________________
૨૫૯
બ્રહ્મચર્ય ઉપાસુ છું.
શ્રીમદ્ અને કલ્યાણભાઈ
પરમકૃપાળુદેવની કૃપાએ ક્રોઘ પ્રકૃતિમાં સાવ પલટો
પહેલાં મને એટલો બધો ક્રોધ કષાય વર્તતો હતો કે સહજ સહજ બાબતમાં પણ હું તપી જતો; અને ક્રોધાતુર થઈ દરેકની સાથે તકરાર કરતો. જેથી તે સમયના લોકોમાં મારી એવી છાપ પડી ગઈ હતી કે આ માણસને છંછેડવા જેવો નથી. તે કારણે સઘળા લોકો મારાથી દૂર રહેતા હતા. પછી સાહેબજીના સમાગમમાં આવ્યા બાદ તેમની કૃપાએ તે કષાય સહેજે મોળો પડ્યો. અને હવે એવો સરળભાવ વર્તે છે કે કોઈ મારું ગમે તેટલું વાંકુ બોલતો હોય તો પણ તેનો ખેદ મને થતો નથી. અને સઘળા સાથે નાના બાળકની માફક લઘુત્વભાવે વર્તવાનું થાય છે. સઘળા લોકોમાં મારી છાપ સારી પડી છે તેથી કહે છે કે વ્રજભાઈ તો તદ્દન બદલાઈ જ ગયા. પ્રથમ કોઈ મારી સંગત કરતું નહોતું, તે હાલમાં સઘળા લોકો મારા પર ઘણી જ ચાહના રાખે છે. આ સઘળો પ્રતાપ સદ્ગુરુદેવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનનો જ છે.
ઉપર પ્રમાણે મારી સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે જણાવ્યું છે. સાહેબજીની અદ્ભુત જ્ઞાનશક્તિ જોઈ હું ઘણો જ આશ્ચર્ય પામ્યો છું. સાહેબજીના સમાગમમાં મને ઘણો જ આનંદ થતો હતો.
ઉતારો કરાવેલ તા.૯-૮-૧૯૦૭
શ્રી કલ્યાણભાઈ મૂલજીભાઈ પટેલ
કાવિઠા
શ્રી કાવિઠા નિવાસી ભાઈ શ્રી કલ્યાણભાઈ મૂલજીભાઈ પટેલ તેમને પરમકૃપાળુ શ્રીમાન્ રાજચંદ્ર દેવનો સમાગમ થયો હતો તે સંબંધી તેમને પૂછવાથી નીચે જણાવ્યા પ્રમાણેની હકીકતનો ઉતારો કરાવેલ છે. મુનદાસના સમાગમથી સદ્ગુરુની ઓળખાણ
સુણાવવાળા બાલ બ્રહ્મચારી ભાઈ શ્રી મુનદાસભાઈ પટેલ બાવીસ વર્ષના હતા ત્યારે પ્રથમ જૈનધર્મ સંબંધી મને બોધ કર્યો હતો. અને પછી સદ્ગુરુના લક્ષણ કેવા હોય તે સમજાવ્યા હતા. કંદમૂળ, હોક્કા વગેરેનો સર્વથા ત્યાગ
જ્યારે પરમકૃપાળુદેવ સંવત્ ૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મુકામે પધાર્યા ત્યારે હું ભાઈશ્રી મુનદાસભાઈની સાથે ત્યાં ગયો હતો. તે વખતે પરમકૃપાળુદેવની આજ્ઞા થવાથી ભાઈશ્રી મુનદાસભાઈએ મને કહ્યું કે તમો લીલોતરીમાં અમુક વસ્તુઓનો અને કંદમૂળનો તથા હોકો પીવાનો સર્વથા ત્યાગ કરો; જેથી મેં તેનો ત્યાગ કર્યો હતો.
૫૨મકૃપાળદેવની દશા જોઈ આવેલ પ્રતીતિ
એક વખત પરમકૃપાળુદેવ વનમાં પધાર્યા હતા. ત્યારે મચ્છરો ઘણા હતા. તે અમોને કરડતા હતા. પણ પરમકૃપાળુદેવ તેમને ઉડાડતા નહોતા. એ વખતથી ભાઈશ્રી મુનદાસભાઈ કહેતા હતા તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે આ સત્પુરુષ છે એવી પ્રતીતિ થઈ હતી. તેમના વચનો સર્વેને રુચતા હતા.
એકવાર પરમકૃપાળુદેવે કહ્યું હતું કે ભણેલા છે તે સમજશે, પણ આ નહીં ભણેલા તેને સમજણ પાડો.