________________
૩૩૫
શ્રીમદ્ અને ઠાકરશીભાઈ રાત્રિના વખતે એક કલાકમાં ચાર ગાઉન પહોંચી શકવાના ભયથી રસ્તામાં ગાડાવાળાને ઝડપથી હાંકવા માટે ત્રંબકભાઈ વારંવાર ઠપકો દેતા હતા. ત્યારે કૃપાનાથે ત્રંબકભાઈને પણ સૂચવ્યું કે મેલના ટાઈમે પહોંચી જવાશે. મૂળી સ્ટેશન નજદીક આવતાં લાનો સમય થઈ ગયો હતો છતાં સ્ટેશન જઈ તપાસ કરતાં ગાડી એક કલાક લેટ હોવાથી હવે આવવાની છે એમ માલુમ પડ્યું હતું. ઈડરમાં શ્રી સૌભાગ્યભાઈ સાથે તેઓશ્રી ૧૦ દિવસ રહ્યા હતા.
ઈડરથી કૃપાનાથ મુંબઈ પઘાર્યા.
સંવત્ ૧૯૫૩ના અષાઢથી સંવત્ ૧૯૫૪ના કાર્તિક સુથી હું મુંબઈ હતો. ત્યાં સમાગમ સંબંધી યાદ રહેલા પ્રસંગો નીચે જણાવું છું -
અમારા પ્રત્યે વ્યાવહારિક આશય રાખવાથી ગેરલાભ થશે એક દહાડો કૃપાનાથે મને ફરમાવ્યું કે અમારા પ્રત્યે કોઈપણ જાતનો વ્યાવહારિક આશય રાખવો નહીં. અને એવા આશય-ભાવથી અત્યંત ગેરલાભ થશે. આટલું કહેવા છતાં પણ જો તે આશય-ભાવ રહેતો હોય તો એમ કહીએ છીએ કે–જ્યાં સુધી અમે રેવાશંકરભાઈની દુકાને બેઠા છીએ ત્યાં સુધી તે દુકાને અમારી પાસે આવવું નહીં.
જેવા ભાવ તેવા પ્રભુ ફળે અઠ્ઠાઈવરને દિવસે સવારમાં કૃપાનાથના દર્શન કરવા માટે તેઓશ્રીની દુકાને જતાં રસ્તામાં મને એવો વિચાર આવ્યો કે કૃપાનાથ હાલમાં કંઈ ઉપદેશ આપતા નથી. પરંતુ આજ તો કંઈક સંભળાવવાની અરજ કરવી. એમ ઘારી હું દુકાને ગયો અને દર્શન કીઘાં કે તરત જ કૃપાનાથ એક શાસ્ત્ર લઈ હરિકેશી મુનિ વાળું અધ્યયન અને અર્થસહિત સંભળાવ્યું હતું.
કૃપાનાથે જણાવ્યું કે પેટી તો ખુલ્લી જ છે. બાદ કારતક માસમાં મેં મુંબઈ છોડ્યું. સંવત્ ૧૯૫૪ના પોષ વદી અમાવસથી લગભગ કૃપાનાથ મુંબઈથી પ્લેગના કારણે દુકાન બંધ કરી દેશમાં પઘારતાં વઢવાણ કેમ્પના સ્ટેશને હું દર્શન કરવા ગયો હતો. તે વખતે કૃપાનાથની સાથે એક પેટીમાં લાખો રૂપિયાનું ઝવેરાત હતું. તે પેટીની કળ બગડી ગયેલી હતી અને તેને તાળું લગાડેલું નહોતું. એટલે તે ખુલ્લી હતી. તે વખતે તેઓશ્રીની સ્થિતિ એક દિવસ સાયલે થઈ હતી. ત્યાં પેટી ઊઘડી ગઈ છે એમ અમો બઘાને જાણ થતાં સૌએ કૃપાનાથને અરજ કરી કે સાહેબ, પેટી ઊઘડી ગઈ છે. ત્યારે કૃપાનાથે જણાવ્યું કે તે ખુલ્લી જ છે. આવી રીતે તે પેટી ખુલ્લી અને અંદર લાખો રૂપિયાનું ઝવેરાત છતાં પણ કેમ્પના સ્ટેશને અને શ્રી સાયેલા મધ્યે તે પેટી લેતા-મૂક્તાં સાચવવાની કાંઈપણ ભલામણ કરવામાં આવી નહોતી, જાણે કે તે પેટી પોતાને યાદ જ ન હોય.
આપની પાસે જ્ઞાન છે અને નાણું પણ છે સાયલેથી કૃપાનાથ બપોરના રવાના થયા. એક સિગરામમાં કૃપાનાથ તથા ડુંગરશીભાઈ સાથે હું પણ બેઠો હતો. ત્યારે એવો પ્રસંગ નીકળ્યો કે કૃપાનાથે શ્રી ડુંગરશીભાઈને જણાવ્યું કે કેમ ડુંગરભાઈ? તમે સૌભાગ્યભાઈ આગળ જણાવતા હતા કે “જ્ઞાન હોય તેને નાણું ન હોય, તેનું કેમ? ત્યારે શ્રી ડુંગરશીભાઈએ જવાબ આપ્યો કે હવે તેવું કંઈ જણાતું નથી. આપની પાસે તો જ્ઞાન છે અને નાણું પણ છે.”