________________
૩૩૧
શ્રીમદ્ અને હરકોરબેન
મને દર્શનનો લાભ મળતો હતો. ત્યાં રાત્રે હું તથા બીજા ઘણા ભાઈઓ જતા હતા, પણ રાત્રે સમાગમ થતો નહોતો. ત્યાં પરમકૃપાળુદેવની આજ્ઞા એવી હતી કે નીચે બંગલામાં બેસવું અને પરમકૃપાળુદેવ મેડા પર બિરાજતા હતા. રાત્રે દશ વાગતાના સુમારમાં દર્શનનો લાભ મળી શકતો હતો ત્યાં સુધી અમો બેસી રહેતા હતા.
ત્રણ ગાઉ સુધી આવીને પણ પ્રમાદ ક૨ાય?
ત્યાં એક દિવસ પોતે અમો સર્વેને જણાવ્યું કે તમો નીચે બેઠા બેઠા શું કરો છો? ત્યારે મેં જણાવ્યું કે નીચે બેસી રહીએ છીએ. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અહીં સુધી આવીને પ્રમાદ થાય તો પછી ત્રણ ગાઉ સુધી જતાં-આવતાં રસ્તો થાય તે આંટો શું કરવા ખાવો જોઈએ? પછી અમે કહ્યું કે હવેથી જેમ આશા હશે તેમ કરીશું. પછી પરમકૃપાળુદેવે એક પુસ્તક વાંચવા આપ્યું તે અમો બઘા નીચે બેસીને વાંચતા હતા.
સેવા કરવા લાયક એવા જ્ઞાનીપુરુષો નહીં મળે
એક દિવસે એક ભાઈને પરમકૃપાળુદેવે જણાવ્યું કે જ્ઞાનીપુરુષની સેવા કરનાર ઘણા મળશે, પણ તેવી સેવા કરાવનાર પુરુષો નહીં મળે–એમ જણાવ્યું હતું.
ઉપર પ્રમાણે ઉતારો કરાવેલ છે.
શ્રી હરકોરબેન
અમદાવાદ
શ્રીમદ્ભુની કરુણા દૃષ્ટિ હજુ નજરમાંથી ખસતી નથી
હરકોરબેન અમદાવાદવાળા તાશાની પોળવાળા જણાવે છે કે મારી ઉંમર વીશ બાવીસ વર્ષની હતી. અમો પોળમાંથી દસ-બાર બહેનો કાળા સાડલા પહેરી શામળાની પોળમાં કોઈ ગુજરી ગયું હતું ત્યાં બેસરાણ (સાદડી) માં જતા હતા. ત્યાં વચ્ચે ઘાંચીની પોળ સામે મેડા ઉપરથી શ્રીમદ્ઘ ઊતરવાના હતા. લોકો કહેતા હતા કે આ ઘોડાગાડીમાં હમણાં તીર્થંકર જેવા પુરુષ અહીંથી જવાના છે એટલે અમને કુતુહલ થયું કે તે વળી કેવા હશે, તે આપણે જોઈને જઈએ. એટલે અમો એક બાજુ ઊભા રહ્યા. ત્યાં બે જ મિનિટમાં તેઓશ્રી મેડા ઉપરથી ઊતર્યા અને રોડ ઉપર ઊભા રહી ગાડીમાં બેસવા જતા હતા તે વખતે અમો બધી બહેનો ઉપ૨ કરુણા દૃષ્ટિ કરી જોયું તે વખતે મારી ઉપર જે દૃષ્ટિ પડી તે તો મને હજુ સુધી ૮૪ વર્ષની હાલ મારી ઉંમર છે તો પણ સાંભરે છે. તે કરુણા દૃષ્ટિ નજરમાંથી ખસતી નથી, ત્યારથી મને નિર્ભયતા વર્તે છે. -સત્સંગ સંજીવનીમાંથી
શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહ
લીંમડી
ભાવનાબોઘ, મોક્ષમાળા વાંચતા કૃપાનાથ પ્રત્યે પ્રેમ ઉદ્ભવ્યો
સંવત્ ૧૯૫૨ના ચોમાસામાં લીંમડીવાળા શ્રી કેશવલાલ નથુભાઈ તરફથી કૃપાનાથ સંબંધી મને