________________
૩૩૨
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો કાંઈ જાણ થતાં શ્રી ભાવનાબોઘનું પુસ્તક વાંચ્યું, બાદ શ્રી મોક્ષમાળા વાંચી. તે બે પુસ્તકો વાંચતા સ્વાભાવિક કૃપાનાથ પ્રત્યે મને પ્રેમ ઉદ્ભવ્યો.
સંવત્ ૧૯પરના ચોમાસામાં કૃપાળુદેવ ચરોતરમાં અઢી માસ રહી સં.૧૯૫૩ના કારતકથી ચૈત્ર સુધી વવાણિયા રોકાયા હતા. ત્યાં તેમના દર્શનાર્થે મારે જવું થયું હતું. સંવત્ ૧૯૫૩ના માગસર વદ ૩-૪થી માગસર વદ ૮-૯ સુધીમાં હું વવાણિયા રોકાયો હતો. તે સમયના પ્રસંગો નીચે પ્રમાણે :
વદ-૪થી સવારના દશેક વાગ્યે સ્ટેશનથી ઊતરીને કૃપાનાથના ઘરે મારું જવું થયું. તે વખતે કૃપાનાથ કહે–આવ ભાણા.
સાહેબજી મારે આજ્ઞાનુસાર વર્તવાની ઇચ્છા છે પછી હું તેમની સાથે જમવા બેઠો. કૃપાનાથ મને ચીજો લેવાનો આગ્રહ કરતા હતા ત્યારે મેં કહ્યું–સાહેબ, મારે આજ્ઞાનુસાર વર્તવાની ઇચ્છા છે તો મને આગ્રહ ન કરવા વિનંતી. ત્યારે કૃપાનાથ કહે– “તમે તો અમારા પરોણા છો.”
મારા તો આપ પરમકૃપાળુનાથ સદગુરુ છો. જમીને ઊઠ્યા પછી કૃપાનાથની સેવામાં હું બેઠો હતો, તે વખતે કૃપાનાથે ઉદાસીનતાથી પૂછ્યું કે, તમે શું જોઈને અહીં દોડ્યા આવો છો? અહીં શું ત્યાગ ભાળ્યો? શું વૈરાગ્ય ભાળ્યો? મેં કહ્યું, “મને પામરેને શું માલુમ પડે? હું તો પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ તથા ડુંગરભાઈના અવલંબને આપ સાહેબને જ્ઞાની પુરુષ ગણી અત્રે દર્શનાર્થે આવ્યો છું. મારા તો આપ પરમકૃપાળુનાથ સદ્ગુરુ છો. સાહેબ! મને આડો અવળો ગૂંચવશો નહીં. બાદ મેં કંઈક આત્મજ્ઞાન સંબંધી પૂછતાં કૃપાનાથે કહ્યું કે હાલ તું સમજી શકે તેમ નથી.
કૃપાનાથનો સંન્યાસીઓ સાથે મેળાપ બપોરે હું કૃપાનાથની સાથે શ્રી ઠાકોર મંદિરે ગયો. ત્યાં કોઈ બે સંન્યાસી બહારગામથી આવેલા બેઠા હતા. પાછળથી જાણ્યું કે તે સંન્યાસીઓ ખાસ કૃપાનાથની વિદ્વતા જોવાને જ બહારગામથી અત્રે આવેલા હતા, અને તેઓના આમંત્રણથી જ કૃપાનાથનું મંદિરે જવું થયું હતું. ત્યાં સંન્યાસીઓ સમીપે કૃપાનાથે બે હસ્તે પ્રણામ કરી નીચે ગોદડા ઉપર બિરાજ્યા. શરૂઆતમાં જ સંન્યાસીઓએ કહ્યું કે મે કુછ નહીં હૈ, જૈન તો બડે પ્લેચ્છ માર્ગ હૈ” એમ જૈનમાર્ગની દુર્ગછા કરવા માંડી.
જોયા-તપાસ્યા વિના દુર્ગછા કરવી મહાત્માઓને ઘટે નહીં કૃપાનાથે તેઓને પૂછ્યું તમે જૈનનાં પુસ્તકો વાંચ્યા વિચાર્યા છે? ત્યારે કહે ના. પછી કૃપાનાથે કહ્યું કે જૈન સ્વમત અને વેદ પરમત એવું અમારી દ્રષ્ટિમાં નથી. અમે અમારી યથાશક્તિ જૈન તથા વેદના પુસ્તકોનું અવલોકન કરેલું છે. અમારી દ્રષ્ટિએ તો અમને એમ લાગે છે કે જૈનને સંક્ષેપીએ તો તે વેદ જ છે. અને વેદને વિસ્તારીએ તો તે જૈન જ છે. એમ અમને તો કંઈ લાંબો ભેદ જણાતો નથી. અને તમે કે જેણે જૈનનાં પુસ્તકો અવલોક્યા નથી અને વેદના પરિચયી છો, તો તમો જોયા-તપાસ્યા વિના જૈનની આવી દુર્ગછા કરો તે મહાત્માઓને ઘટે નહીં એમ લંબાણથી વિવેચન કર્યું હતું. છેવટે તે સંન્યાસીઓએ