________________
૨૪૫
શ્રીમદ્ અને કસ્તુરચંદ
શ્રીમદ્જીની અભુત વૈરાગ્યદશા જોઈ તે આત્મજ્ઞાની મહાત્મા છે એમ તેમના અંતરમાં થયું હતું. શ્રીમદ્જી દરરોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા હતા. તેમજ કેટલોક સમય બહાર એકાંતમાં જંગલમાં પણ જતા હતા. ચાલતી વખતે તેઓશ્રી આગમોના કેટલાંક શ્લોકો સ્વમુખે મનમાં બોલતા બોલતા એક સરખું નીચું ધ્યાન રાખી ચાલતા હતા. એકાદ માઈલ દૂર જઈ ગમે તે ઝાડ નીચે અગર તલાવડીના કાંઠા ઉપર ધ્યાનમાં બેસતા હતા.
ડાંસ મચ્છરનો ઉપદ્રવ છતાં શ્રીમદ્જી ધ્યાનમાં બિરાજ્યા એક વખત કાવિઠાથી એકાદ માઈલ દૂર એક નાની તલાવડી હતી. ત્યાં ચોમાસાના કારણે લીલોતરી ઘાસને લીધે ઘણા જ મચ્છર (ડાંસ) હતા ને આપણા જેવા તો તે જગ્યાએ પાંચ મિનિટ પણ બેસી શકે નહીં તેવી જગ્યાએ શ્રીમદ્જી બઘા કપડાં ઉતારી અડઘાથી પોણા કલાક સુધી ધ્યાનમાં બેઠા હતા.
મહાત્મા તમારે હજુ મોક્ષે જવાની વાર છે એક વખત ગામથી થોડે દૂર ગામોટ નામનું તળાવ છે. ત્યાં સાંજના સમયે ચાર-પાંચ મુમુક્ષુઓની સાથે વડના ઝાડ નીચે બેસી જ્ઞાનચર્ચા કરતા હતા. તે વખતે સામેના એક ઝાડ ઉપર એક વાંદરો બેસી રહી શ્રીમજી તરફ એક ધ્યાનથી જોયા કરતો હતો. તે વાંદરા તરફ દ્રષ્ટિ કરી શ્રીમદ્જીએ કહ્યું કે–મહાત્મા, તમારે જુ મોક્ષે જવાની વાર છે.
મહુડીના ઝાડ તળે ઉપદેશ કેટલીક વખત ગામની પશ્ચિમ તરફ થોડે દૂર એક મહુડીનું ઝાડ હતું. તેની નીચે પણ અવારનવાર બેસતા અને સાથે મુમુક્ષુઓ હોય તેમને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશ શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં ઉપદેશછાયા'માં છપાયેલ છે.
યોગ્યતા અનુસાર વ્રત પચ્ચખાણ ઘારણ કર્યા આ વખતના અભુત સમાગમમાં કેટલાંક પાત્ર મુમુક્ષુઓએ પોતાની યોગ્યતા અનુસાર વ્રત પચ્ચખાણ ઘારણ કર્યા હતા. તેમાં એક મુમુક્ષુ વૈરાગ્ય ભાવનાવાળા કલ્યાણજીભાઈ કરીને હતા. તે ઘણા સેવાભાવી અને જિજ્ઞાસાવાળા હતા. તેમણે શ્રીમદ્જીના ઉપદેશથી એક મહિનામાં પંદર દિવસ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કર્યો હતો. અને ઘણો સમય તેમની સાથે સેવા કરવાની ભાવનાથી રહેતા હતા.
માત્ર દેહ ટકાવવા ની રસપણે આહાર કરીએ છીએ આ વખતે પણ શ્રીજીની રસોઈ પૂ.અંબાલાલભાઈ બનાવતા હતા. રસોઈ બિલકુલ સાદી દાળભાત, રોટલી તથા લોચા દાળ વાપરતા હતા. કેટલાંક દિવસોએ લીલોતરી શાક પણ વાપરતા. એક દિવસ સંજોગોવશાત્ લીલોતરીના બે શાક કરેલા જેથી પોતે તે દિવસે તથા કાવિઠા રહ્યા ત્યાં સુધી લીલોતરીનું શાક વાપર્યું નહીં અને કહ્યું કે અમે જીભના સ્વાદ માટે કે પંચેન્દ્રિયના ભોગ માટે આહાર કરતા નથી. માત્ર આ દેહથી આત્માના કલ્યાણ અર્થે દેહ ટકાવવા નીરસપણે આહાર કરીએ છીએ.
શ્રીમજીની આજ્ઞા લીધા વિના બનાવેલ દૂઘપાક શ્રીમદ્જી જમી રહ્યા પછી પૂ.અંબાલાલભાઈને આજ્ઞા કરે કે જમી લો, ત્યારે જ પૂ.અંબાલાલભાઈ જમવા બેસતા હતા. એક વખત ઝવેરચંદ શેઠના ખૂબ આગ્રહથી પૂ.અંબાલાલભાઈએ શ્રીમદ્જીની આજ્ઞા