________________
- ૨૬૧
શ્રીમદ્ અને ઝવેરભાઈ ભગવાનભાઈ મેળવવા ભાઈશ્રી અંબાલાલભાઈને વિનંતી કરી. ત્યારે તેમણે જણાવ્યું કે પરમકૃપાળુદેવની | આજ્ઞા મેળવ્યા સિવાય મારાથી કેમ આપી શકાય? તેથી આજ્ઞા મેળવવા તે ભાઈ પરમકૃપાળુદેવ પાસે ગયા અને તેઓશ્રીની સન્મુખ હાથ જોડી ઊભા રહ્યા. પરમકૃપાળુદેવે તુરત જ, તે ભાઈના વગર કીઘે જણાવ્યું કે–“કેમ, ચિત્રપટ જોઈએ છે. અંબાલાલે ના પાડી છે?” તે ભાઈએ કીધું કે હાજી, આપશ્રીની આજ્ઞા મેળવવા માટે આવ્યો છું. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ભલે, આપશે. એમ જણાવ્યાથી ઘણા જ આનંદ સાથે આશ્ચર્ય પામી ભાઈશ્રી અંબાલાલભાઈને ઉતારે આવ્યા પછી તુરત જ ચિત્રપટ આપ્યો હતો.
અમદાવાદથી તાર આવ્યો કે સર્વેને રજા આપો પરમકૃપાળુદેવ કાવિઠા મુકામેથી પથારી ગયા તે વખતે આણંદ સ્ટેશન ઉપર ક્વોરેન્ટીન હતી. તેમાં દરેકને સાત દિવસ સુધી રોકતા હતા. જેથી ત્યાં પરમકૃપાળુદેવશ્રી તથા અમો સર્વે ભાઈઓને રોક્યા હતા. લગભગ એક કલાક સુધી આશરે અમો રોકાયા તેટલામાં અમદાવાદથી તાર આવ્યો કે સર્વેને રજા આપો. તેથી અમો સર્વેને તુરત જ રજા આપવામાં આવી હતી. તા. ૧૮-૧૯૦૭ના રોજ ઉતારો કરાવેલ છે.
શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ
કાવિઠા વવાણિયાના કવિરાજ મહાત્મા જૈની છે શ્રી પરમકૃપાળુદેવ સં.૧૯૫રના શ્રાવણ વદી ૧થી ચોમાસામાં લગભગ શ્રી કાવિઠે પથાર્યા તે વખતે દર્શનનો લાભ થયો છે. સાથે તે વખતે પૂ.સોભાગભાઈ તથા પૂ. ડુંગરશીભાઈ ગોસળિયા તથા પૂ.અંબાલાલભાઈ પધાર્યા હતા અને સાંજે ચાર વાગ્યે પઘાર્યા હતા. અને ઘર આગળ જમેલ હતા. તે વખતે હું બોરસદ ગયો હતો પણ આવી જમતી વખતે હું હાજર હતો. પૂ.શ્રી અંબાલાલભાઈની પ્રેરણાથી પધાર્યા હતા અને જમી રહ્યા પછી પૂ.અંબાલાલભાઈએ પિછાન કરાવી હતી કે આ કવિરાજ મહાત્મા છે. પછી મેં નમસ્કાર કર્યા. અને પ્રથમ મેં શ્રી વવાણિયાવાળા પાસે સાંભળેલ કે શ્રી વવાણિયામાં કવિરાજ છે, અને તે મહાત્મા છે તેમજ જૈની છે. તેથી તે પ્રત્યે આકાંક્ષા દર્શન માટે હતી અને વળી તે જોગ તરતમાં પ્રાપ્ત થયો તેથી દર્શન તરત કર્યા હતા અને પછી મેં પૂ.રતનચંદભાઈને જણાવ્યું કે આપણા ઘરે મહાત્મા પધાર્યા છે. તેઓ પણ અત્રે પઘારી દર્શનનો લાભ લીધો હતો. પછી ડેલા ઉપર પઘાર્યા હતા અને તે ડેલા ઉપર એક ભાગમાં સૂવા માટે વચમા કપડાંની કનાત બાંધી હતી. અને લોકો આવે તેમને બહારના મેડા ઉપર બેસવાની ગોઠવણ કરી હતી.
પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા તે વખતે અમારે પૂ.ઘોરીભાઈ બાપુજીભાઈ, શ્રી ભાદરણવાળાની ઉપર આઘાર, તેથી તેઓશ્રીને માણસ મોકલી અત્રે બોલાવ્યા હતા. સાંજે પઘાર્યા હતા. તે વખતે મેં ઘોરીભાઈ સાહેબને કહ્યું કે કોઈ કેવળી ભગવાન જેવા વચન છે, તેવા મહાત્મા આવેલ છે. તો પૂ.ઘોરીભાઈએ કહ્યું કે હું જોયા પછી હા