________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૩૬ અમારું કંઈ જવાનું નથી. તમે ફિકર કરો મા પછી પેટીમાંથી ડુંગરશીભાઈને ઝવેરાત બતાવવા માંડ્યું. સિગરામના ગડગડાટને
લીધે હીરા કે મોતીના ઝીણા નંગ પડી જશે તો હાથ નહીં લાગે, એવો ભય બતાવીને શ્રી ડુંગરશીભાઈએ ઝવેરાત કાઢવાની કૃપાનાથને ના કહી, ત્યારે કૃપાનાથે જણાવ્યું કે–અમારું કાંઈ જવાનું નથી. તમે ફિકર કરો મા. એમ કહી બધું ઝવેરાત બતાવ્યું. તે પ્રસંગમાં કૃપાનાથ બોલ્યા હતા કે જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે.
કોઈ ઘરતીકંપ થવાનો નથી, નાહકના લોકોને ત્રાસ ઉપજાવે છે સંવત્ ૧૯૫૪ના મહા સુદમાં કોઈ એક વાયુશાસ્ત્રી તરફથી જાહેર છાપામાં એવો વર્તારો બહાર પાડવામાં આવ્યો હતો કે મહાસુદ કે વદી ૮ના રોજ મોટો ઘરતીકંપ થશે. આ બાબતમાં કૃપાનાથે જણાવ્યું હતું કે કાંઈયે થવાનું નથી, નાહકના લોકોને ત્રાસ ઉપજાવે છે.
સત્સંગની બાબતમાં તમારી અટકાયત ચાલશે નહીં સંવત્ ૧૯૫૪ના શ્રાવણમાં કૃપાનાથ કાવિઠા પઘાર્યા હતા. ત્યારે તેમના દર્શને જતાં મારા પિતાશ્રી તરફથી અટકાયત થઈ હતી. તે બાબત કૃપાનાથના સાંભળવામાં આવી હતી. તેથી ભાદરવામાં વસો ગયા ત્યારે ફરમાવ્યું કે તારા પિતાને ચોખ્ખું કહી દેવું કે કાચલી લઈને માગી ખાઈશ તે કબૂલ, પણ આવી બાબતમાં તમારી અટકાયત ચાલશે નહીં. તેમ છતાં ન માને તો સ્વતંત્ર રહેવું.
ગુરુને પૂછળ્યા વિના મન, વચન, કાયાના યોગ વપરાય નહીં વસોમાં એક દિવસ બપોરે ઉપદેશ ચાલતો હતો તેમાં કૃપાનાથે એમ જણાવ્યું કે કોઈ એક મહાત્મા નાની ઉમંરના શિષ્યને દીક્ષા આપી તેના ઘરેથી પોતાની સાથે તેડી લાવ્યા. પણ અહીં મને નવરું બેસી રહેવું ગમતું નથી, માટે મને કંઈ કામ બતાવો. ગુરુદેવે કહ્યું–સહન કરવું.
શિષ્ય કહે—મારે ક્યાં સુધી સહન કરવું? ગુરુદેવ કહે–તને એક કામ બતાવીએ. તે એ છે કે કોઈ તારો ગમે તેવો અપરાઘ કરે તો પણ તારે સહન કરવું. શિષ્ય કહે–તે અપરાધીનું મનથી ભૂંડું ઇચ્છું તો વાંધો નહીં ને? ગુરુદેવ કહે—ના, ના તારા કર્મ બાંઘવાના જે મન, વચન, કાયાદિ જોગરૂપ હથિયાર તે તો અમે અમારા સ્વાધીનમાં લઈને જ પછી તને અમારી સાથે લાવ્યા છીએ. માટે અમને પૂછ્યા વગર એકે હથિયાર તારું તારાથી વપરાય નહીં.
મૂર્તિને માને તે તપા. તેની તો મૂળ પરંપરા છે. પછી ખેડા સમાગમ અર્થે ગયા હતા. એક દહાડો સાંજે વગડામાં ફરવા જતાં કૃપાનાથે જણાવ્યું કે ઢુંઢીયા તો પ્રતિમાજીને ઉત્થાપીને થયેલા છે અને તપાની તો મૂળ પરંપરા છે. ત્યારે મેં પૂછ્યું કે સાહેબ, તપા નામ કેમ પડ્યું? જવાબમાં કૃપાનાથે કહ્યું કોઈ એક યતિ તપસ્વી આચાર્યનું જર્જરિત શરીર જોઈને એક બાદશાહે તેમને તપા (તપવાળા) નામે બોલાવ્યા. અનુક્રમે તપા નામે પ્રસિદ્ધ થયું છે. તપા બાબત કાંઈ પણ બોલતાં બહુ ધ્યાન રાખવું.
સ્ત્રી ભરથારનું નામ આપે નહીં તેમ શિષ્ય ગુરુનું નામ આપે નહીં. એક દહાડો સાંજે વગડામાં કૃપાનાથ ફરવા પઘાર્યા હતા તે વખતે હું તથા શ્રી મોતીભાઈ