________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
લીઘા સિવાય દૂધપાક બનાવેલો. જેથી શ્રીમદ્ભુ જમીને પૂ.અંબાલાલભાઈને જમવાની આજ્ઞા આપ્યા સિવાય ઉતારા પર ચાલ્યા ગયા. પૂ.અંબાલાલભાઈ તેમની આજ્ઞા મળ્યા સિવાય જમે નહીં તેવા આજ્ઞાધારક હતા તેથી જમતા નહોતા. હવે શ્રીમદ્ભુ પાસે જઈ કોણ આશા અપાવે તેની ઝવેરચંદ શેઠ તથા રતનચંદ શેઠને ઘણી મૂંઝવણ થયેલી અને વિચારમાંને વિચારમાં સાંજના ચાર વાગ્યા.
૨૪૬
પછી ઝવેરચંદ શેઠ તથા રતનચંદ શેઠે શ્રીમદ્ભુ પાસે જઈ ઘણા જ વિનયભાવે વિનંતી કરી ત્યારે પૂ.અંબાલાલભાઈને જમવાની આજ્ઞા આપી હતી અને અંબાલાલભાઈ જમ્યા હતા. પૂ.અંબાલાલભાઈ શ્રીમદ્ભુની સેવામાં એક ધ્યાનથી રહેતા હતા.
ચાર પાંચ મકાનનું અંતર છતાં બોધ શ્રવણ
કાવિઠામાં શ્રીમદ્ભુના ઉતારાનું મકાન તથા પૂ.અંબાલાલભાઈ શ્રીમદ્જીની રસોઈ ઝવેરચંદ શેઠના તેમના રહેવાના મકાનના મેડા ઉપર બનાવતા હતા તે બેની વચમાં થોડું અંતર હતું, છતાં પણ શ્રીમદ્ભુ જે ઉપદેશ કે બોધ આપતા તે પૂ.અંબાલાલભાઈ, ઝવેરચંદ શેઠના રહેવાના મકાને રસોઈ બનાવતા હોય ત્યાં તે ઉપદેશ તેમની સ્મૃતિમાં આવતો હતો. અને જે ઉપદેશ શ્રીમદ્ભુએ કરેલો હોય તે બીજે દિવસે પૂ.અંબાલાલભાઈ લખી લાવતા હતા.
શ્રીમદ્ભુ જમવા માટે ઘેર આવે ત્યારે ઝવેરચંદ શેઠના પુત્ર મનસુખભાઈ દશેક વર્ષની ઉંમરના હતા તે શ્રીમદ્ભુના ચરણ તથા હાથ પાણીથી ધોવરાવતા હતા.
શ્રી ઘોરીભાઈ ભગતને શ્રીમદ્ભુથી થયેલો ઘણો લાભ
આ વખતના સમાગમમાં પણ ભાદરણના ઘોરીભાઈ ભગત શ્રીમદ્ભુના સત્સંગ માટે કાવિઠા રહ્યા હતા. તે શ્રીમદ્ભુથી તેમને ઘણો લાભ થયો હતો. તે પછી તો તે કાવિઠા જ રહેતા હતા અને તેમનો દેહત્યાગ પણ કાવિઠામાં જ થયો હતો.
શ્રીમદ્લ કાવિઠાથી વસો શ્રી લઘુરાજ સ્વામી માટે પધાર્યા
શ્રી ઝવેરચંદ શેઠ તથા રતનચંદ શેઠ બન્ને ખૂબ જ સ્નેહભાવથી સાથે જ રહેતા હતા. તેમનો એકબીજાનો પ્રેમભાવ એટલો બધો હતો કે ક્યાંય બહાર જાય તો પણ સાથે જ જાય.
હવે શ્રીમદ્ભુ કાવિઠામાં હતા ત્યારે રતનચંદ શેઠને પોતાને ઘેર શ્રીમદ્ભુને જમવાનું આમંત્રણ આપવાની ઘણી જ ભાવના રહ્યા કરતી હતી. પરંતુ શ્રીમદ્ભુએ ઝવેરચંદ શેઠને મહેમાનો માગ્યા આપવાની ના કહેલી જેથી રતનચંદ શેઠને આ બાબતની ઘણી જ મૂંઝવણ રહેતી હતી. પણ શ્રીમદ્ભુના આંગળ કાંઈ કહી શકતા નહોતા.
છતાં શ્રીમદ્ભુ જ્યારે કાવિઠાથી જવાના હતા તેના આગલા દિવસે રતનચંદ શેઠે ઘણી જ આજીજીભરી વિનંતી કરવાથી તેમની વિનંતી સ્વીકારી અને એક દિવસ જમવાનું રાખી તેમની ભાવના સંતોષી હતી. આમ એક મહિનો અને દસ દિવસની સ્થિરતા શ્રીમદ્ભુએ કાવિઠા કરી પછી શ્રી વસો ક્ષેત્રે પૂજ્ય મુનિરાજ શ્રી લઘુરાજ સ્વામીનું ચોમાસું હતું તેથી વસો પધાર્યા હતા.