________________
૩૩૭
શ્રીમદ્ અને ઠાકરશીભાઈ (નડિયાદવાળા) સાથે હતા. તેમાં કૃપાનાથે જણાવ્યું હતું કે સ્ત્રી ભરથારનું નામ આપે નહીં અને શિષ્ય ગુરુનું નામ આપે નહીં. જ્ઞાનીને જીવતાં ઓળખે નહીં, મૂઆ પછી તેના નામના પત્થરને પણ પૂજે
ઘણે ઠેકાણે કૃપાનાથની નિંદા થતી મારા સાંભળવામાં આવેલી. તે બાબત એક દિવસ ફરવા જતાં કૃપાનાથને તે વાત મેં વિદિત કરી. તે વખતે કૃપાનાથે જણાવ્યું કે દુનિયા તો સદાય એવી જ છે કે જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કોઈ ઓળખે નહીં, તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓનો માર પડે તોય થોડું; અને જ્ઞાની મૂઆ પછી તેના નામના પાણાને પણ પૂજે.
તને આવું ડહાપણ કરવાનું કોણ કહે છે? હું ખેડામાં શા.વીરચંદ પ્રભુદાસને ત્યાં ઊતર્યો હતો. તેમની સાથે મારે કૃપાનાથ સંબંધી વાતચીત થઈ હતી. તે બાબતમાં કૃપાનાથે મને પૂછ્યું કે વીરચંદભાઈ અમારે માટે શું બોલે છે? ત્યારે મેં જણાવ્યું કે વીરચંદભાઈ એમ કહે છે કે રાયચંદભાઈ દીક્ષા કેમ લેતા નથી? તેનો જવાબ વીરચંદભાઈને મેં એવો આપ્યો કે તમે જાઓ તો ખરા હવે થોડા દિવસ પછી રાયચંદભાઈ દીક્ષા લેશે, તે તમે બઘા જોઈ રહેશો. આ સાંભળીને કૃપાનાથે મને ઠપકા સાથે કહ્યું કે તને આવું ડહાપણ કરવાનું કોણ કહે છે?
સંવત્ ૧૯૫૫ના માગસર સુદી ૨-૩ લગભગમાં કૃપાનાથ મુંબઈથી ઈડર પઘાર્યા હતા. અને હું ઠેઠ મુંબઈથી સાથે હતો. અમદાવાદ સ્ટેશને મને ઈડર આવવા ફરમાવ્યું તેથી હું ઈડર સાથે ગયો હતો.
તમાકુ વાપરવી યોગ્ય નથી બીજે દિવસે રાત્રે કૃપાનાથે મને ફરમાવ્યું કે–ઠાકરશી, તમાકુ વાપરવી યોગ્ય નથી.
કંદમૂળ વાપરવું નહીં અને રાત્રિભોજન કરવું નહીં એક દહાડો ઘણા ઠપકા સાથે કૃપાનાથે ફરમાવ્યું હતું કેકંદમૂળ વાપરવું નહીં, રાત્રિભોજન કરવું નહીં, દિવસે ઊંઘવું નહીં ને પ્રમાદ કરવો નહીં.
ગુરુની વાપરેલ બઘી વસ્તુ પૂજ્ય માનવી એક દહાડો મેં કૃપાનાથનું જૂનું ઘોતિયું પહેર્યું હતું, તે જોઈને કૃપાનાથે ફરમાવ્યું કે તારાથી તે વાપરી શકાય નહીં.
વ્યવહાર શુદ્ધ હોય તો ઘર્મ સૂઝે એક દિવસ કૃપાનાથે જણાવ્યું કે વ્યવહાર સુઘારવા પ્રયત્ન કરવો. વ્યવહાર સારો હોય તો પછી ઘર્મ સૂઝે.
યોગ્યતા હોય તો પુરુષ તેમના નયન, વચન અને વર્તનથી ઓળખાય
એક વખત શ્રાવકે કૃપાનાથને પ્રશ્ન કર્યો કે સાહેબ, સપુરુષ કેમ ઓળખાય? ત્યારે જવાબ મળ્યો કે (૧) નયનથી—એટલે તેના નેણ બહુ શાંત હોય. (૨) વચનથી– એટલે તેના વચન અપૂર્વ અને પૂર્વાપર અવિરુદ્ધ હોય. (૩) શ્રેણીથી—એટલે તેનું વર્તન શુદ્ધ હોય.
બાદ સંવત્ ૧૯૫૫ના ઉનાળામાં કૃપાનાથ ત્રીજીવાર વવાણિયાથી ઈડર પંઘારતાં અમદાવાદ દિલ્લી દરવાજાની બહાર એક બંગલામાં એક દિવસ સ્થિતિ થઈ હતી ત્યાં –