________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૫૮
ઉપદેશવાણી સંભળાવશે?
જ્ઞાનીની વીતરાગતા એ એમની અંતરદશા.
એક વખત સાહેબજી સ્નાન કરતા હતા. ત્યારે હું તેમની પાસે ગયેલ અને ઘારીને જોયા કર્યું. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે જ્ઞાનીને શિંગડા હોતા નથી.
દીક્ષાનો વિચાર પલટાવી ખાડામાં શું કામ પડ્યા? બીજે દિવસે સાહેબજી બંગલામાં બિરાજ્યા હતા. ત્યાં ઉત્તરસંડાના ત્રણેક વાણિયા સાહેબજી પાસે આવ્યા હતા. તે લોકોએ આ ગચ્છમાં આ પ્રમાણે છે, બીજા ગચ્છમાં આ પ્રમાણે છે વગેરે કેટલાક ગચ્છોના મતભેદની વાત કરી ત્યારે સાહેબજીએ તેનો ખુલાસો ઘણો જ સારો કર્યો હતો. જેથી તેઓ ઘણો જ સંતોષ પામી સાહેબજીની સ્તુતિ કરતા હતા. ત્યારે સાહેબજીએ તે ત્રણ જણ માંહેના એક ભાઈને જણાવ્યું કે તમોએ પહેલાં ચારિત્ર લેવાનો વિચાર રાખેલો તો પછી ફરીથી પરણ્યા કેમ? ચારિત્રનો વિચાર પલટાવી ખાડામાં શું કામ પડ્યા?
ત્યારે તે ભાઈ સાહેબજીના મુખથી વગર જણાવેલ આવી વાત સાંભળી આશ્ચર્ય પામી બોલ્યો કે પહેલા દીક્ષા લેવાનો વિચાર થયો હતો, તેવામાં મારો છોકરો ગુજરી ગયો જેથી હું ફરીથી પરણ્યો હતો.
આપ શેઠ નથી પણ ભગવાન છો એકવાર સાહેબજી ઉપદેશ કરતા હતા ત્યારે હું દૂર બેઠો હતો. ત્યાં કેટલાંક માણસો-ગામના પાટીદારોએ મને પૂછ્યું કે આ બેઠા છે તે કોણ છે? ત્યારે મેં તે લોકોને જણાવ્યું કે વવાણિયાના શેઠ છે. તે વાત શ્રી પરમકૃપાળુદેવે જાણી લીઘી, તેથી મને બોલાવી કહ્યું કે તમે શું વાત કરી? ત્યારે મેં કહ્યું કે સાહેબજી મારી ભૂલ થઈ છે. આપ શેઠ નથી પણ ભગવાન છો. તે વખતે મારી ભૂલ થયેલ કે ભગવાનને બદલે શેઠ કહેલ. એમ ઉપયોગમાં ભૂલ થયેલ તેથી ભગવાને ભાન આપવાથી કહ્યું કે હું ભૂલ્યો. દૂર બેઠા સાંભળી ન શકે તેવા ઝીણા શબ્દોમાં મેં વાત કહેલી છતાં સાહેબજીએ તે જાણી લીધી. તે વખતથી તેમને હું સાક્ષાત્ ભગવાન માનું છું.
કંદમૂળ અને રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરાવ્યો. એકવાર સાહેબજીએ મને જણાવ્યું કે તમારે કંદમૂળ બિલકુલ વાપરવું નહીં. ચોમાસામાં લીલું ઘાસ કાપવું નહીં અને રાત્રિભોજન કરવું નહીં. ત્યારે સાહેબજીને મેં કહ્યું કે આપે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે જ પાળીશ, પણ ખેડૂતના ઘંઘાના કારણે રાત્રિભોજન સંબંધી મહિનામાં પાંચ દિવસની છૂટ આપો. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે તેટલી છૂટ રાખો અને બાકીના નિયમો દ્રઢતાથી સાચવવા તેમજ ઉપર જણાવ્યા પ્રમાણે સ્મરણ રાખવા ભલામણ કરી હતી.
જે વઘારે ભાવે તેનો સર્વથા ત્યાગ કરાવ્યો એક વખત મને પૂછેલ કે તમને શાકમાં વઘારે શું ભાવે છે? મેં કહ્યું કે વાલપાપડી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે વાલપાપડી તમારે જાવજીવ ખાવી નહીં. વળી કૃપા કરી જણાવ્યું કે બાજરો તથા ઘઉંનો પોંક પાડવો નહીં, કંદમૂળનું કે લીલી પાપડીનું ઊંધિયું કરવું નહીં કે ખાવું નહીં; તેનો નિયમ કરાવ્યો હતો. તેમની આજ્ઞાથી બીડી કે તમાકુ પીવા, સુંઘવાનું વ્યસન સર્વથા બંઘ કરેલ છે તે વખતથી સર્વથા