________________
૨૪૩
શ્રીમદ્ અને કસ્તુરચંદ
મહેમાનો આવ્યા જાણી ઘણો આનંદ થયો. કાવિઠા સમાજમાં તથા આજુબાજુના પ્રદેશમાં ઘણા નામાંકિત અને ખ્યાતિવાળા ઘર્માનુરાગી શ્રીમંત શેઠશ્રી ઝવેરચંદભાઈ ભગવાનદાસ રહેતા હતા. ત્યાં સાંજના ચારેક વાગ્યાના સુમારે શ્રીમદ્જી વગેરેએ આવી મુકામ કર્યો. મહેમાનો આવ્યા છે જાણી કુટુંબના સંસ્કારીપણા મુજબ સાંજના જમવા વગેરેની વ્યવસ્થા સમયસર થઈ ગઈ. તે દિવસે શેઠ શ્રી ઝવેરચંદભાઈ તથા શેઠશ્રી રતનચંદભાઈ કામકાજના અંગે નજીકમાં બે માઈલ ઉપર આવેલ બોરસદ શહેરમાં ગયા હતા. સાંજના ઘરે આવી જાણ્યું કે મહેમાનો આવ્યા છે તે જાણી તેમને ઘણો જ આનંદ થયો હતો. તે વખતે શ્રીમદ્જી તથા અંબાલાલભાઈ જમવા બેસવાની તૈયારીમાં હતા. તે વખતે બધા ભેગા મળ્યા હતા.
વવાણિયામાં કવિરાજ મહાત્મા અદ્ભુત જ્ઞાન ઘરાવે છે શ્રી ઝવેરચંદશેઠને તમાકુનો વેપાર હતો. જેથી તેમને ત્યાં મોરબી તથા વવાણિયાની આજુબાજુના કેટલાક વેપારીઓ તમાકુની ખરીદી કરવા માટે આવતા હતા. તે વેપારીઓના કહેવાથી ઝવેરચંદ શેઠને સાઘારણ ખ્યાલ હતો કે વવાણિયાના કવિરાજ કરીને કોઈ મોટા મહાત્મા છે અને નાની ઉંમરમાં ઘણું જ અદ્ભુત જ્ઞાન ધરાવે છે. આ હકીક્ત જાણેલી અને હવે પૂ.અંબાલાલભાઈએ ઝવેરચંદશેઠને આ વવાણિયાના મહાત્મા કવિરાજ શ્રીમદ્ રાજચંદ્ર પઘાર્યા છે તે હકીકત જણાવી. જેથી શેઠને ઘણો જ આનંદ થયો અને તેમના ઉતારા માટે પોતાના રહેવાના મકાનથી થોડે દૂર પોતાનું જ એક ડેલું હતું તે ડેલાના મેડા ઉપર શ્રીમદ્જીનો મુકામ કરાવ્યો. શ્રીમદ્જીએ કાવિઠા આવી આજ્ઞા કરી કે આ મહેમાનો માગ્યા આપવાના નહીં એટલે કે બીજા કોઈ સાઘર્મિક ભાઈને ત્યાં જમવા જવાનું આમંત્રણ સ્વીકારવું નહીં.
શ્રીમદ્જીની રસોઈ પૂ. અંબાલાલભાઈ બનાવતા શ્રીમજીની રસોઈ પૂ.અંબાલાલભાઈ પોતે બનાવતા હતા. પરંતુ શેઠના ઘણા આગ્રહથી એક દિવસ પછી શેઠના રસોડે જમવાનું રાખ્યું હતું. જમવામાં ખાસ કરીને દાળ ભાત, રોટલી તથા ગમે તે એક કઠોળની લોચા દાળ વાપરતા હતા. સવારે અગિયાર વાગે અને સાંજે પાંચ વાગે ભોજન લેતા હતા.
શ્રીમજી ત્રણવાર ઉપદેશ આપતા શ્રીમદ્જી સવારના, બપોરના તથા રાત્રિના સમયે ઉપદેશ આપતા હતા. અને સાંજના પાંચ વાગ્યા પછી બહાર જંગલમાં એકાંતમાં ધ્યાનમાં બેસવા જતા હતા અને રાતના પાછા ફરતા હતા.
પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા છે એવી પ્રતીતિ થઈ શ્રી ઝવેરચંદ શેઠ તથા શ્રી રતનચંદ શેઠના એક ખાસ સાઘર્મિક ભાઈ ભાદરણ ગામના વતની શ્રી ઘોરીભાઈ કરીને એક પટેલ હતા. તેમની સાથે અન્યોન્ય ઘાર્મિક સંબંઘ ઘણો વઘારે હતો. જેથી શ્રીમદ્જીનો સમાગમ કરવા માટે માણસ મોકલી તેમને કાવિઠા બોલાવી લીઘા હતા. તેઓ સાંજના આવ્યા ત્યારે ઝવેરચંદ શેઠે જણાવ્યું કે કોઈ કેવળી જેવા વચનવાળા મહાત્મા અત્રે પઘારેલા છે. ઘોરીભાઈ કહેઃ હું જોયા પછી કહીશ. ઘોરીભાઈને ગામોટ તળાવ પાસે વડ તળે, પરમકૃપાળુદેવે બોઘ આપ્યો હતો. ત્યાં અનેક પ્રશ્નોત્તર શાસ્ત્રયુક્ત થયા હતા. તેથી ઘોરીભાઈના મનને સંપૂર્ણ સંતોષ થયો અને પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા છે એવી પ્રતીતિ થઈ હતી.