________________
૨૪૪
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રીમદ્જીને પોતાના ઇષ્ટ ગુરુદેવ માન્યા ઘોરીભાઈ સ્થાનકવાસી સંપ્રદાયને અનુસરતી ઘણી ચુસ્ત ક્રિયાઓ પાળતા હતા.
તેમજ કાંઈક અભ્યાસી પણ હતા. તેમને શ્રીમદ્જીના અદ્ભુત બોઘથી સાચો માર્ગ સમજાયો કે પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞા સિવાય એકલી ક્રિયાઓ કરવાથી મોક્ષનો માર્ગ નહીં મળે. જેથી પોતાની મતિ કલ્પનાએ જે ક્રિયાઓ કરતા હતા તે છોડી દઈ શ્રીમદ્જીને પોતાના ઇષ્ટ ગુરુદેવ માનવા લાગ્યા અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. તે પોતે ઘણી વૈરાગ્ય ભાવનાવાળા હતા. જેથી તેમને શ્રીમદ્જીથી ઘણો ઉત્તમ લાભ થયો હતો.
આ તો સાક્ષાત્ પરમાત્મા જ છે. શ્રીમદ્જીનો સમાગમ કરવા માટે પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ વગેરે ઘણા મુમુક્ષુઓ કાવિઠા આવ્યા હતા. કાવિઠાના પણ ઘણા ભાઈઓને તેમની અદ્ભુત ચમત્કારિક વાણી તથા ઉપદેશ સાંભળવાથી સચોટ શ્રદ્ધા થઈ હતી કે આ તો સાક્ષાત્ પરમાત્મા જ છે. આ રીતે દસ દિવસ રોકાઈને પોતે ત્યાંથી વિદાય થઈ ઝવેરચંદ શેઠના સિગરામમાં વિરસદ થઈ રાળજ પઘાર્યા. શેઠ ઝવેરચંદ તથા રતનચંદ શેઠ બન્ને રાળજ સાથે મૂકવા ગયા હતા.
સં.૧૯૫૪ની સાલમાં શ્રાવણ માસમાં ફરી શ્રીમદ્જી મુંબઈથી કાવિઠા પધાર્યા ત્યારે અગાસ સ્ટેશને ઊતર્યા હતા. આગળથી પૂ.અંબાલાલભાઈને જણાવેલું જેથી તેઓ પણ અગાસ સ્ટેશને આવી ગયેલા. પણ શ્રીમદ્જી કાવિઠા આવવાના છે તે સમાચાર ઝવેરચંદ શેઠને મળેલા નહીં.
અગાસ સ્ટેશને ઊતરી ત્યાંના સ્ટેશન માસ્તરને વાત કરી કે અમારે કાવિઠા ઝવેરચંદ શેઠને ત્યાં જવું છે તે જાણી સ્ટેશન માસ્તરે તેમને વેઈટીંગ રૂમમાં રોકાવાની સગવડતા કરી આપી અને કાવિઠા પણ પત્ર લખી માણસને મોકલ્યો. જેથી ઝવેરચંદ શેઠ પોતે વાહન લઈ અગાસ સ્ટેશને આવ્યા હતા.
અગાસ આશ્રમની ભૂમિ ઉપર શ્રીમદ્જીના પગલાં કાવિઠાથી વાહન લઈ અગાસ સ્ટેશન આવે તેમાં બે થી અઢી કલાક જેટલો સમય તેઓશ્રીને અગાસ સ્ટેશન ઉપર વેઈટીંગ રૂમમાં રોકાવું પડેલું.
તે દરમ્યાન શ્રીમદ્જી અગાસ સ્ટેશનની ઉત્તર દિશા તરફ થોડો સમય ફરવા ગયેલા કે જે સ્થળે અત્યારે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ બંઘાયેલ છે. થોડો સમય આજુબાજા ફરી પાછા વેઈટીંગ રૂમમાં આવી ગયા હતા અને ત્યાર પછી થોડા સમયે કાવિઠાથી વાહન લઈ ઝવેરચંદ શેઠ તેડવા આવ્યા તે વાહનમાં બેસી કાવિઠા પધાર્યા હતા.
આ વખતે કાવિઠા ગામના મહાપુણ્યોદયે શ્રીમદ્જીએ એક મહિનો ને દશ દિવસ સ્થિરતા કરી અને જે મેડા ઉપર (ડેલામાં) પહેલી વખત પઘારેલા ત્યારે મુકામ કરેલો તે જ જગ્યાએ મુકામ રાખ્યો હતો.
કાવિઠામાં બહારથી અનેક મુમુક્ષુઓનું આગમન શ્રીમદ્જીના સમાગમ માટે બહારના પણ ઘણા મુમુક્ષુઓ પૂ.ઘારશીભાઈ વગેરે કાવિઠા પઘારેલા. આ વખતે અમદાવાદના પૂ.ભાઈશ્રી પોપટલાલ પણ શ્રીમદ્જીના સમાગમ માટે પઘારેલા. તેમને શ્રીમદ્જીના પહેલી જ વખત દર્શન અહીં થયા હતા.