SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ શ્રીમદ્ અને છોટાલાલ છગનલાલ ગૃહવાસમાં છતાં અંતરથી નિરુપાધિ પુરુષો ત્યારબાદ સંવત્ ૧૯૫૦-૫૧માં પરમકૃપાળુદેવની સાથે ભાઈશ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસના નામથી વહીવટ ચાલતો હતો. ત્યારે તે પેઢીમાં મેં આડત રાખેલ જેથી કાપડ મંગાવવાનું લેણદેણનું કામ તેમની સાથે ચાલતું હતું. સંવત્ ૧૯૫રના ભાદરવા માસમાં અમો કાપડ ખરીદવા મુંબઈ ગયેલ. તે વખતે હું અને મારો પુત્ર નગીનદાસ પણ સાથે હતો. મુંબઈમાં સાંજના છ વાગ્યા પછી રાતના પરમકૃપાળુદેવ પાસે ત્યાંના રહીશ કચ્છી ખીમચંદભાઈ દેવચંદ, કલ્યાણજીભાઈ, કુંવરજીભાઈ આણંદજી ભાવનગરવાળા અને શા. ત્રિભોવનભાઈ ભાણજી આવવાનું રાખતા હતા. તે લોકો સાથે ઘર્મ સંબંધી પ્રશ્નોની વાતચીત ઘણી થતી હતી. તે મારા સાંભળવામાં આવેલ જેથી હું ત્યાં લગભગ એક માસ રહ્યો હતો. જેથી મને તેઓશ્રી ગૃહસ્થાવાસમાં છતાં અંતરથી નિરુપાધિ પુરુષ છે એમ મને પૂરી ખાતરી થઈ હતી. જેથી આવો સત્સંગનો જોગ જાણી તેમની પાસે મારા પુત્ર નગીનદાસને તેઓશ્રીની દુકાન પર કાયમ રહેવાને માટે શ્રી પરમકૃપાળુદેવને વિનંતી કરી. તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે ઠીક છે, ભલે રહે. તે સાંભળી ભાઈશ્રી ત્રિભોવનદાસ ભાણજીભાઈએ મને કહ્યું કે તમારા નગીનદાસના પગાર માટે નક્કી કરી લો. ત્યારે મેં જણાવ્યું કે પગાર લેવાના વિચારથી હું અહીં મૂકતો નથી, પણ સત્સંગના લાભની ખાતર મૂકવા ઇચ્છું છું. તેમ છતાં તેઓશ્રીને ધ્યાનમાં આવશે તે પ્રમાણે તેને જે આપવું યોગ્ય લાગશે તે આપશે. તેવી રીતે કહીને નગીનદાસને ત્યાં મૂકી હું ખંભાત આવ્યો. તેઓશ્રીની દુકાન સંબંઘીનું કેટલુંક કામકાજ તે કરતો હતો. તે વખતમાં તેને નામુ લખવામાં કચાશ હતી જેથી તે કામમાં માહિતી મળે તે કારણથી પરમકૃપાળુદેવે ચાર-પાંચ વર્ષ અગાઉના જૂના ચોપડા સોંપી માણેકલાલ ઘેલાભાઈને તેની સાથે બેસવા ભલામણ કરી જૂના હિસાબો કરવાનું કામ સોંપ્યું, તે અમારા દીકરા નગીનદાસના કહેવા પરથી મારી માહિતી છે. પરમકૃપાળુદેવના બોઘની બે નોટો ભરાણી. સંવત્ ૧૯૫૨ થી ૧૯૫૫ સુધીમાં નગીનદાસની રૂબરૂમાં ઘર્મસંબંધી કેટલીક હકીકત સાંભળવામાં આવેલ, તેની નોટ તેમણે ઉતારી રાખેલ. તે નોટો બે અત્રેના ભાઈશ્રી હીરાભાઈ પોપટલાલને વાંચવા માટે આપેલ છે. અમારી રૂબરૂમાં સાંભળેલી વાતોને આ વખતે યાદ કરો. ભાઈશ્રી નગીનદાસનો જન્મ સંવત્ ૧૯૩૨ના આસો સુદ-૫નો છે અને દેહત્યાગ સંવત્ ૧૯૫૬ના માગસર વદ-૫ના દિવસે મુંબઈમાં પ્લેગની બિમારીમાં પરમકૃપાળુદેવની સમક્ષ થયેલ છે. તે વખતે પરમકૃપાળુદેવે નગીનદાસને બોઘ કર્યો કે જે માર્ગ અમારી રૂબરૂમાં તમારા સાંભળવામાં આવેલ છે તે વાતો આ વખતે યાદ કરવા જેવી છે. તે વાતો યાદ રાખશો તો તમોને ઘણો જ સારો લાભ થશે; તેવો બોઘ પરમકૃપાળુદેવે તે જ્યાં અસ્પતાલમાં હતા ત્યાં પોતે જાતે જઈને કર્યો હતો. તે વાત અમારા જાણવામાં નહોતી કારણ કે મરણ વખતે અમો ખંભાતમાં હતા. પણ તેમની માતુશ્રીની માતુશ્રી તે વખતે નગીનદાસની સારવારમાં હતા. તે પ્લેગ વખતે પરમકૃપાળુદેવ તેમને જોવા ગયેલ, અને નગીનદાસના શરીર પર તેઓશ્રીએ હાથ ફેરવ્યો હતો. તે જોઈ તેમની માતુશ્રીની માતુશ્રીએ પરમકૃપાળુદેવને જણાવ્યું કે હાથ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy