________________
૩૩૩
શ્રીમદ્ અને ઠાકરશીભાઈ
જૈનની પોતે કરેલી દુર્ગછા માટે માફી માગી હતી.
સંન્યાસીઓ માફી માંગી પ્રણામ કરી ઊભા થયા બાદ કૃપાનાથ તરફથી વેદને અનુસરતો એક પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો, પણ તેઓ પ્રશ્ન જ સમજી શક્યા નહીં. પછી તેમણે કૃપાનાથને પૂછ્યું કે “સર્વ જીવ કર્મથી છૂટે છે ત્યારે તેની ઊર્ધ્વગતિ શા કારણથી થાય છે?” ત્યારે કૃપાનાથે “ચાર કારણો જણાવ્યા હતા. તેના એક કારણમાં
છેદનનો ઘક્કો” એમ જણાવ્યું હતું. કેટલીક વાતચીત થયા પછી સંન્યાસીઓએ માફી માગી અને કૃપાનાથને બે હસ્તે પ્રણામ કરી ઊભા થયા.
ખોજાના મનનું સમાધાન કર્યા પછી શાંતિ એક દહાડો શ્રી મુંબઈની રેશમી ઓઢણી લઈને એક વાણિયાનું કૃપાનાથ પાસે ભાવ પૂછવા આવવું થયું. તેણે ઓઢણીની કિંમત પૂછવાથી કૃપાનાથે તે જણાવી હતી. હવે તે જ દિવસે બપોરે માતુશ્રી તરફથી જમવા બોલાવવામાં આવતા કૃપાનાથે મને કહ્યું કે જા, તું જમી લે; અમને જમવાની રુચિ નથી. મેં અરજ કરી કે કેમ સાહેબ? કાંઈ તબિયત નરમ છે? ત્યારે કહ્યું કે ના. મેં ફરીથી કારણ પૂછતાં કૃપાનાથે કહ્યું કે પ્રતિક્રમણ થયું નથી. આથી હું આશ્ચર્ય પામ્યો અને પૂછ્યું કે સાહેબ, પ્રતિક્રમણ શેને? ત્યારે કૃપાનાથે કહ્યું કે, સવારમાં અમે જે ઓઢણીની કિંમત કરી હતી તેના સંબંઘમાં ઓઢણીના માલિક અત્રેના ખોજાને અમારા તરફથી તે ઓઢણીની કિંમત ઓછી થવાથી તે ખપી નહીં તેથી તેને અમારા પ્રત્યે કાંઈ ખોટું લાગ્યું છે. તેનું હજુ અમારાથી સમાઘાન થયું નથી, માટે તું જમી લે એટલે આપણે તેની પાસે જઈએ. પછી હું જમ્યો અને તે ખોજા પાસે ગયા. ત્યાં ખોજાના મનનું સમાઘાન કૃપાનાથે કર્યું હતું.
તમે જાણો અને તમારી ગોળીઓ જાણે એક દહાડો સવારે પિતાશ્રી તરફથી કૃપાનાથને જણાવવામાં આવ્યું કે તાવની ગોળીઓની શીશી જે આ કબાટ ઉપર છે તે ઘણા લોકોના લઈ જવાથી થઈ રહેવા આવી છે માટે હવે કોઈ લેવા આવે તો તેને ‘ગોળીઓ થઈ રહેલ છે' એમ ભાઈ તમે ના પાડજો. ત્યારે કૃપાનાથે કહ્યું કે તે શીશી તમે અહીંથી લઈ જાઓ. તમે જાણો ને તમારી ગોળીઓ જાણે. મારાથી ખોટું બોલાશે નહીં.
અમને સંસારમાં હવે ઘડીવાર ગમતું નથી એક દહાડો પોપટલાલ કરીને કૃપાનાથના બાળમિત્ર મળવા આવ્યા હતા. તેમને કૃપાનાથે અતિ ઉદાસીન ચહેરે જણાવ્યું કે પોપટલાલ, હવે અમને અહીં (સંસારમાં) ઘડીવાર ગમતું નથી. જાણે માથે લાખો કરોડો મણનો બોજો હોય એમ વસમું લાગે છે. એમ કહી થોડીવાર શાંતપણે બેસી રહ્યા હતા.
આ કાળમાં મોક્ષ કોઈ અપેક્ષા છે અને કોઈ અપેક્ષાએ નથી ઘણું કરીને તે જ રાત્રે પોતાના ઓરડામાં કૃપાનાથ બિછાનામાં બિરાજ્યા હતા. તે વખતે હું તેઓશ્રીની સેવા કરવા ગયેલો ત્યારે મેં પૂછ્યું કે સાહેબ, આ કાળે મોક્ષ હોય કે નહીં? ત્યારે તેઓએ જણાવ્યું કે શ્રી ભગવતીજીનાં પ્રસંગોથી સંભવતો નથી અને શ્રી ચંદ્રપન્નતિ સૂત્રના પ્રસંગથી સંભવે છે. * ચાર કારણો : (૧) પૂર્વ પ્રયોગ–કુંભારનો ચાક. (૨) બંથ છેદ–એરંડ બીજ, (૩) અસંગ––લેપ રહિત તુંબડી અને (૪) ઉર્ધ્વગામી સ્વભાવ તથા ગતિ-અગ્નિ શિખા.