________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૬ર
કહીશ. પછી પૂ.ઘોરીભાઈને તેડીને વનક્ષેત્રે ગયો જ્યાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા, અને તેમણે પ્રશ્નોત્તર શાસ્ત્રયુક્ત કરેલ તેથી તેમના મનને સંતોષ થયો અને આ યથાર્થ
મહાત્મા છે તેમ તેમને પ્રતીતિ થઈ હતી. પછી અત્રે આવી હંમેશ સવાર, બપોર, સાંજ, રાતદિવસ ઉપદેશ બોઘ ચાલતો હતો. વનક્ષેત્રે પધારતા ત્યાં તે જ વાતચીત ચાલતી. તે વખતે શ્રી ખંભાતવાળા વગેરે બીજા મુમુક્ષુ આવેલ નહોતા અને તે વખતે અત્રે ૧૦ દિવસ બિરાજ્યા હતા. બોઘ અથાગ અપૂર્વ મળતો હતો.
પરમકૃપાળુદેવ સાથે ૧૭-૧૮ દિવસ રાળજ રહ્યા પછી પર્યુષણનો વખત હોવાથી અત્રેથી શ્રાવણી વદી ૧૧ના દિને સીગરામમાં શ્રી રાળજ પઘાર્યા હતા. શ્રી રાળજ પઘારતી વખતે એક માઈલ સુધી ગામ છે ત્યાં સુધી ભેગા ગયા હતા અને અમોને મુનિ હુકમમુનિના પુસ્તકો વાંચવાનો પરિચય હતો તેથી તે જ પુસ્તકો વાંચવા આજ્ઞા કરી હતી. તે સિવાય બીજા પુસ્તક જે અનુકૂળ લાગે તે વાંચજો. પછી અમે પાછા આવ્યા હતા. અત્રે ઘેર ૪ દિવસ પષણનો વ્યવહાર સાચવ્યો અને ભાદરવા સુદી ૧ના પૂ.ઘોરીભાઈ વગેરે શ્રી રાળજ ગયા અને ત્યાં મુમુક્ષુઓ આશરે ત્રીસેક ભેગા થયેલ હતા અને અમો તે વખતે ૧-૧૮ દિવસ રાળજ રહ્યા હતા.
વડવામાં હજાર માણસોનું આગમન ત્યાંથી શ્રી વડવા શ્રી પરમકૃપાળુદેવ ભગવાન સાથે ૧-૨ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી ખંભાતથી હજારેક માણસ આવેલ હતું અને ૭ મુનિશ્રી પઘાર્યા હતા, અને શ્રી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવતો હતો તેથી પૂ.રતનચંદભાઈ અને પૂ.ત્રિભોવનભાઈ સૂરજ આડા ઊભા રહી શ્રી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવવા દીધો નહીં. મુનિશ્રી પઘાર્યા તે વખતે શ્રી પરમકૃપાળુદેવ ગાદી ઉપર બિરાજેલ હતા તે ગાદી કાઢી નાખી પોતે જાજમ ઉપર બિરાજ્યા. તે વખતે સમવસરણ જેવી રચના અમને આબેહૂબ લાગી હતી. હું શ્રી પરમકૃપાળુ સમીપ હાજર ઊભો હતો. મને ઈશારો કરેલ, પણ હું પ્રથમ સમજ્યો નહીં. પછી સમજવામાં આવ્યથી પાસેનો રૂમાલ મારી પાસેથી લીઘો, અને તે રૂમાલ શ્રી પરમકૃપાળુદેવે મુખવસ્ત્ર તરીકે રાખીને પછી થોડી વારે તે જ સ્થાનકે મૂકી દીધો. પછી તે વખતે એક માણસ ગટોરચંદ મોતીચંદને શંકા ઉદ્ ભવેલી તે જોઈને કૃપાળુદેવે રૂમાલ ભયે મૂક્યો. પછી તે માણસે ઊભા થઈને શ્રી પરમકૃપાળુદેવને જણાવ્યું કે ઉઘાડા મોંઢે બોલો છો તે વાયુકાયના જીવ કેટલા હણાયા? તે વિષેનો ખુલાસો ઘણી વખત કર્યો હતો અને પછી મુનિશ્રી વગેરેના પ્રશ્નનો ઉત્તર આપેલ.
પરમકૃપાળુદેવની આજ્ઞાથી ભગવાનના સ્તવન શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞાથી હું તથા પૂ.ઘોરીભાઈ શાંતિનાથ ભગવાન, થર્મનાથ ભગવાન, ભરતેશ્વરની સક્ઝાય કહેતા હતા અને ૩૫૦ ગાથાની શ્રી યશોવિજયજી કૃત “ઘન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે” તે ઘણી ઘણી વખત જોશભેર પોતે શ્રી પરમકૃપાળુદેવ કહેતા હતા.
“આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે;
વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે.” આ પદ વારંવાર કહેતા હતા.