________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૬૪
: :
પરભુ વગેરે ભક્તિથી લખેલ અને કાનો માત્રી ફેરફાર હોય તે જણાવશો. તો જવાબમાં લખેલ કે ભક્તિમાં કાનો માત્રી ફેરફાર હોય તેની અડચણ નથી.
સં.૧૯૫૪ની સાલમાં શ્રાવણ સુદી ૪-૫ શ્રી પરમકૃપાળુદેવ અત્રે પારેલ, તે વખતે દર્શનનો લાભ લીઘો હતો, અને અમારે ઘરે ઊતર્યા હતા. ત્યાં સ્થિરતા ૧ માસ ને ૪ દિવસ આશરે કરી હતી. જમવાનું ઘર આગળ રાખેલ હતું.
ઘણું જ્ઞાન અને નિર્મળતા હોય તો જ્ઞાની ઓળખાય એક વખત મેં પૂછ્યું હતું કે સમકિતી કેમ કરી ઓળખાય? તો તે ઓળખવાને માટે જ્ઞાનનો ઘણો ખપ જોઈએ અને ચિત્તની નિર્મળતા જોઈએ. અને સમકિતને ઓળખવું હોય તો આ બહેન મણિબહેનને જુઓ તેમ શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. અને દૃઢઘર્મી જોવા હોય તો આ રતનચંદભાઈને જોજો. તે વખતે બહેન ચંપા-ઝવેરભાઈની દીકરી માંદી હતી અને તેની ઉંમર નાની - ૨ વર્ષ આશરે હતી અને પૂર્ણ વ્યાધિ હતી. તે વખતે પરમકૃપાળુદેવે કહ્યું કે આજે સુવાણ આવી જશે. તે દિવસથી આરામ આવી ગયેલ છે.
તે વખતે માણસ ૫૦ વધુ ઓછા આવતા હતા, અને હંમેશ ખંભાતવાસી ભાઈઓ ૨૦-૨૫ જણ રહેતા હતા. પૂ.પોપટલાલભાઈ મહોકમચંદ તથા શ્રી ગોઘાવીવાળા પૂ.વનમાળીભાઈ અત્રે પધાર્યા હતા તેમજ શ્રી સુણાવવાળા આવતા હતા, તેમ ચરોતરના ઘણા માણસો આવતા હતા.
સાહેબજી પલળે છે અને છત્રી આપો એક વખત ઊગમણી તરફ વનમાં પઘારેલ. ૫૦૦ કદમ સુધી આવતા સાથે આવનાર ભાઈઓને અટકાવીને પછી એકલા આગળ પઘાર્યા.હું મુકામે ઘેર આવ્યો. ઘર આગળ આવી બેસું છું તે વખતે એક ઘારાડો આવ્યો અને તે આથમણી બાજુની સીમમાંથી આવીને મને કહ્યું કે શેઠજી, સાહેબજી અમુક જગ્યાએ કોથિયુંને નાકે બાણ ઉપર એકલા બેઠા છે અને વરસાદ આવે છે માટે તમે છત્રી લઈને જાઓ, તેઓ પલળે છે. હું ઊઠ્યો નહીં. પછી તે માણસ પાંચ મિનિટ ઊભો રહી કહે મને છત્રી આપો પછી તેને સંતોષ કરી વિદાય કર્યો ત્યારે તેઓ ઊગમણી તરફ હતા.
અમે જણાવ્યા વગર કૃપાળુદેવે બધું કહ્યું એક વખત પૂ.વેણીચંદભાઈને રસોડા ખાતે રાખેલ હતા તો તેમણે એક ફોટોગ્રાફ માટે મને કહ્યું. તો મેં કહ્યું કે તમારી વતી અરજ કરીશું અને અંબાલાલભાઈને પરમકૃપાળુદેવ હુકમ કરે તો તરત મળશે એમ કહ્યું. પછી વેણીચંદભાઈએ આગ્રહ કર્યો કે મને આજે અપાવો. પછી હું સાથે જઈને શ્રી પરમકૃપાળુદેવને નમસ્કાર કરીને ઊભા રહ્યા. એટલે કૃપાળુદેવે પ્રકાણ્યું કે તમે કહ્યું હોત તો શ્રી અંબાલાલભાઈ શા માટે ન આપત, અને એટલા માટે વેણીચંદભાઈને તસ્દી આપી. પછી પૂ.અંબાલાલભાઈને આજ્ઞા કરી કે એક ફોટોગ્રાફ વેણીચંદભાઈને આપજો. તેથી તેમણે આપ્યો હતો. પણ અમોએ જણાવ્યા વગર કૃપાળુદેવે આ બધું કહી આપ્યું હતું.
ચર્ચામાં જૈનદર્શન ઉપરને ઉપર રાખતા પછી પરમકૃપાળુદેવ તરત જ વસો પઘાર્યા હતાં, તે વખતે હું આણંદ સ્ટેશને મૂકવા સાથે ગયો હતો. પછી ૮ દિન કે. હું તથા પૂ. રતનચંદભાઈ શ્રી વસો ગયા હતા. તે વખતે શ્રી વસોના અધિકારીઓ