________________
૩૩૪
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો દુકાનનું મુહૂર્ત જોવાનું કામ જોષીનું છે એક દહાડો સવારમાં કૃપાનાથના નજીકના ગામમાં કોઈ સગાંઓ તરફથી કૃપાનાથને
નવી દુકાન શરૂ કરવાનું મુહર્ત પૂછવામાં આવતાં કૃપાનાથે જણાવ્યું કે તે જોષીનું કામ છે, તે મારું કામ નથી.
વાતો ચર્ચાય તે સાંભળવાથી સમજણ પડે. વવાણિયેથી રવાના થતી વખતે મને કૃપાનાથે જણાવ્યું કે ઘણું કરીને અમારે સાયલે જવાનું થશે, તે વખતે બને તો સાયલે આવજો. ત્યાં ઘણાઓ તરફથી અનેક વાતો ચર્ચાય તેમાં તમને સહજે સમજણ પડશે.
કૃપાનાથ આખો દિવસ શાસ્ત્ર વાંચતા હતા તે વખતે વવાણિયામાં હું પાંચેક દહાડો રહ્યો હતો. કોઈ વખત મધ્યરાત્રિના સમયે હું કદી જાગ્યો હોઈશ ત્યારે કૃપાનાથના મુખમાંથી કોઈ અપૂર્વ વૈરાગ્યભાવથી અત્યંત શાંતપણે સૂત્રની ગાથાઓ નીકળતી સાંભળવામાં આવતી હતી. આખો દિવસ શાસ્ત્ર વાંચવાનો પ્રસંગ નજરે પડતો હતો. એક વખત અગાઉ મારાથી લેવાયેલ દોષ તેઓશ્રીની રૂબરૂમાં જણાવેલ ત્યારે કૃપાનાથે મને તેના માટે નિત્ય ખેદ કરવા આજ્ઞા કરી હતી. બાકી તેમની દશા અને વર્તન એટલું બધું અપૂર્વ જણાયું હતું કે તેને માત્ર અંશ પણ લખવામાં મારી મતિ ચાલતી નથી.
સંવત્ ૧૯૫૩ના વૈશાખ માસમાં કૃપાનાથ સાયલા પધાર્યા ત્યારે હું ત્યાં ગયો હતો. પૂ.શ્રી સૌભાગ્યભાઈને ૮૯ માસ થયાં જીર્ણ જવર રહેતો હોવાથી તેઓશ્રીનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું હતું. ત્યારે કૃપાનાથ ૧૦ દિવસ ત્યાં રહ્યા હતા. તેમાંનાં યાદ રહેલા પ્રસંગો નીચે મુજબ લખું છું –
સપુરુષ પ્રત્યે કષાય થાય તે અનંતાનુબંધી એક દિવસ ભાવનગરવાળા કુંવરજી આણંદજી સાથે અનંતાનુબંધી કષાયનો પ્રસંગ ચર્ચાયો હતો. તેમાં કૃપાનાથે એમ કહ્યું હતું કે અનંતકાળના કર્મનો અનુબંઘ પડે એવો કષાય તે અનંતાનુબંધી. જે સત્યરુષના નિમિત્તે જીવનો અનંત સંસાર ટળવા યોગ્ય છે તેવા સત્પરુષ પ્રત્યે જે કષાય થાય તે અનંતાનુબંઘી કષાય છે.
તમે ફિકર કરો મા, સોભાગભાઈની ઉત્તર ક્રિયા તારા હાથથી થશે કૃપાનાથ તરફથી પૂ.શ્રી સૌભાગ્યભાઈને પોતાની સાથે શ્રી ઈડર આવવાની આજ્ઞા કરવામાં આવી હતી. તેથી શ્રી નંબકભાઈ તરફથી કૃપાનાથને વિનંતી કરવામાં આવી કે સાહેબ, શ્રી સૌભાગ્યભાઈના આવા ક્ષીણ શરીરે ઘર બહાર તેમને જવા દેવાનું કોઈને હૈયે બેસતું નથી. આવા શરીરનો કેમ ભરોસો રાખી શકાય? દુનિયા અમને ગાંડા ગણશે. ત્યારે કૃપાનાથે જણાવ્યું કે ત્રંબક, તમે સૌ ફિકર કરો મા. શ્રી સૌભાગ્યભાઈની ઉત્તરક્રિયા તારા હાથથી થશે.
મોડું થયું છતાં કૃપાનાથે જણાવ્યું કે મેલના ટાઈમે પહોંચી જવાશે વૈશાખ વદ આઠમના દિવસે રાત્રે ૮ વાગ્યાને સુમારે સાયલેથી કૃપાનાથનું ઈડર પઘારવું થયું. મૂળી સ્ટેશન ચાર ગાઉ દૂર હતું. તે સ્ટેશનથી કેમ્પમાં જવાની ટ્રેનનો સમય ૯ વાગ્યાનો હતો. બેલગાડીથી