________________
૨૬૩
શ્રીમદ્ અને ઝવેરભાઈ ભગવાનભાઈ
“એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાયે સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે; હસતાં રમતાં સઘળે ગુરુ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓથા જીવનદોરી હમારી રે.’
તે વારંવાર કહેતા હતા. અમારે ત્યાં મુનીમ બ્રાહ્મણ પૂંજીરામભાઈ હતા તેમને શ્રી પરમકૃપાળુદેવના બોધથી જૈનની પ્રતીતિ થઈ હતી. ત્યારપછી શ્રી આણંદ પરમકૃપાળુદેવ પધાર્યા તે વખતે ઘરનું આખું કુટુંબ, મનસુખભાઈ ઝવેરચંદ વગેરે આણંદ પધાર્યા હતા.
પરમકૃપાળુદેવનો વૈરાગ્યમય બોધ
શ્રી નડિયાદમાં પરમકૃપાળુદેવ હતા ત્યારે પાંચ-સાત વખત જવા આવવાનું છૂટક છૂટક બનેલ. હું અને પૂ. ઘોરીભાઈ તથા પૂ.૨તનચંદભાઈ, પૂ.પુંજીરામ એ ચારે જણ ગયેલ. તે વખતે અમોને સૂયડાંગજીનું અઘ્યયન વાંચી વૈરાગ્યનો બોધ આપ્યો હતો. જેવો કે શ્રી ઋષભદેવજીએ ૯૮ પુત્રોને વૈરાગ્યનો બોઘ આપેલો તેવો બોધ અમને આપેલ તેથી અમો સર્વેની આંખમાં આંસુની ઘાર છૂટી ગઈ હતી. એટલે કે તે વખતે વૈરાગ્ય અમોને પરિણમ્યો હતો.
વવાણિયે જતાને રોકી અહીં લાવો
બે
ત્યારપછી સં.૧૯૫૩ના પોષ માસમાં શ્રી વવાણિયે દર્શન કરવા વૃત્તિ થઈ, જેથી હું તથા મનસુખભાઈ, મનસુખભાઈના માતુશ્રી તથા બહેન ચંપા, બહેન મણિ, રતનચંદના માતુશ્રી, મણિભાઈ બહેન ફુલી, મૂળજીકાકા, ભાઈ ફૂલચંદ, તેમની સ્ત્રી તથા તેમની દીકરી કુલ થઈ ટિકિટ સાડા એકવીસ કે સાડા ચોવીસ કરી શ્રી મોરબી ગયા. અમારા ભેગો સામાન હતો. તેમાંથી થોડો-ઘણો શ્રી મોરબી મૂકવા જવું હતું. બે મજૂર કરીને ગામમાં જતાં હતાં તેમાં દ૨વાજામાં એક જણ મળ્યો, તેમણે અમને પૂછ્યું કે તમો ક્યાં જાઓ છો? તો મેં કહ્યું કે સામાન મૂકવા જાઉં છું અને પછી શ્રી વવાણિયા જવું છે અને અમારો સંગાથ સ્ટેશન ઉપર છે. ત્યારે તે માણસે પૂછ્યું કે તમારે શ્રી વવાણિયે શા કામે જવું છે? તો મેં કહ્યું કે સાહેબજીના સમાગમ અર્થે જવું છે. તો તેમણે કહ્યું કે સાહેબજી અહીં અત્રે છે, અને મને તેમણે તેડવા મોકલેલ છે. તો મેં કહ્યું કે તમે શાથી જાણ્યું કે તેઓ શ્રી વવાણિયે જાય છે ? તો તેમણે કહ્યું કે હું કંઈ જાણતો નથી. ફક્ત મને ગુજરાતી અને વવાણિયે જતાંને રોકી અહીં લાવો એમ સાહેબજીએ કહ્યું છે. એટલે મેં તે માણસને કહ્યું કે તમે સ્ટેશન જઈ અમારા બઘા જણને તેડી લાવો અને ટિકિટો પાછી આપી દેજો—તેમ કહીને હું સાહેબજીના દર્શન માટે ગયો. પછી તે સર્વેએ સાહેબજી પાસે આવીને દર્શન કર્યા. તે વખતે પૂ. નાના માતુશ્રી તથા પૂ.છગનભાઈ તથા પૂ. મનસુખભાઈ, પૂ. રેવાશંકરભાઈ વગેરે સર્વે ત્યાં હતા અને અમો ૩ દિવસ પૂ.રેવાશંકરભાઈ જગજીવનને ત્યાં મુકામે રહ્યા. પછી અમે ઘેર આવ્યા. ત્રણે દિવસ અથાગ ઉપદેશ પ્રાપ્ત થયો હતો, અને અનંતી કરુણા થઈ હતી.
ભક્તિમાં ભાવની મુખ્યતા
શ્રી મુનદાસભાઈએ બનાવેલ ‘જડ બુદ્ધિ જીવ સંત વિના શુદ્ધ મારગ કોણ બતાવે’’ તે પદ અમે શ્રી પરમકૃપાળુદેવને વાંચવા મોકલ્યું હતું અને જણાવ્યું હતું કે તેમાં કંઈ ફેરફાર હોય તે જણાવશો. તેમાં