________________
૨૬૦
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો “શ્રી સર્વજ્ઞદેવ પરમગુરુ'નું સ્મરણ રાખવા ખાસ ભલામણ
પરમકૃપાળુદેવની સાથે હું તથા બીજા ભાઈઓ સ્ટેશન પર જતા હતા. ત્યારે રસ્તામાં
ચાલતાં મેં પરમકૃપાળુદેવને જણાવ્યું કે સાહેબજી, મને કંઈ લાભ થયો નહીં. ત્યારે પરમકૃપાળુદેવે ભાઈશ્રી મુનદાસભાઈને જણાવ્યું કે આમને સમજાવજો અને “શ્રી સર્વજ્ઞદેવ પરમગુરુ'નું સ્મરણ રાખવા ખાસ જણાવજો. એમ આજ્ઞા થવાથી આજ દિવસ સુધી તે પ્રમાણે જ વર્તન રાખ્યું છે.
પરમકૃપાળુ દેવને ભગવાન માનીએ છીએ અમે શ્રી પરમકૃપાળુદેવને ભગવાન માનીએ છીએ અને ભાઈશ્રી મુનદાસભાઈના કહેવાથી પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે પોંક પાડવો નહીં, ઊંધીયું બનાવવું નહીં, કાંટા ફૂલ વગેરે બાળવા નહીં એવો નિયમ લીઘેલ છે.
ઉપર જણાવ્યા પ્રમાણેની હકીકત મેં મારી સ્મૃતિ મુજબ જણાવી છે. તેમાં જે કાંઈ ભૂલચૂક હોય તેને માટે ક્ષમા ચાહું છું. - આ ઉતારો તા.૧-૮-૧૯૦૭ના રોજ કરાવેલ છે.
શ્રી ઝવેરભાઈ શંભુદાસા
કાવિઠા શ્રી ઝવેરભાઈ શંભુદાસ શ્રી કાવિઠાવાળા ઉંમર વર્ષ ૪૦ને આશરે. પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ મને શ્રી કાવિઠા મુકામે થયો હતો.
મહાપુરુષો ખાતા છતાં ખાતા નથી તે વખતે તેઓશ્રીનો ઉતારો શ્રી ઝવેરભાઈ ભગવાનદાસને ડેલે હતો. જમવાનું તેમના ઘરે હતું. બીજા ભાઈઓ પણ ત્યાં જમવાના હતા. ઘણા ભાઈઓ હોવાથી પરમકૃપાળુદેવને માટે જમવાનું નીચે રાખ્યું હતું. તે વખતે તુરીયાનું શાક કર્યું હતું. તે કડવું હતું. છતાં પરમકૃપાળુદેવે તે વિષે કાંઈપણ જણાવ્યા વિના વાપર્યું હતું. બીજા સર્વે ભાઈઓને કડવું લાગતાં તે વાપર્યું નહોતું. પછી બધાને ખબર પડતાં અન્યોન્ય કહેવા લાગ્યા કે પરમકૃપાળુદેવે કાંઈ પણ જણાવ્યા વિના તે વાપરી લીધું. મહાપુરુષોને મન બધું સમ હોય છે, તેથી ખાતાં છતાં પણ ખાતા નથી એ વાત સત્ય જણાય છે.
આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે પરમકૃપાળુદેવ ગામથી થોડે દૂર જંગલમાં પઘારતા ત્યારે મુમુક્ષભાઈઓ સાથે જતા હતા. ત્યાં પરમકૃપાળુદેવનો બોઘ સાંભળી અમો સર્વે ભાઈઓને ઘણો જ આનંદ થતો. અપૂર્વ અલૌકિક અદ્ભુત ઉપદેશ ચાલતો હતો. તે રસ્તે થઈને કેટલાંક લોકો ઢોર ચરાવવા જતાં પરમકૃપાળુદેવનો ઉપદેશ સાંભળી ઊભા રહી જતા હતા. ઢોરો કેટલેક દૂર ચાલ્યા જતા પણ પરમકૃપાળુદેવની અમૃત સરખી વાણી સાંભળી તેઓ આનંદ પામી ઠરી જતા અને ઘણા વખત સુધી રોકાતા હતા. ખૂબ ઉત્સાહપૂર્વક પરમકૃપાળુદેવને નમસ્કાર કરતા અને એકબીજાને વાતો કરતા કે આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે.
વગર કીઘે જણાવ્યું, કેમ ચિત્રપટ જોઈએ છે? એક વખત ભાઈ વેણીચંદ મોતીચંદ જ્ઞાતીએ શ્રાવક હતા. તેમણે પરમકૃપાળુદેવનો ચિત્રપટ