે ભાઈ ત્યાંથી બીજે ગામ જતા હતા, પણ બઘાને બેઠેલા જોઈ ત્યાં / 6 આવી સાહેબજીના આસન પર પોતાના ખેતરમાંથી મોગરાના ફૂલ તોડી લાવી સાહેબજીના ) આસને મૂકી પછવાડે બેસી ગયા. થોડીવાર પછી સાહેબજી પઘાર્યા. ત્યારે સાયેલાવાળા લેહરાભાઈએ સાહેબજીને આંગળીના ઈશારે બતાવી જણાવ્યું કે આ ભાઈએ ફૂલ મૂક્યા છે. ત્યારે સાહેબજીએ તે ભાઈને જણાવ્યું કે સહજ કારણમાં આટલા બઘા ફૂલ ન તોડીએ. અને પૂછ્યું કે તમારું નામ શામળદાસ છે? તમારા પિતાનું નામ રામદાસ છે? ત્યારે તે ભાઈએ કહ્યું કે હાજી. સાહેબજીએ ફરી જણાવ્યું કે તમને તમારી દીકરી હીરાના મંદવાડના ખબર જોવા જાઓ છો? તે ભાઈએ કહ્યું : હાજી. સાહેબજીએ જણાવ્યું કે ખેદ રાખશો નહીં, ઘીરજથી જજો; તેને આવતીકાલે સવારે આરામ થઈ જશે.
વગર કહે જણાવવાથી થયેલ આશ્ચર્ય અને આનંદ સાહેબજીએ આ સર્વ હકીકત શામળભાઈના વગર કહ્યું જણાવી જેથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામી ગયા અને સાહેબજીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. તે વખતે સાહેબજીએ હાથના ઈશારાથી તેમને નમસ્કાર કરતાં અટકાવવા જણાવ્યું હતું.
- શામળભાઈ તેમની દિકરીને ગામ સિહોલ ગયા ત્યારે તેને આરામ થઈ ગયો હતો. તેમની દિકરીને ઘણા દિવસથી તાવ આવતો હતો અને આયુષ્યની દહેશત હતી એટલે કે બચશે કે નહીં તેનો ભય હતો. ચિત્ર નંબર ૧ શ્રદ્ધા રાખી સ્મરણ કરવાથી કામ નક્કી થશે
સાહેબજી જ્યારે કાવિઠાથી પધાર્યા ત્યારે અગાસ સ્ટેશન થઈ પધાર્યા હતા. તે વખતે સ્ટેશન પર હું હાથ જોડીને ઊભો રહ્યો અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વખતે મેં સાહેબજીને વિનંતીપૂર્વક જણાવ્યું કે સાહેબજી, મારી શી વલે થશે? ત્યારે સાહેબજીએ મારી સામી નજર કરી કીધું કે તમારું કામ નક્કી થશે. એક શ્રદ્ધા રાખી સ્મરણ કરજો. તે સાંભળી મેં દંડવત્ નમસ્કાર કર્યા. તે વખતે સાહેબજીએ મને જણાવ્યું કે તમોએ દંડવત્ કર્યા તે તમોએ અમને કાયા અર્પણ કરી. ચિત્ર નંબર ૨ ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે
ત્યારબાદ પરમકૃપાળુદેવ એક મહિનો વસો રહી શ્રી ઉત્તરસંડાના સીમાડામાં એક બંગલો હતો ત્યાં બિરાજ્યા હતા. હું ત્યાં દર્શન કરવા માટે ગયેલ. દર્શન કરતી વખતે પ્રભુને ગળગળીને મેં કહ્યું કે પ્રભુ, મને કંઈ આવડતું નથી, ભણેલ નથી તો આ જીવની શી વલે થશે? ત્યારે ભગવાને કહ્યું કે આ ભવમાં તમને વિશેષ સમજણ નથી તો તમો એક ભગવાનનું લક્ષ રાખજો અને શ્રદ્ધા રાખજો. એમ કહી “પરમગુરુ સર્વશદેવનો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ જ સ્મરણ રાખજો; ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે. આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે એમ જણાવ્યું હતું.
હુકકા બીડી વ્યસનનો ઘણાએ કરેલ ત્યાગ. સાહેબજી કાવિઠાના વનક્ષેત્રમાં હંમેશ પધારતા અને ત્યાં ઉપદેશ કરતા હતા. એક વખતે હુક્કાબીડીના વ્યસન સંબંઘી ઘણો જ ઉપદેશ કર્યો હતો, જેથી કેટલાંક ભાઈઓની સાથે મેં પણ બીડી હુક્કો પીવાનો ત્યાગ કર્યો હતો. તેઓશ્રીના મુખથી અમૃતવાણી સાંભળી ઘણો જ આનંદ થતો હતો. જ્યારે સાહેબજી ઉપદેશ આપી મૌન થતા ત્યારે મનમાં એવી જ ઇચ્છા રહ્યા કરતી કે સાહેબજી ફરી ક્યારે